ગરીયાની આર ને મે’ની ધાર….વિસરાતા સુર – રામભાઇ આહીર

ગરીયાની આર ને મે’ની ધાર….વિસરાતા સુર

તમને થશેજ કે અનોખા ભેરૂડા વળી કેવા હશે આજે મારે આવા બેરૂડા ની વાત કરવી છે જેની સાથે અમે જે મોજ કરી છે જે મસ્તી કરી છે જે કુદિયા છીયે એ મારા બાળપણ ના ભેરૂડા આજે કેમ દેખાતા નથી…!!કયા ગયા એ મારા એકનાજ નહી પણ ચાલીસ પચ્ચાસ વરસના તમામ માનવી ના ભેરૂડાની વાત કરૂ છુ એ જમાના મા આજની જેમ મોબાઇલ ન હતા કે ગેમ રમીયે આજની જેમ ટીવીયુ ન હતી કે આજની જેમ સિરીયલ કે મેચ ની કે ફિલ્મોનુ મનેરંજન માણીયે એ જમાનામા તો બાપલા…રમવા માટે મોઇ ડાંડીયા ની રમત(ગેલી ડંડાની રમત)કે બુધ્ધી કચવા ચોમાસા મા ભીની ભીની ભોં ના વિશાળ પટ પર ચાર કુકરી…છ કુકરી…નવ કુકરી કે ચોમાસા ની મેઘલી રાત્યુમા ચોગઠા બાજીની મજાની રમત્યુ રમીને જે આનંદ લુટતા એ મજા આજની રમતોમા કયા મજા છે અને ચોમાસુ સરૂ થાય કે ગરીયાની (ભમરડા)મોસમ સરૂ થાય કોઇ ભાગ્યશાળીની ચડ્ડી ના ખિસ્સા માથી જ ગરીયા અને જાળી ન નિકળે બાકી તો હોય જ

ગામડા ગામની નાની નાની હાટડીયુ મા રંગબેરંગી ગરીયા ટીંગાતા હોય જેમ કાળા ઉનાળાની ઉની ઉની લું મા કોઇ કેરી કાતરાં કે લિંબુ દેખાડે નેજેમ

મોઢામા મોળ્ય વચુટે એમ

હાટડીયુમા ગરીયા(ભમરડા)ટીંગાતા ભાળીને મોળ્ય વચુટીયા વિના રહે ખરી…?ઘેર જઇને આઠાના બારાના લઇઆવી ને ગરીયો લઇને ઘેર આવી ને ચુક(પાતળી ખિલ્લી)ગોતવામંડે પણ જડે નડે નહી ત્યારે કોઇ દેવી દેવતાની ટીંગાતી છબી પર પડે કેમ કે છબી ને ટીંગાડવા માટે ચુકનો સહારો લિધેલો હોય છે એમા થી એકાદ છબી હેઠી ઉતારીને ભીત માથી ચુક ખેસી ને એ ચુકની ગરીયાને ફળીયામા ઉંધો રાખીને પાણકાના સહારે ધિરે ધિરે આર નાખીને ચુકનો મુંડો પાણે પાણે ટોચીને આરને ધાર કાઢીને સરસ અણી કાઢીને પછી જાળીની શોધ નિકળી પડે ગામ મા કોઇ ભાભા જાળી વણતા હોય તેની પાસે ભેસુ ચારતા હોય ત્યા પહોચી જાય પહોચી જાય અને આજીજી કરીને ભાભા હારે મિઠ્ઠી વાતુ કરીને પેલા તો ભાભાને ફોહલાવી લેય અને પછી કેય કે ભાભા કો’ક કે’તુ થુ કે તમને જાળી ભારે ગુંથતા આવડે છે ઇ વાત સાચી કે ખોટી..???

અમારા ગામડાના ભાભાલાઓ ગંભીર હોવાની સાથોસાથ રમોજી પણ બહુ જ હોય છે એટલે ફટદઇને જવાબ આપી દેય કે ખોટી વાત…પછી કહે કે હંમ હવે મને ખબર પડીકે તુ કારૂનો ડાયુ ડાયુ વાતુ એટલેજ કરતા હતો એમ કે’ની લે ઘડીક ભેસુની આડો રે’ત્યા હુ તુને જાળી વણી દઉ એ જમાના મા ભાભા ઓ કાચ્ચા દોરા રાખતા ભાભા કડીયાની ખીસ્સી માથી કાચ્ચા દોરા કાઢીને જાળી વણવા બેસી જાય ને પુછે કે એલા છોકરા ડાબેરી છો કે જમણેરી કે’તો મને જાળી વણવાની ખબર પડે પછી છોકરો હાથ દેખાડે કે જુવો હુ આ હાથે ગરીયો ફેરવુ છુ ભાભા એ પ્રમાણે જાળી વણી ને બાળકને રાજીના રેડ કરીને મોકલી દેય અને હા આ બધા પુણ્ય કમાવાના રસ્ત છે ભાઇ તમે કદાચ કરોડોના દાન કરો પણ જાળી વણીને આપવા થી એક બાળક નો આત્મા રાજી થાય છે એટલો કરોડાનુ દાન લેનારનુ મન રાજી નહી થતુ હોય એવુ મને લાગે છે અને એ બાળક ગરીયો ફેરવતો જાયને બોલતો જાય કે ગરીયાની આર ને મે’ની ધાર મને એવુ લાગે છે કે એટલે જ કદાચ અનરાધાર વરસાદ વરસતો હશે…!!!આજે ગરીયા એ ગયા ગરીયા ફેરવનારે ગયા ને વરસાદેય ગયા આજે તો આવી રમતુ રમવા કયા બાળકો રાજી છે આજે તો આપણી પાસે જાત જાતની મોબાઇલની સરસ મજાની રમતુ આવી ગઇ છે

ગામના પાધરના પહોળા પટ પર દહક છોકરાઓનુ ટોળુ ગરીયે રમતુ હોય ત્યારે જોયા જેવુ દ્રશ્ય સર્જાતુ’તુ ગરીયાની રમતમા ખાસ કરીને બે ખાળી(ખાળી એટલે પાચબાયપાચ નુ ગોળ કુંડાળુ)ની રમત અમારા પંથકના ગામડામા પ્રખ્યાત હતી(દુખની વાત છે કે જે રમતની ગામડામા બોલબાલા હતી એ રમત માટે આજે…એ રમત પ્રખ્યાત હતી એમ લખવુ પડે છે કારણ કે આજે એ રમત લપ્ત થઇ ગઇ છે એટલે તો આજે એને વારતાના રૂપમા લખવી પડે છે ભગવાન કરેને આજના બાળકો એ રમત ફરી રમતા થાય)એક ખાળી અહી હોયને બીજી ખાળી સો કે દોઢસો ફુટ દુર હોય એમા પ્રથમતો બધા ગરીયાને ભેળા કરીને ખોબામા ઉંધા કરીને નિચે મુકવામા આવે જેટલા ઉંધા રહે એટલા પાકીગયા ગણાય પછી આડા પડેલાને ફરી ઉંધા રાખીને ને નિચે મુકવામા આવે આમ કરતા કરતા જે ગરીયો ઠેઠ સુધી ઉંધોન રહે એ ખાળી મા રહે પછી થાય છે .

રમત સરૂ અને ફરતા ગરીની રમજટ બોલાવામા આવે છે અને એવી રીતે ગરીયા મારવામા આવે છે કે આ ખાળી માથી બીજી ખાળી બાજુ હડચેલાતો જાય છે પણ એમા એક એવો નિયમ હોય છે કે ગરયો મારનાર જો ગરીયાને મારવાનુ ચુકી જાયને ગરીયો ખાલે ખાલો ફરતો રહે ને જેનો ગરીયો ખોળીમા હોય એ ગરીયા વાળો છોકરો ફરતા ગરીયાને જાળી વતી ઉલાળીને હાથવતી જીલી લે તો એનો ગરીયો મુક્ત થાયને જીલ્લેલો ગરીયો એની જગ્યા એ મુકી દેવાનો આમ કરતા કરતા સામેની ખાળીમા જેનો ગરીયો જાય એનુ તો આવીજ બને એમા એક શરત નક્કી કરેલી હોય છે જે ગરીયો….ગરીયાના મારથી ધકેલાતો ધકેલાતો ખાળીમા જાય પછી એ મોટી ખાળીમા નાની ખાળી દોરવામા આવે છે એને બધા ગરીયા વાળા ગરીયો હાથમા પકડીને પાચ કે દસ ધોયા મારે(ઘોયા એટલે ગરીયાની આર છોકરાને જેમ માવવી હોય એટલા જોર થી મારવાની છુટ્ય હોય છે)હવે ઘોયા મારતી વખતે બધા છોકરા ઓ નાની ખાળી ફરતા ગોળ કુંડાળે બસી જાય છે.

અને નિયમ પ્રમાણે કાન પર જાળીની આટી જરૂરી હોય છે અને જો આટી ભુલાય જાય તો જેનો ગરીયો ખાળીમા હોય તે છોકરો જાળીની આટી મારતા ભુલી જનાર છોકરાના વાહામા બળ હોય એટલા જોરથી જયા સુધી જાળીની આટી કાનમા ન નાખે ત્યા સુધી ઢીકાની ઘમઘમાટી બોલાવી શકે એની કોઇ રાવ કે ફરીયાદ નહી અને હા ઘોયા મારતી વખતે ગરીયાની ટોપી પર ઘોયુ લાગી જાય તો એ છોકરાના ઘોયા પુરા અને નક્કી કરેલ ઘોયા રૂપી દંડ પણ ભોગવ્વો પડે અને હા ઘોયા મારતી વખતે જે સોહલ્યા નિકળે એને ધુળમા દાટવાથી ધોધમાર વરસાદ ટુક સમયમા ટુંટી પડે આવી પણ આસ્થા સાથે રાખીને રમત રમતા….

હવે એક વાત કરીને લેખને પુરો કરીશ કે એક રમત પુરી થાય અને ઘોયા મારીને જો કોઇના ગરીયાની આર વળી ગઇ હોય કે અંદર ઉતરી ગઇ હોય તો વળી ગયેવી આરને સિધ્ધી કરવા માટે અને અંદર ઉતરી ગયેલી આરને બહાર ખેશવા માટે એ જમાનામા ચામડાના જોડાના તળીયા ઘસાઇ ન જાય એટલા માટે તળીયે લોખંડના નોક જડવામા આવતા એ નોક જુના ફાટી ટુંટી ગયેલા જોડમાથી મળી રહેતા…નોક એટલે એગ્રેજીના યુ આકારના હોય છે અને એમા સાત આઠ કાણા આવે છે એ કાણામા આર ભેરવીને આડા અવળી વાળી શકાય છે અને અંદર ઉતરી ગયેલી આરને બહાર પણ ખેસી શકાય છે આવી સરસ મજાની રમત આજના બાળકો કેમ નહી રમતા હોય એજ નથી સમજાતુ,,,, આ રમત આજે લપ્ત થતી જાય છે એ એક દુખ ની વાત છે…..આશા રાખુ છુ કે આજ પણ આ રમત કયાક તો રમાતી હશે

લેખક…રામભાઇ આહીર

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: