ધમાસો-વન વગડે મળી આવતી અદભૂત ઔષધી

ધમાસો આપણે ત્યાં ધુળખાડાઓ એટલે કે જ્યાં ગોરમટી એટલે કે પીળાશ પડતી ક્રીમ કલરની માટી વાળા એરીયામાં ખુબ જ જોવા મળે છે . આમ તો દરેક જ્ગ્યાએ દરેક ગામમાં વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે.

આ ઔષધને ખાસ બહેનો માટેનુ કહીએ તો પણ ચાલે કારણ કે સ્તન કેન્સરમાં આ ધમાસો ખુબ ઉપયોગી છે. ઉપરાંત જે બહેનોને મીસ્કેરેજ થઇ જતુ હોય કે અધુરા માસે બાળકની ડીલીવરી થતી હોય તેમના માટે ખાસ ઉપયોગી છે.જેમને મૄત બાળક જન્મતા હોય કે જનમ્યા પછી થોડા દિવસોમાં મૄત્યુ પામતા હોય તેમના માટે ખુબ ઉપયોગી છે.

આ ધમાસો વર્ષોથી આપણે ત્યાં થાય છે પણ પશ્ચીમમાં થયેલા હમણાં ના સંશોધનોને લીધે વધારે પ્રકાશમાં આવ્યો છે.

તાજેતરમાં થયેલા સંશોધનો મુજબ બ્રેસ્ટ(સ્તન) કેન્સરમાં ખુબ ઉપયોગી જણાંયો છે.વિદેશોમાં ફગોનીયા હર્બલ ટી તરીકે ઉપચારમાં ઉપયોગમાં લેવાય છે.

આમ તો દરેક પ્રકારના કેન્સરને પ્રિવેન્ટ પણ કરે છે અને ક્યોર પણ કરે છે.

આપણા આયુર્વેદ અને યુનાની મુજબ આ ધમાસો ઉત્તમ બ્લડપ્યુરીફાયરનું કામ કરે છે.

ખાસ કરીને લોહી ગંઠાય જતુ હોય એટલે કે જે લોકોને બ્લડમાં ક્લોટ થતા હોય તે ક્લોટને ઓગાળી નાખવાની તાકાત આ ધમાસામાં રહેલી છે. એટલે કે આપણને સ્ટ્રોકથી ( હેમરેજથી) આ ધમાસો આપણને બચાવે છે.

ધમાસાનો ઉકાળો દિવસમાં બે વખત પીવાથી ગમે તેવા ચક્કર આવતા બંધ થાય છે. એટલે કે વર્ટીગોમાં અકસીર છે.

મોઢા પર તથા ખીલની આ અકસીર ઔષધી છે.

પરસેવામાં ખરાબ વાસ આવતી હોય તો તેમાં પણ આ ધમાસો ઉપયોગી છે.

બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં પણ ઉપયોગી છે.

બાકી તો દમ-અસ્થમા,સ્પર્મ કાઉન્ટ વધારવામાં , એલર્જીમાં , શરીરના દુખાવમાં વિગેરે અનેક રોગોમાં ઉપયોગી છે.

અહીં આપવામાં આવતી માહિતી આપની જાણ માટે જ છે. હાથે અખતરા કરવા નહીં. નિષ્ણાંત આયુર્વેદીક ડોકટરની સલાહ મુજબ જ તાસીર પ્રમાણે સારવાર કરાવવી.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: