ધોરાજી : ભાજપના નેતાની હાજરીમાં ચિંતાતુર ખેડૂતોએ નિષ્ફળ પાકની નનામી કાઢી

માવઠાના કારણે પાકને થયેલા નુકશાનને લઈને પરેશાન ધોરાજીના ખેડૂતોએ નિષ્ફળ ગયેલા પાકની નનામી કાઢી વિરોધ વ્યક્ત કર્યો હતો. અને ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપીને સો ટકા વિમાની માગં કરી હતી. ધોરાજી તાલુકાના 30 ગામના ખેડૂતોએ પાક નિષ્ફળ જતા કપાસ અને મગફળીની નનામી કાઢી હતી. આ રેલીમાં તાલુકા ભાજપના નવનિયુક્ત પ્રમુખ અને મહામંત્રી પણ હાજર રહ્યા હતા.

સરકારે 700 કરોડના પેકેજની જાહેરાત કરી છે તે અપૂરતી હોવાનો આક્ષેપ લગાવી ખેડૂતો સો ટકા વીમો આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ખેડૂતોએ નિષ્ફળ પાકની નનામી કાઢ્યા ઉપરાંત કપાસ મગફળી નું બેસણું યોજાયું હતુ. શહેરના આંબેડકર ચોક ખાતેથી કપાસ અને મગફળીની નનામી કાઢી સો ટકા પાક વીમો આપવાની માગણી સાથે રેલી યોજી ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

 

Leave a Reply

%d bloggers like this: