રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. આથી ખેડૂતો પાક વીમાની સહાયની માગ કરી રહ્યા છે. જેને લઈને અમરેલી ખાતે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ ખેડૂતોને માટે મોટું નિવેદન આપ્યું છે
દિલીપ સંઘાણીએ કહ્યું કે, વીમા કંપનીઓએ સરકાર સાથે એકવાર MOU કર્યા બાદ વીમો આપવો જ પડે. વીમા કંપની ઉંચા હાથ કરે કે નીચા તેઓને વીમો આપવો જ પડશે. MOU કર્યા બાદ વીમા કંપનીઓ છટકી શકે નહિ. જો કે સરકારે ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી છે. જેને લઈને દિલીપ સંઘાણીએ PM નરેન્દ્ર મોદી અને CM વિજય રૂપાણીને અભિનંદન આપ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા 4 લાખ ખેડૂતો માટે 700 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતું. ત્યારે કમોસમી વરસાદના નુકશાન પેટે આ રકમ ચૂકવાશે. પાક વીમાની રકમ સિવાયની સહાય પણ રાજ્ય સરકાર કરશે.
પાક નુકશાનનીને લઈને ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં 33 ટકાથી ઓછું નુકસાનના ધારા ધોરણ નક્કી થશે. ઓછા નુકસાનની વળતર માટેની ટકાવારી નક્કી કરાશે. SDRFના ધારાધોરણ સિવાયની સહાય નક્કી થશે. બજેટમાંથી ખેડૂતોને કેટલું વળતર આપવું તે નક્કી થશે. બેઠકમાં પાક નુકસાનની ટકાવારી નક્કી થશે. ઓછા નુકસાની ટકાવારી નક્કી કર્યા બાદ વળતર ચૂકવાશે.
પોસ્ટપસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.