14 નવેમ્બર 2019 : આજનો દિવસ આપના માટે કેવો રહેશે જાણો

જ્યોતિષ ગણના અનુસાર આજનો દીવસ તમારા માટે ખૂબ શુભ રહેવાનો છે અને આ રાશિ વાળા લોકોને તેમના પરિવાર તરફથી પૂરો સાથ સહકાર મળશે. જેથી તેમની આજનો દિવસ સુખ શાંતિથી પસાર થવાનો છે.

મેષ રાશિ

તમારો આજનો દિવસ આનંદથી ભરેલો રહેશે, તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે, આજે તમને તમામ કાર્યમાં સફળતા મળશે. ઘરનું વાતાવરણ આનંદમય રહેશે, મામાના ઘર તરફથી લાભ થશે અને સારા સમાચાર મળશે. આર્થિક લાભ થશે. મિત્રોની સાથે પ્રવાસનો યોગ છે. તેમના તરફથી ભેટ પણ મળશે.

વૃષભ રાશિ

આજે તમને અનેક પ્રકારની ચિંતા સતાવશે અને તબિયત પણ સારી નહીં રહે, પરિવારના લોકોની સાથે મતભેદ થવાના કારણે ઘરમાં ઝઘડાઓ થઈ શકે છે. આજે કાર્યો અધૂરા રહેશે. આજે વધુ ખર્ચાઓ પણ થઈ શકે છે. આજે તમે જે કામ કર્યું હશે તેનું સંતોષકારક પરિણામ નહીં મળે. આજે વિચાર્યા વિના કોઈ નિર્ણય લેવો નહીં.

મિથુન રાશિ

આજના દિવસે વેપારીઓ વધુ ખુશ જોવા મળશે. નોકરી કરતા લોકો માટે આજે પ્રમોશનનો યોગ છે. પરિવારમાં મૈત્રીપૂર્ણ વાતાવરણ જોવા મળશે. ઘરમાં આજે તમે વધુ ડેકોરેશન કરશો. માતા તરફથી લાભ મળશે. આજે તમારી તબિયત સારી રહેશે. ધન અને સન્માનમાં વૃધ્ધિ થશે.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે શુભ છે, આજે નોકરી કરતા લોકો માટે પ્રમોશનનો યોગ છે. પરિવારમાં આનંદમય વાતાવરણ જોવા મળશે. ઘરમાં આજે તમે વધુ ડેકોરેશન કરશો. માતા તરફથી લાભ મળશે. આજે તમારી તબિયત સારી રહેશે. ધન અને સન્માનમાં વૃધ્ધિ થશે.

સિંહ રાશિ

આજનો દિવસ આળસ અને થાકમાં પસાર થશે. આજે તમારા મનમાં વ્યાકુળતા જોવા મળશે. પેટની તકલીફ આજે તમને જોવા મળશે. સફળતા પ્રાપ્ત કરવા માટે વધુ પરિશ્રમ કરવો પડશે. સંકટજનક વિચાર, વર્તન અને આયોજનથી દૂર રહો. ધાર્મિક યાત્રા અને પ્રવાસની સંભાવના છે. ક્રોધ પર સંયમ જાળવો.

કન્યા રાશિ

આજે તમે ખાણીપીણીમાં ધ્યાન રાખજો, આજે તમારામાં આવેશ અને ક્રોધ વધુ માત્રામાં જોવા મળશે, આજે તબિયત સાચવવી. વાણી પર સંયમ જાળવો. અનૈતિક કૃત્યોથી દૂર રહો. સરકાર વિરોધી પ્રવૃત્તિઓના કારણે સમસ્યાઓ સર્જાશે. ખર્ચ વધુ થશે.

તુલા રાશિ

આજે તમે જીવનનો આનંદ સાચા અર્થમાં માણી શકો છો. પરિવારના લોકોની સાથે સામાજિક હેતુથી બહાર જવાનું થશે. નાના પ્રવાસનું આયોજન થશે. વેપારીઓ માટે આજે વૃધ્ધિનો યોગ છે. સામાજિક ક્ષેત્રે સફળતા મળશે. આકસ્મિક ધનલાભ થશે.

વૃશ્ચિક રાશિ

આજે તમારા પરિવારમાં આનંદ-ઉલ્લાસ જોવા મળશે. તનમાં ચેતના જોવા મળશે. દોસ્તના રૂપમાં છુપાયેલા શત્રુ તેમના પ્રયાસમાં નિષ્ફળ રહેશે. ઓફિસમાં સહકર્મીઓ તરફથી સહયોગ મળશે. સ્ત્રી મિત્રોની સાથે આજે મુલાકાતનો યોગ છે અને આનંદમાં પણ વૃધ્ધિ થશે. આર્થિક લાભના સંકેત છે અને તમામ અધૂરા કાર્યો પૂરા થશે. બીમારીઓથી પીડાતા લોકોને રાહત મળશે.

ધન રાશિ

આજે ગુસ્સા પર નિયંત્રણ રાખવું. પેટ સંબંધિત બીમારીઓ જોવા મળશે. આજે કાર્યોમાં સફળતા નહીં મળવાથી નિરાશા મળશે. સાહિત્યના ક્ષેત્રમાં રુચિ જોવા મળશે. સંતાન પ્રત્યે ચિંતા જોવા મળશે. પ્રવાસ આજે ટાળવો.

મકર રાશિ

આજે તમારામાં ઉત્સાહનો અભાવ જોવા મળશે. પરિવારના લોકોની સાથે ઝઘડો અથવા નિરર્થક ચર્ચાના પ્રસંગો બનશે. તમારું મન ચિંતામાં ડૂબેલું જોવા મળશે. આજે સફળતા નહીં મળે. આજે ઊંઘ પૂરી નહીં થવાના લીધે શરીર બગડશે.

કુંભ રાશિ

આજે મનમાંથી ચિંતા દૂર થવાના કારણે તમે શાંતિ અનુભવશો. આજે તબિયત સારી રહેશે. ભાઈ-બહેનોની સાથે સંબંધોમાં મધુરતા જોવા મળશે. નાના પ્રવાસની સંભાવનાઓ છે.

મીન રાશિ

આજે નકારાત્મક વિચારોથી દૂર રહેવું, ક્રોધ અને વાણી પર સંયમ જાળવો. વાદ-વિવાદ અને ઝઘડાઓ ટાળો. ભોજન પર સંયમ જાળવો. શરીર સારું રહેશે.આજે સંઘર્ષનો અંત સુખદ આવશે. વિરોધી સક્રિય થશે અને તમને નુક્સાન પહોંચાડવાના પ્રયાસ કરશે. જીવનસાથી અને સંતાનથી લાભ મળશે.

પોસ્ટપસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: