શા માટે સાબુનો રંગ કોઈપણ હોય તેમાંથી ફીણ નીકળશે સફેદ ? જાણો તેનું કારણ

સાબુનો ઉપયોગ તો દરેક વ્યક્તિ કરે છે. દિવસ દરમિયાન અલગ અલગ કામ માટે અલગ અલગ પ્રકારના સાબુનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાબુનો ઉપયોગ અલગ હોય છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેમાંથી ફીણ એકસરખા જ નીકળે છે? જી હાં જે સાબુનો રંગ પણ સફેદ ન હોય તેમાંથી પણ ફીણ તો સફેદ જ નીકળશે. આવું શા માટે થાય છે ચાલો તમને જણાવીએ.

સાબુમાંથી નીકળતા સફેદ ફીણ પાછળ શું વિજ્ઞાન છે તે જાણી લો. જે કારણથી કોઈપણ વસ્તુ રંગ ગ્રહણ કરે છે તેનો કોઈ રંગ હોતો નથી. પરંતુ પ્રકાશના કારણે તે ખાસ રંગ દેખાય છે. ઉલ્લેખનીય છે કે કોઈપણ વસ્તુ જે રંગને પરાવર્તિત એટલે કે રિફ્લેક્ટ કરે છે તે તેવા જ રંગની દેખાય છે.

 

તમને વિજ્ઞાનનો તે નિયમ તો યાદ જ હશે કે જે વસ્તુ તમામ રંગોને અવશોષિત કરી શકે છે તે કાળી દેખાય છે. તેવી જ રીતે જે તમામ રંગોને રિફ્લેક્ટ કરે છે તે સફેદ રંગની દેખાય છે. સાબુના ફીણ પણ તમામ રંગને રિફ્લેક્ટ કરે છે. ફીણ નાના પરપોટાથી બને છે. આ પરપોટા સરળતાથી પ્રકારશને પરાવર્તિત કરે છે તેથી તે સફેદ રંગના દેખાય છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: