અંકલેશ્વરના બ્રહ્મભટ્ટ પરિવારની પર્યાવરણ બચાવવા માટેની અનોખી પહેલ : લગ્ન કંકોત્રી સાથે રોપા આપી વૃક્ષ ઉછેરવા અપીલ

અંકલેશ્વર જીઆઈડીસીના બ્રહ્મભટ્ટ પરિવારે લગ્ન કંકોતરી સાથે પર્યાવરણ બચાવોની અનોખી પહેલ કરી છે. ઘરમાં આગામી સમયમાં થવા જઈ રહેલા લગ્ન પ્રસંગની લગ્નની કંકોત્રી લખાય રહી છે ત્યારે સબંધીઓને કંકોતરી સાથે રોપા આપી તેનો ઉછેર કરવા અપીલ કરી રહ્યા છે. ક્લાઈમેટ ચેન્જની અસરને લઈને તથા ઝાડમાંથી બનેલા કંકોત્રીના પેપરનો ઉપયોગ કરી પરત કરવાના વિચાર સાથે રોપાનું વિતરણ કર્યું હતું.

અંકલેશ્વર જીઆઇડીસીની ગટ્ટુ ચોકડી પાસે આવેલા આશીર્વાદ ફ્લેટ્સમાં રહેતા મનોજ બ્રહ્મભટ્ટને ત્યાં પુત્ર પ્રતીકનાં લગ્ન લખાયાં છે. જેને લઈને પરિવારમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વરસાદની સીઝન મોડી શરૂઆત અને શિયાળામાં પણ વરસાદનાં ઝાપટાં તેમજ ગરમીના પ્રકોપને લઇ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કલાઇમેટ ચેન્જની આ અસરને લઇ પરિવારે ચિંતા વ્યકત કરતાં આ પાછળ ઘટતાં વૃક્ષોની સંખ્યાને કારણભૂત ગણાવી છે. જેને લઈને નિષ્કર્ષ રૂપે પરિવારે લગ્નની કંકોત્રી સાથે દરેક પરિવારને એક છોડ આપવાનો વિચાર સ્ફૂર્યો હતો. તેમજ લગ્નની કંકોત્રી પેપર કે પુઠ્ઠાં જેપણ હોય છે તે વૃક્ષમાંથી બનતા હોય છે. ત્યારે વૃક્ષ કાપીને નિર્માણ થતાં આ પેપરોને પરત કરવાના આશ્રય સાથે લગ્નની અંદાજિત 400 થી વધુ કંકોત્રી સાથે દરેક પરિવારને એક વૃક્ષના રોપાનું વિતકરણ કર્યું હતું.

આ પરિવારે અમદાવાદ, સુરત, વડોદરા સહિત અન્ય જિલ્લાના પોતાના સંબંધીઓના ઘરે જઈને રૂબરૂમાં રોપા સાથે કંકોતરી આપી વૃક્ષનું જતન કરવા અપીલ કરી હતી. પરિવારના સભ્ય એવા અમિષાબેન બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જની અસરને ઋતુચક્રમાં થયેલ ફેરફારથી આપણા પર્યાવરણની સમતુલા જે બગડી છે. તેનું મુખ્ય કારણ વૃક્ષોનું નિકંદન છે. ત્યારે લોકો વૃક્ષો વાવે અને તેનો ઉછેર કરે તેવા ઉદ્દેશ્ય સાથે અમે કંકોતરી સાથે રોપા વિતરણ કરવાનું વિચાર્યું હતું. હાલમાં કંકોતરી વિતરણ માટે દિવસ દરમિયાન જે વિસ્તારમાં જવાનું હોય ત્યાં જેટલાં સંબંધી રહેતા હોય તેમના માટે રોપા પણ અમે અંકલેશ્વરથી જ અમારી કારમાં લઈને જઈએ છીએ. અને કંકોતરી સાથે રોપા આપી વૃક્ષો રોપણ સાથે તેનાં જતન માટે સંબંધીઓને અપીલ કરીએ છીએ.

પોસ્ટપસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: