ચાલો જાણીએ, સુરતી ઘારીનો વિષે

ઘારી એક જાતની મિઠાઈનો પ્રકાર છે. ઘારી વિશેષ કરીને સુરતી મિઠાઈ છે. ઘારીનો ઉદભવ અને પ્રસાર સુરતમાં થયો હતો. ઘારી મુખ્યત્વે દૂધનાં માવામાંથી બનતી મિઠાઈ છે, તે ઉપરાંત ઘી, રવો, મેંદો તેમજ સુકો મેવો પણ ઘારી બનાવવામાં વાપરવામાં આવે છે.

ઇતિહાસ :

ઇ.સ 1836માં સુરતમાં નિર્મળદાસજી નામના સંત દ્વારા કોટસફીલ રોડ પર આવેલા શેષનારાયણ મંદિરમાં એક મઠની સ્થાપના કરવામાં આવી હતી. જ્યાં દેવશંકરભાઇ શુકલ નામના વ્યક્તિ દ્વારા તેમને મળેલા અનાજમાંથી સંત નિર્મળદાસજીના મઠમાં રસોઇ કરી જમાડતા હતા. સંત નિર્મળદાસજીએ દેવશંકરભાઇને વિશિષ્ટ પ્રકારની મીઠાઇ બનાવવાની રીત શીખવાડી હતી.

આ મિઠાઇને ઘારી નામ આપ્યુ હતું. ત્યાર બાદ દેવશંકરભાઇએ ગુરુ દ્વારા શીખવવામાં આવેલા મીઠાઈની પદ્ધતિ બાદ ઇ.સ. 1838માં લાલગેટ ખાતે સૌ પ્રથમ ઘારી અને ફરસાણની દુકાન શરૂ કરી હતી. તે સમયે આઝાદીની ચળવળ ચાલી રહી હતી. ઈ.સ.1857ના અંગ્રેજો સામે મોરચો ખોલનાર વિપ્લવ અને તાત્યા ટોપે અને તેમના સૈન્યે પણ ઘારી ખાધી હતી અને તે દિવસ આસો વદ પડવો હતો અને ત્યારથી જ ચંદની પડવાના દિવસે ઘારી ખાવાની પ્રથા શરુ થઇ હતી.

સંસ્કૃતિમાં ઘારી :

સુરતમાં આસો વદ એકમના દિવસે ખાસ ઘારી ખાવાનો રીવાજ ઘણાં વર્ષોથી ચાલ્યો આવે છે, જે ચાંદની પડવો તરીકે ઓળખાય છે. એ દિવસે લોકો ખાસ કરીને સાંજે ઘારી ખાય છે. ઘારી એ મિઠાઈ હોવાથી તેની સાથે તીખી વસ્તુ જેવી કે ફરસાણ વગેરે પણ લેવામાં આવે છે.

ચાંદની પડવાની સાંજે ઘરનાં તમામ સભ્યો સાથે બેસીને ઘારી-ભુસુ આરોગે છે. ઘણા લોકો પોતાની અગાશીમાં બેસી ચાંદની રાતની મઝા માણતા જઈને ઘારી ખાવાનો કાર્યક્રમ પણ ગોઠવે છે, તો ઘણાં ઘરેથી બહાર જઇ બાગ-બગીચામાં અથવા નદી કે દરીયાકિનારે પણ જાય છે. આ રીતે લોકો સમુહભોજનનો આનંદ મેળવે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: