જાણો, વાંસ ના વૃક્ષ ના અદભૂત ફાયદાઓ

વાંસ ને બંબૂ કહેવાય છે, વાંસ ખુબજ ઉપયોગી વસ્તુ છે, વાંસના બનેલા સામાન, (furniture) આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતાં હોઈએ છીએ, વાંસ મકાન બનાવવા માં ઉપયોગી થાય છે, બીજી વાંસની એક મોટી ખાસિયત એ છેકે લાકડાની સરખામણીમાં વાંસ જલ્દી સડતું નથી અને જલ્દી ફૂલતું નથી જલ્દી ભાંગતું પણ નથી અને તાકવામાં ખુબજ મજબૂત હોય છે. બીજું આપણે મિત્રો વધારે જાણીએ વાંસ વિષે તો એ આયુર્વેદિક ઔષધિ ગુણ ધરાવે છે, અને ઘણા રોગો એવા છે જેમાં વાંસ(બાંબૂ)નો ઉપયોગ ફાયદા કારક રહે છે.

વાંસની કાચી ડાળીયો (bamboo shoots)એની કુપણોમાં પ્રોટીન, વિટામિન A, વિટામિન B6, કેલ્સિયમ, પોષક તત્વો, અને મેગનેશિયમ, સોડિયમ, જિંક, સેલેનિયમ, જેવા ખનીજ તત્વ જોવા મળે છે. તદઉપરાંત વાંસમાં ૧૯ પ્રકારના એમીનો એસિડ જોવા મળે છે, જે વ્યક્તિ સ્વાસ્થય  માટે લાભદાયી નીવડે છે.

વાંસની કાચી ડાળીયો (bamboo shoots)માં ફેનોલીક એસિડ હોય છે જે એન્ટિઓક્સિડેટ નું કામ કરે છે. માનવા માં આવે છે કે વાંસની આ કુમળી ડાળીયોમાં જોવા મળતું(physiochemical)કેન્સર થી બચાવમાં ખુબજ ઉપયોગી કેમિકલ છે અને બીજી વસ્તુ એ કે હ્રદય ની ધમનીઓને સ્વસ્થ રાખે છે જેથી વ્યક્તિ ના હ્રદય પૂરતું શુધ્ધ લોહી પહોચે છે વ્યક્તિ ની ઉમર વધી જાય છે.

અલગ અલગ રોગમાં આયુર્વેદિક ઉપાય વાંસથી

જે લોકોને ને ઘણા સમય થી ખોટી ઉધરસ ના મટતી હોય એના માટે વાંસ ભગવાને દીધેલાં વરદાન જેવુ સાબિત થાય છે જો એને નિયમિત રીતે યોગ્ય ડોક્ટર ની સલાહ સાથે લેવામાં આવે તો થોડાજ સમયમાં તેના ફાયદા દેખાય છે, અને તેનું ઉધરસ દૂર થાય છે, તો વાંસનો કઈ રીતે કેવી રીતે અને કેટલા પ્રમાણમા કરવો એ મિત્રો આપણે જોઇયે. ઉધરસ ને  દૂર કરવા વાંસના રસને હળદર ના રસ સાથે, અને તેમાં મધ ભેળવીને પીવાથી ઉધરસમાં રાહત મળે છે અને વાંસના ફૂલને ૨-૩ ટીપાં રસ દિવસમાં ૩-૪ વાર કાનમાં નાખવાથી વ્યક્તિ નું બહેરા પણું દૂર થાય છે અને રોગી ને આરામ પણ મળે છે અને ધીરે ધીરે સંભળાય પણ છે.

 

વાંસની પાતળી ડાળીને દાતણ ની જેમ ઉપયોગ કરવાથી દાંતને લગતી તકલીફ અને દાંતના રોગો થતાં નથી અને તેને થતાં અટકાવે છે, મોઢામાં આવતી દુર્ગંધ, દાંતનો દુખાવો, દાંત નબળા પડવા વગેરે જેવી તકલીફ માં રાહત આપે છે અને દાંતને મજબૂત બનાવે છે લાંબા સમય સુધી.

વાંસ(બાંબૂ)ના બનેલા ખાદ્ય પદાર્થ જેવીકે વાંસનું શાક, વાંસનો મુરબ્બો, વાંસનું અથાણું ખાવાથી વજન ઘટે છે અને કોલેસ્ટ્રોલ ઘટે છે, અને બીપી અને ડાયાબિટીસ કાબુમાં રહે છે. જૂના અને મોટા વાંસની ગાઠોમાં સફેદ ક્રિસ્ટલ જેવા પદાર્થો જોવા મળે છે, જેને વંશલોચન(બાંબૂ મન્ના)પણ કહેવામા આવે છે. થડી પ્રકૃતિવાળા આ પદાર્થના ઘણા ફાયદા છે. વંશલોચન નો પ્રયોગ શરીર ને શક્તિવર્ધક, હ્રદય અને પેટને મજબૂત બનાવે છે.

વંશલોચન ઘણી આયુર્વેદિક દવાઓ જેવીકે કાયાકલ્પ વટી, ચંદ્રપ્રભા વટી, શીતોપલાદી ચૂર્ણ જેવુ બનાવમાં તેનો પ્રયોગ થાય છે. વંશલોચન પેટના અલ્સર, વાળ વધારવામાં અને મજબૂત બનાવમાં, શરદી-ઉધરસમાં, લોહીમાં બગાડમાં, અસ્થમા માં, અને ગઠિયા રોગમાં ઘણો ફાયદા કારક હોય છે. વાંસ આ બધા રોગોમાં ખુબજ અગત્યનો ભાગ ભજવે છે અને અને આ બધા રોગો માં રાહત આપે છે અને સાથો સાથે વ્યક્તિ ને આવા બધા રોગ માથી જડમૂળ માથી રાહત આપે છે આથી દરેક વ્યક્તિ એ વાસ નો ઉપયોગ રોજિંદા જીવનમાં કરવો જોઇયે અને જે વ્યક્તિ ને કે લોકોને આના ફાયદા ની કે વાંસ વિશે કાઇપણ ખબર ના હોઇતો તેને માહિતગર કરવા જોઇયે. જેથી વધારેમાં વધારે લોકો આનો લાભ લઈ શકે અને જેટલો આનો પ્રચાર થશે અને લોકો આના વિશે જાણશે અને માહિતગાર થશે એટલું સારું છે.

બીજી વાસ વિષે જાણવા જેવી વાત બીજી એ છે કે વાંસને ઘરના આંગણા માં લગાડવાથી ખરાબ ઉર્જા(negative energy)ઘરથી દૂર રહે છે અને ઘરમાં આવવા નથી તે વાંસને ઘર આંગણા જરૂર લગાડવું જોઇયે. બીજું વાંસને ઘરમાં લગાડવા થી તમારા ઘરનું વાતાવરણ એકદમ અલગ થઈ જાય છે અને અને તમને અલગ જ સ્ફૂર્તિ ની અનુભૂતિ થાય છે અને અને તમને રોજે અલગ પ્રકાર ની ઉર્જા પણ મળે છે જેથી વયક્તિ આખા દિવસમાં શક્તિ અને સ્ફૂર્તિ થી કામ કરી શકે છે અને તેને થાક નથી લાગતો, તો આ હતા મિત્રો વાંસના રોજિંદા જીવનમાં ઉપયોગ કરવાથી થતાં ફાયદા.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: