જાણો, પૂનનર્વા ના છોડ ના અદભૂત ફાયદાઓ

આજે અમે તમને એવા ઔષધિ ગુણ વિષેના વૃક્ષ માટેની જાણકારી આપીએ છીએ. જે ક્યારેય આપણાં ઘર-બાગના, બગીચા, ખેતરો અને મેદાનોમાં તમારા પગ નીચે કચડાઈ જાય છે. આ વૃક્ષના ઔષધિય નામ છે બોરહબિયા ડિફ્યુજા, જેને ભારતમાં પુનનર્વાના નામથી ઓળખવામાં આવે છે. પુનનર્વાનું  અર્થ થાય છે ફરીથી નવું કરી દેવું. પુનનર્વાના વૃક્ષ એક એવું વૃક્ષ છે જે દર વર્ષે નવા થઈ જાય છે. એટલે આને પુનનર્વા  કહે છે. આ ગ્રીષ્મ ઋતુમાં સુખાય જાય છે. અને વરસાદની ઋતુમાં આવવા થી ફરીથી શાખાઓ આવવા લાગે છે. અને આ પોતાની મૃત અવસ્થાથી જીવીત અવસ્થામાં આવવા લાગે છે. આથી ઋષિમુનિઓ એ આને પૂનનર્વા નામ આપ્યું છે.

આ આફ્રિકા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, મ્યાન્માર, ચીન, ભારત જેવા અનેક સ્થળોએ જોવા મળે છે. ભારતમાં ખાસ કરીને ગરમ પ્રદેશોમાં આ વધારે જોવા મળે છે. આની ત્રણ જાતિ છે. સફેદ ફૂલવરીને વિશખપરાં, લાલ ફૂલવળીને સાથી અને લીલા ફૂલ વારાને પૂનનર્વા કહે છે.

પૂનનર્વાના ફાયદા :

યુવા બનાવવામાં માટે ફાયદાકારક :

આયુર્વેદ અનુસાર આ વૃક્ષની એ ક્ષમતા છે કે આના સેવનથી વ્યક્તિ પોતાને પુનઃ જવાન બનાવી શકે છે. મધ્યપ્રદેશમાં પાલકોટના આદિવાસી જવાની વધારવાની દવાના રૂપમાં ઉપયોગ કરે છે. પૂનનર્વાની 2 ચમચી તાજા જડનો રસ 2-3 મહિના સુધી રોજ સેવન કરવાથી  વ્યક્તિ પણ યુવાન ની જેમ મહેસુસ કરે છે.

કમળા માં ફાયદાકારક :

કમળાના રોગમા આંખો અને શરીરનો રંગ બદલાયને પીળા કલરનું થઇ જાય છે. પેશાબ પીળા રંગનું, તાવ અને કમજોરી જેવા લક્ષણ જોવા મળે છે. પુનનર્વાનું પંચાગ- જડ, છાલ, પાન, ફૂલ, અને બીજ મધ અથવા સાકર સાથે મિક્ષ કરો. અને આનો રસ અથવા ઉકાળો  પીવો. પુનનર્વા એક સંપૂર્ણ વૃક્ષના રસમાં હરદાના ફળ મિક્ષ કરીને પીવાથી ખૂબ લાભ થાય છે. સવારે- સાંજે પુનનર્વાની 3-4 જડને ધોઈ અને આ જડોનું પેસ્ટ બનાવો. આ પેસ્ટ થોડા પાણી અને ખાંડ માં મિક્ષ કરી સેવન કરો. પુનનર્વાનો સ્વાદ કડવો હોય છે એટલે આ પેસ્ટમાં કડવાપન દૂર કરવા માટે ખાડ નાખી શકાય છે.

લિવર માટે ફાયદેકારક :

આપણાં દેશમાં હેપેટાઈટિસ એ, હેપેટાઈટિસ બી, હેપેટાઈટિસ સી, અને હેપેટાઈટિસ ઇનું વાયરસ જોવા મળે છે. વિષાણુથી થવાને કારણે આ વાયરસને હેપોતાઈટિસ કહે છે. પુનનર્વાનો ઉપયોગ લિવરને સાફ કરવા માટે કરવામાં આવે છે. જો કોઈ સમસ્યા શરીરમાં પ્રવેશ કરે તો સોથી વધારે નુકશાન લિવરમાં થાય છે. જેના કારણે વ્યક્તિમાં થકાવટ અને સુસ્તીનો અનુભવ થાય છે. લિવરની કોઈ સમસ્યાનું પ્રથમ ચરણમાં પુનનર્વાનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. કેમ કે આ શરીરનું સ્વાસ્થય અને સહનશક્તિ સુધારવામાં મદદ કરે છે. આ જડી બુટી, હેપેટાઇસ, કમળા, એનીમિયા, અને એનોરેક્સિયા જેવા રોગોથી લડે છે. લિવર પર સોજો આવતા ત્રણ ગ્રામ પુનનર્વાની જડ, ચાર ગ્રામ સહજનની છાલને લઈ પાણીમાં ઉકાળી રોગીને આપવામાં આવે તો ખૂબ લાભ થાય છે.

પુનનર્વાનું લાભ આંખો માટે :

આંખો ફૂલી જવાથી અથવા સોજો આવવા થી પુનનર્વાની જડ ઘી માં ઘસીને આંખો પર લગાવો. સોજા માં રાહત મળે છે. પુનનર્વાની જડને મધ અથવા દૂધમાં ઘસીને લગાવવાથી આંખો ની ખજવાળ દૂર થાય છે. આંખો માથી પાણી આવવા થી પુનનર્વાની જડને મધ સાથે ઘસીને લાગવાવથી આ સમસ્યા દૂર થાય છે. પુનનર્વાની જડને ઘસીને આંખો પર લગાવવાથી રંતાઅંધારા ની સમસ્યા દૂર થાય છે. મોતિયાબિંદ માટે પુનનર્વાની જડ પાણી સાથે વાટી લેવું. હવે આ પેસ્ટને આઇલાઇનરની જેમ લગાવવું. આનો રોજ ઉપયોગ કરવાથી મોતિયાબિંદ દૂર થઈ જાય છે.

કિડની માટે પુનનર્વાનો ઉયપયોગ :

પુનનર્વાના ઉપયોગથી ફક્ત કિડની સાફ થતી નથી પરંતુ પુનનર્વાના ઉપયોગથી કિડનીની પથરીથી છુટકારો મળી શકે છે. આના માટે તમે સપૂર્ણ પુનનર્વાના વૃક્ષ નો ઉકાળો બનાવો અને 10-20 ગ્રામ ઉકાળા નો રોજ ઉપયોગ કરો, આ કિડની સબધિત સમસ્યાના ઈલાજ માટે ખુબ જ ફાયદાકારક છે.

પુનનર્વાની જડનો ઉપયોગ પ્રોસ્ટેટ માટે :

પ્રોસ્ટેટ આપણાં શરીરની એક નાની ગ્રંથિ હોય છે જેનો આકાર અખરોટ જેવો હોય છે. આ પુરુષમાં મૂત્રાશય નીચે અને મૂત્રનળીની આજુબાજુ સ્થિત હોય છે. 50 વર્ષની ઉમર પછી પ્રોસ્ટેટની સમસ્યા સામાન્ય થઈ જાય છે. પ્રોસ્ટેટ ગ્રંથિની વૃધ્ધિ થઈ જવાથી પુનનર્વાની જડોનું ચૂર્ણનું સેવન લાભદાયી હોય છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: