જાણો, અર્જુન ના વૃક્ષ ના અદભૂત ફાયદાઓ

અર્જુનનું ઝાડ ભારતની સાથે-સાથે પાકિસ્તાન, શ્રીલંકા અને મ્યાનમાર અને ઘણા એશિયાના દેશોમાં જોવા મળે છે. અર્જુનના ઝાડની ઊચાઇ 25 મીટર જેટલી હોય છે. અર્જુનના ઝાડની છાલ ચીકણી અને સ્લેટી રંગની હૉય છે, તેના પાન 5-14, 2-4.5 સેમી જેટલા હોય છે. અને તેનો આકાર ઈંડા જેવો હોય છે.તેને ધવલ, કુકુભ, અને નાડીસાજ નામથી પણ જાણવામાં આવે છે. તેનું વનસ્પતિ જગતમાં તેનું ટરમીનેલિયા અર્જુન નામથી ઓળખવામાં આવે છે. તે એક સદાબહાર ઝાડ છે તેને અલગ–અલગ ભાષામાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. જેમકે સંષ્કૃત માં કકુભ, હિન્દીમાં અર્જુન, મરાઠી માં અર્જુન સાદડા, ગુજરાતીમાં સાદડો, અંગ્રેજીમાં અર્જુના તરીકે ઓળખવામાં આવે છે.

અર્જુનની છાલના ફાયદા

અર્જુનની છાલ હદય રોગમાં ફાયદાકારક છે

અર્જુનની છાલ હદયના દરેક રોગની સારવાર માટે ફાયદાકારક છે. તે હ્રદય ના ઓછા ધબકારાના સંકુચન ને દૂર કરે છે. તેનાથી હદયના સોજા ને દૂર થાય છે. અર્જુનની છાલથી હ્રદય ને તાકાત મળે છે. અર્જુનની છાલ અને જંગલી ડુંગળી ને સમાન માત્રા માં લઈને તેનું ચૂર્ણ બનાવો. અને તે ચૂર્ણને રોજ અડધી ચમચી દૂધ સાથે પીવાથી હ્રદય ને લગતા દરેક રોગમાં રાહત મળે છે. તેનાથી શરીરની માંસપેશીઓ પણ મજબૂત થાય છે.

અર્જુનની છાલનો પાઉડર ડાયાબીટીસ માટે ફાયદાકારક છે

અર્જુનની છાલનું ચૂર્ણ અને દેશી જાંબુના બીજ ના ચૂર્ણને સરખા પ્રમાણમા લઈને તેને મિક્ષ કરીને રોજ રાતે સૂતા પહેલા અડધી ચમચી ચૂર્ણ થોડા ગરમ પાણીમાં મેળવીને પીવું. તેમ કરવાથી ડાયાબિટીસ ના રોગમાં ફાયદો થાય છે. અર્જુનના ઝાડની છાલ, કદમ્બની છાલ, અને જાંબુની છાલ તથા અજમાને સરખા પ્રમાણમાં લઈને મોટુ-મોટું પીસી લેવું. તેમાથી 25 ગ્રામ પાઉડર લઈને, અડધો લિટર પાણીમાં ગરમ કરીને ઉકાળો બનાવીને સવાર-સાંજ 3 થી 4 અઠવાડીયા સુધી પીવાથી ડાયાબિટીસમા ફાયદો થાય છે.

અર્જુનની છાલથી વજન ઘટાડવામાં ફાયદાકારક છે

જો તમે વધારે પડતાં શરીરથી ટેન્શનમાં છો તો અર્જુનની છાલનો ઉકાળો પીવાથી ઘણો ફાયદો થાય છે. ખાલી 1 માહિનામાં તેની અસર ઘણી ફાયદા રૂપ થાય છે. અર્જુનની છાલનો ઉકાળો સવારે અને સાંજે પીવાથી શરીરની વધારાની ચરબીમાં ઘટાડો થાય છે. વધારે વજનના કારણે અનેક બીમારી થવાની શકયતા રહે છે. રોજ ગ્રીન ટી પીવાથી પણ શરીરમાં જમા થયેલ ચરબી દૂર થાય છે.

અર્જુનની છાલ ચામડી માટે ખુબજ ફાયદાકારક છે

અર્જુનની છાલ માંથી બનાવેલ લેપનો ઉપયોગ કરવાથી ચામડી માથી દાગ દૂર થાય છે. અને ચામડી ચમકદાર બને અને સારી દેખાવ લાગે છે. તેનો ઉપયોગ કરવા માટે અર્જુનની છાલ, બદામ, હળદર, અને કપૂર ને સરખા પ્રમાણમાં લઈને તેને પીસી લ્યો. પછી તેને લેપની જેમ મોઢા પર લગાવો. તેનાથી ચામડીના દરેક નાના જીવાણુ મરે છે અને ચામડીને સ્વચ્છ રાખે છે.

અર્જુનની છાલ ઉધરસ માટે ફાયદાકારક છે

અર્જુનની છાલને સૂકવીને તેને વાટીને જીણું ચૂર્ણ બનાવો. અને તાજા અરડૂસીના પાનનો રસ કાઢવો. પછી તે અરડૂસીના રસને બનાવેલ ચૂર્ણમાં ભેળવીને સૂકવી લો. આવું સાત વાર ચૂર્ણને સૂકવીને બનાવેલું પેકને બંધ બોટલમાં ભરી લો. આ બનાવેલા ચૂર્ણને 3 ગ્રામ ની માત્રા માં મધમાં મિક્ષ કરીને ચાટવાથી દર્દીને ઉધરસમા ઘણો ફાયદો થાય છે. અને હળદર અને મધની ગોળી બનાવીને ખાવાથી પણ ઉધરસમાં આરામ મળે છે.

અર્જુનની છાલથી દરેક પ્રકારના સોજા દૂર કરવા માટે

અર્જુનની છાલનો ઉપયોગ દરેક પ્રકારના સોજાને દૂર કરવા માટે થાય છે. અર્જુનની છાલને જીણું ચૂર્ણ 5 ગ્રામથી 10 ગ્રામ જેટલું દૂધમાં પકવીને ખાવાથી હદય મજબૂત થાય છે અને તેનાથી ઉત્પન્ન થનાર સોજા પણ દૂર થાય છે. અંદાજે 3 ગ્રામની માત્ત્રા માં અર્જુનની છાલનો સૂકૂ થયેલ ચૂર્ણ ખાવાથી શરીરમાં થયેલ સોજો દૂર થાય છે. પેટની તકલીફ માટે પેશાબને વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. હ્રદય રોગના વધારાથી શરીરમાં અનેક અંગોમા પાણીનો ભરાવો અને સોજો આવવાથી અર્જુનની છાલના ચૂર્ણનો ઉપયોગ કરવામાં આવે છે.

અર્જુનની છાલનો મોઢામાં પડેલ ચાંદામાં ફાયદાકારક

મુખની તકલીફો દૂર કરવા માટે તાજી અર્જુનની છાલનો ઉકાળો પીવાથી ઘણો ફાયદો થાય છે. નારિયલના તેલમાં અર્જુનની છાલનું ચૂર્ણ મિક્ષ કરી મોઢામાં પડેલ ચાંદા પર લગાવવાથી જલ્દી સારું થાય છે. અર્જુનના ચૂર્ણને ગોળ સાથે ખાવાથી તાવમાં રાહત મળે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: