સુરત : વરાછાના સામાજિક ગ્રુપ સંવેદના દ્વારા બિહારના પૂર ગ્રસ્ત વિસ્તારમાં ૧૦ લાખની ચીજવસ્તુ મોકલાઈ

ગત ચોમાસુ સીઝનમાં ભારે વરસાદના કારણે બિહાર રાજ્યના વિવિધ જિલ્લાના ગામડાઓમાં પુર ની નદીઓ વહેતી થતાં મોટી સંખ્યામાં તારાજી સર્જાઇ હતી. લાખોની સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા પડ્યા હતા. પૂરમાં સંખ્યાબંધ પરિવારો નો આશરો પણ છીનવાઈ ગયો હતો. બિહાર પૂરગ્રસ્તોની સહાયતા સુરતની વિવિધ સંસ્થા સંગઠનોએ આગળ આવીને અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ કપડાં વગેરેની વ્યવસ્થા કરી હતી.

વરાછા વિસ્તારમાં વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃતિ કરનાર સંવેદના ગ્રુપ દ્વારા બિહાર પૂરગ્રસ્તોની સહાયતા માટે ૧૦ લાખ જેટલી ચીજવસ્તુઓ બિહાર મોકલી હતી. જેમાં પાંચ હજાર જેટલા કપડાં તેમજ અનાજ કરિયાણાના કીટ અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ દિવાળીને લઈને બાળકો માટે મીઠાઈ ચોકલેટ વગેરે ચીજવસ્તુઓ મોકલવામાં આવી હતી .

જે સંસ્થાના યુવાનો એ બિહાર બીજા સાથે રહીને બિહારના દરભંગા,કિશનગંજ,શિવહર,ગયા,મધુબની જિલ્લાના વિવિધ ગામડાઓમાં અસરગ્રસ્તો સુધી પહોંચાડી હતી. સંવેદના ગ્રુપના સંદીપ ગોરસીયા એ જણાવ્યું હતું કે બિહાર પૂરગ્રસ્તોની સહાયતા માટે સોશિયલ મીડિયામાં અપીલ કરાઇ હતી જેને લઇને મોટી સંખ્યામાં કપડાં તેમજ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની સહાય આવી હતી

બિહાર પૂર પીડીતો માટે સુરતથી સંવેદના સંસ્થા દ્રારા જેના પ્રમુખ છે સંદીપ ગોરસીયા હાલ માં 5000 કપડાં ની જોડી ચાદર જીવનજરૂરિતાત 1000 બોક્સ ચોકલૅટ કેડબરી,અનાજ કીટ ,મેડિકલ કીટ,તેલ ,સાબુ નાના બાળકો માટે રમકડાં મોકલ છે ટોટલ 8 જિલ્લા માં મોકલાવેલ છે જેવા કે કિશનગંજ શિયોહર ,ગયા ,મુઝફર ,દરભંગા ,મધુબની ,સુપૌલ અને 10 લાખ રૂપિયા નો માલ મોકલાવેલ છે..

અલગ અલગ વિસ્તાર માંથી કપડાં ભેગા કરેલા અને બીજું વસ્તુ નવી મોકલ છે કપડાં ભેગા કરવામાં પ્રતીક ,બિંદેશ ,રાજેશ ,વિશાલ ,પિયુષ ,જીગ્નેશ ભાઈ સહયોગ હતો..ખૂબ સરસ કામ છે..આજે બધા ને વાતો કરતા આવડે છે પણ જરૂરિયાત મંદ લોકો ને મદદ કરી ને ખરાઅર્થ માં દિવાળી આ સંવેદના સંસ્થા એ ઉજવી છે..

આપણાથી કઈ થાય નહિ તો કઈ નહિ એ પોસ્ટ ને શેર જરૂર થી કરજો..માનવતા નું કામ છે મિત્રો કોઈનું જીવન બચી જશે અને આપ આ સંસ્થા નો કોન્ટેકટ કરી ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી દાન પણ કરી શકો છો.આ સંસ્થા જરૂરિયાત મંદ વિસ્તારો તેમજ સમાજ અને સોસાયટી ના હિત માટે ના અઢળક કાર્ય કરી રહી છે..

સંદીપ ભાઈ – 9687221721
પ્રતીક ભાઈ – 7623801106

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: