ઘરે જ બનાવો આંબળાનું તેલ

વાળ માટે ખુબ જ લાભદાયી હોય છે આંબળાનું તેલ

આયુર્વેદમાં આંબળાને એક ઔષધી માનવામાં આવી છે. તે રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવાની સાથે-સાથે શરીરને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેનું સેવન જેટલું આપણા માટે ફાયદાકારક છે તેટલું જ તેનું તેલ પણ ફાયદાકારક હોય છે. ઘણા લોકો બજારમાંથી આંબળાનું તેલ લઈને ઉપયોગ કરતા હોય છે, પણ તે એટલું લાભદાયી નથી હોતુ કેમકે, તેમાં ઘણા બધા કેમિકલ્સ ભેળવેલા હોય છે.

આંબળાનું તેલ બનાવવાની રીત

આંબળાનું તેલ બનાવવા માટે સૌથી પહેલા આંબળાને કાપીને પેસ્ટ તૈયાર કરી લો. હવે તમે તેને નારિયળ તેલમાં નાખીને એક અઠવાડિયા માટે બંધ કરી દો. એક અઠવાડિયા બાદ તેને ખોલીને કોઈ બોટલમાં ગાળી લો. તમારુ આંબળાનું તેલ તૈયાર છે.

આંબળાનું તેલ ઉપયોગ કરવાની રીત

અઠવાડિયામાં બે વાર તમારી આંગળીઓના સહારાથી તમારા સ્કેલ્પ પર તેલને લગાવો. તેલ લગાવ્યા બાદ થોડી વાર મસાજ કરો. 30થી 40 મિનિટ બાદ શેમ્પુ કરી લો.

આંબળાના તેલના ફાયદા

કેલ્શિયમ, વિટામિન સી, આયર્ન અને ફોસ્ફરસથી ભરપૂર આંબળાનું તેલ તમારા વાળ અને સ્કેલ્પને સ્વસ્થ્ય રાખે છે. આ ઉપરાંત તમારા વાળને સફેદ થતા અટકાવે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: