3000 અનાથ દીકરીઓના બાપ બનીને તેમનાં કન્યાદાન કરનાર : મહેશ સવાણી

સુરતના બિઝનેસમેન મહેશ સવાણી પોતે આવું કહે છે અને લોકો તેમની વાત માની પણ લે છે. કારણ ? કારણ એ કે, મહેશ સવાણીએ 3000 અનાથ દીકરીઓના બાપ બનીને તેમનાં કન્યાદાન કર્યું છે એ આખી દુનિયાએ જોયું છે.

જે છોકરીઓનું કોઈ નથી એવી છોકરીઓના શિક્ષણ પાછળ અને તેમને પરણાવીને નવું જીવન આપવામાં સવાણીને અકલ્પનિય આનંદ આવે છે. છેલ્લા 10 વર્ષથી સવાણી આ પ્રવૃત્તિ કરે છે ને દર વર્ષે 300 દીકરીઓને પરણાવીને સાસરે વળાવે છે. આ રીતે અત્યાર લગી એ 3000 કરતા વધારે દીકરીઓને પરણાવી ચૂક્યા છે.

મહેશ સવાણી જે પ્રવૃત્તિ કરે છે તે અનોખી છે ને તેની પ્રેરણા તેમને 2008ની એક ઘટનામાંથી મળી હતી.

ઈશ્વરભાઈ નામના સવાણીના એક દૂરના સગા તેમની બંને દીકરીઓનાં લગ્નના થોડા દિવસ પહેલાં જ ગુજરી ગયા.  સવાણીએ તેમનાં કન્યાદાન કર્યાં ને લગ્ન પાછળ દસેક લાખ રૂપિયા ખર્ચ પણ કર્યો. એ વખતે તેમને વિચાર આવ્યો કે, આ રીતે જેમનું કોઈ નહીં હોય એવી તો ઘણી દીકરીઓ હશે તો તેમનાં લગ્ન કોણ કરાવતું હશે ?

સવાણીએ એ વખતે જ નક્કી કરી નાંખ્યું કે પોતે આવી અનાથ દીકરીઓના બાપ બનીને તેમનાં લગ્ન કરાવશે. આ બધું કઈ રીતે કરવું તેની ગોઠવણ કરવામાં એકાદ વર્ષ નિકળી ગયું ને છેવટે 2010ની સાલમાં તેમણે પહેલા સમૂહ લગ્ન ગોઠવીને સમૂહ કન્યાદાન કર્યાં.  ત્યારથી સવાણી આ સત્કાર્ય કરે છે.

સવાણી ધનિક પરિવારમાંથી આવે છે તેથી તેમને કોઈ ખોટ નથી. તેમના પિતા વલ્લભભાઈ સવાણીએ બહુ સંઘર્ષ કર્યો હતો. સૌરાષ્ટ્રના રાણપરડા ગામમાંથી આવેલા વલ્લભભાઈએ હીરાના કારીગર તરીકે 1970ના દાયકામાં કારકિર્દી શૂ કરેલી ને પછી તેમાંથી સુરતના ડાયમંડ કિંગ બન્યા.

મહેશ સવાણી અને તેમના ભાઈઓએ આ બિઝનેસને વિકસાવ્યો. સાથે સાથે નવા બિઝનેસમાં પણ ઝંપલાવ્યું. પી.પી. સવાણી ગ્રુપના નેજા હેઠળ તેમણે રીયલ એસ્ટેટમાં ઝંપલાવ્યું ને પછી શિક્ષણના ક્ષેત્રમાં પણ સફળતા મેળવી. અત્યારે તેમનું ગ્રુપ વરસે 1000 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતું ગ્રુપ છે. પૈસાની ખોટ નથી ને આ પૈસો સત્કાર્યમાં વપરાય તો ઉત્તમ એ સમજ વલ્લભભાઈએ બાળપણથી આપેલી તેથી મહેશ સવાણી એ સમજ પ્રમાણે સમાજ સેવા કરે છે.

સવાણી પોતે સુરતમાં માધ્યમિક સુધી ભણ્યા ને પછી બેંગલોર જઈને દયાનંદ સાગર યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જીનિયરિંગમાં ડિપ્લોમા કર્યો. પાછા આવીને પિતાના બિઝનેસમાં જોડાયા ને ડાયમંડ બિઝનેસને બેલ્જિયમ, હોંગકોંગ અને મુંબઈમાં વિસ્તાર્યો. 2003માં કેટલીક સમસ્યાઓ આવતાં તે મુંબઈ રહેવા ગયા ને પછી ત્રણ વર્ષ બેલ્જિયમ રહ્યા.

2008માં એ સુરત પાછા ફર્યા ને રીયલ એસ્ટેટના બિઝનેસમાં ઝંપલાવ્યું. આજે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત એ ચાર રાજ્યોમાં તેમનો રીયલ એસ્ટેટ બિઝનેસ ધમધમે છે. રમેશ અને રાજેશ એ બે ભાઈઓ સાથે મહેશ આ બિઝનેસને વિસ્તારતા જ જાય છે.

સવાણી સાથે સાથે સત્કાર્નો વ્યાપ પણ વધારતા જાય છે. અત્યારે સુરતમાં લગબગ 3500 અનાથ વિદ્યાર્થીઓને ભણવા માટે એ તમામ પ્રકારની મદદ કરે છે. તેમની પોતાની સ્કૂલમાં તો એ અનાથ બાળકોની ફી લેતા જ નથી પણ બીજા વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓની ફી ભરીને તેમને ભણાવે છે. તેમની મદદથી સુરતની 260 સ્કૂલોમાં વિદ્યાર્થીઓ ભણે છે.

સવાણી જે કામ કરે છે એ બહુ મોટું છે ને દરેક ધનિકને આવાં કામ કરવાના વિચાર આવે તો સમાજ બહુ સુખી થઈ જાય. પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: