રેખા અને વલ્લભભાઈ એ સ્વપ્ન જોયેલું કે પોતાના એકને એક દીકરા આરવને ભવિષ્યમાં ડૉક્ટર બનાવશે, અને એ માટે વલ્લભભાઈ પર્યાપ્ત મૂડી એકઠી કરે એ પહેલા જ એક કાર ઍકસિડેન્ટમાં પોતે જીવ ગુમાવી દીધો.
રેખાબેને આરવને એકલા હાથે ઉછેર્યો, પેટે પાટા બાંધી આખરે ડૉક્ટર બનાવ્યો, આરવને કોલેજમાં જ સાથે ભણતી લંડનથી આવેલી એલીના સાથે પ્રેમ થઈ ગયો, એલીનાએ આરવના પરિવાર વિશે જાણ્યું, તે આરવ અને એલીના ના ધામધૂમથી લગ્ન થયા,
લગ્ન પૂર્ણ થતાં સૌ ઘરે પહોંચ્યા, રેખાબેન બોલ્યા, “બેટા, આજથી આ ઘરની તમામ જવાબદારીઓ તારી, સવારથી લઈ ને રાત સુધીના તમામ કાર્યોમાં હું તારી મદદ કરીશ, પરંતુ આજ થી આ ઘરનું તમામ સંચાલન તું કરજે.
એલીના પોતાની કારકિર્દી બનાવવા માંગતી હતી, પોતે વિચાર્યું કે આવી જવાબદારીમાં તે પોતાની જાતને નહીં બાંધે, પ્રથમ રાતે આરવને કહ્યું મારે તને એક મહત્વની વાત કરવાની છે, કાલ સવારે આપણે મમ્મી ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ તો જ મારે તારી સાથે રહેવું છે, હું આપણી બે ની પણ જવાબદારી ઉપાડવા સક્ષમ નથી, તો આ ઘરની જવાબદારી મારાથી નહીં ઉપાડાય. હું પણ એક ડૉકટર છું, અને મારા પણ અમુક સ્વપ્નો છે, જે હું પૂર્ણ કરી ને જ રહીશ, આમ ઘર ની ચાર દીવાલો વચ્ચેની જિંદગી મારે નથી જીવવી,
એલીના એમ તો લંડનની એટલે લાગણી કોને કહેવાય એ ક્યારેય સમજી ના શકે,
એલીના એ આરવ ને હાથ પકડી ને કહ્યું કે, મમ્મી ને સારા વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ તો આપણે જવાબદારી ઓછી, પછી ઘરમાં તું અને હું જ હોઈએ તો આરામ થી પોતાના કલીનીક પર સાથે જઇ શકીએ, માટે કાલ સવારે તું નિર્ણય લઈ લેજે કે તારે હું જોઈએ કે મમ્મી?
રાતભર આરવ સુઈ નથી શકતો, અંતે મમ્મી પાસે જઈ ને સહિયારો નિર્ણય લે છે, રેખાબેન એક માં છે ને!, કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના દીકરાની ખુશી જ વિચારશે, રેખાબેન કહે અરે બેટા!, હું આમપણ ઘરે એકલી શુ કરત? એટલે એમ જ કરજે કાલ મને તું વૃદ્ધાશ્રમમાં મૂકી જજે, હું આરામથી ત્યાં મારી જેવડા લોકો હશે તેની સાથે મારુ જીવન વિતાવીશ, અને તમે બંને જવાબદારીથી મુક્ત રહેજો.
સવાર પડતા રેખાબેન ના હાથની બનાવેલી ભાખરી અને ચા આરવે મમ્મી સાથે નાસ્તો કર્યો, એલીના ફ્રેશ થઈ ને આવી અને બોલી આરવ તે શું નિર્ણય કર્યો?
રેખાબેન બોલ્યા:”બેટા ચાલો હવે જલ્દી જઈએ, મેં મારી બેગ પેક કરી લીધી છે”.
આરવે એલીનાને કહ્યું મમ્મી ને વૃદ્ધાશ્રમમાં મુકવા જવાનું છે ચાલ તૈયાર થઈ જા. એલીનાને જાણે એક સ્વતંત્રતા મળી ગઈ હોય એવું અનુભવતી બોલી: “ચાલો હું તૈયાર જ છું”.
ઓડી ગાડી માં ત્રણેય ઉપડ્યા, આરવે રેખાબેન ને કહ્યું:”મમ્મી હવે આ જ તારું ઘર છે, તારે અહીં રહેવાનું અને જમવાનું, ક્યારેય મારી જરૂર પડે તો અહીં કોઈ ને કેજે મને ફોન કરે હું અને એલીના બંને તને મળવા આવીશું”,
એલીના બોલી ના ના મારે એવો સમય ના હોય કે હું ફરી આ વૃદ્ધાશ્રમની સામે પણ જોવ, તું એકલો જ મમ્મી ને મળી જજે, આટલું બોલતા આજ થી મળનારી આઝાદીની પરિકલ્પનાથી મંદમંદ હસી પડી.
રેખાબેન એ ગાડી માંથી ઉતર્યા અને પોતાની બેગ ઉતારી, અને આવજો કહેતી વેળા એ એટલું જ બોલ્યા કે,
“જાત ઝુકાવી દીધી,
અમે તમને ઉગારવા માં,
આમ, અસ્ત અમારો જોઈને,
શાને મલકાવ છો?……A+
ઘણા ઘરમાં આ પ્રશ્ન છે કે દીકરો વહુ નું સાંભળે કે માં નું? પણ સ્ત્રી ની જાત તરીકે એટલું તો વિચારીએ કે ગમે તેવા છે પણ એ મારા સાસુ છે, જેની સાથે મને પ્રેમ છે એને જન્મ આપનારી જનેતા છે, મારો પ્રેમ તો બે પાંચ વર્ષ નો છે, પરંતુ માં નો પ્રેમ તો ગર્ભધારણ કર્યું હશે ત્યાર નો છે, આ નિઃસ્વાર્થ પ્રેમ ને અલગ પાડી ને આપણે કોઈ જન્મ માં સુખી ના થઈએ. આજે આપણી યુવાની છે, કાલે આપના સંતાનોની યુવાની આવશે, આપને પણ ભણીગણીને મોટા કરેલા દીકરા સાથે રહેવા ઇચ્છતા હશું! પણ જો આ ઘટના ભવિષ્યમાં આપણી સાથે બનશે તો આપણાથી સહન થશે?….A+
~ અંકિતા મુલાણી
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.