અતિશય થતા માથાના દુખાવાને આ રીતે દૂર કરવાનાં ઉપાયો

વધારે સમય સુધી કામ કરવાથી, તનાવ , તડકામાં રહેવાથી કે વધારે ભાગ-દોડ ભરેલી લાઇફથી માથાના દુખાવાની ફરિયાદ સામાન્ય વાત છે. પરંતુ આ સમસ્યા લાંબો સમય સુધી રહે છે તો ગંભીર છે. જો તમે ખૂબ માથાના દુખાવાથી પરેશાન રહો છો, તો તેના માટે ઘણા એવા ઘરગથ્થુ ઉપાય છે. જે તમે અપનાવી શકો છો.

આદુ અને લીંબૂનો રસ

માથાના દુખાવાને દૂર કરવા માટે આદુ અને લીંબૂનો રસ ખૂબ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આદુ અને લીંબૂના રસને યોગ્ય પ્રમાણમાં મિક્સ કરીને દિવસમાં એક-બે વખત તેનું સેવન કરવાથી માઇગ્રેન તેમજ માથાના દુખાવાથી રાહત મળે છે.

પાલક

પાલકના સેવનથી બ્લડ પ્રેશર ઓછુ કરવામાં મદદ થઇ શકે છે. તે હેંગઓવર પણ દૂર કરે છે. તેમા રહેલા વિટામિન -B2 માથાના દુખાવાની સમસ્યાને દૂર રાખે છે. તમે સૂપ, શાક તરીકે તેનું સેવન કરી શકો છો.

બટેટા

પાણીની ઉણપના કારણે માથાનો દુખાવો થવાની સંભાવના રહે છે. માથાનો દુખાવો થવા પર શેકેલા બટેટા એક સારો ઉપાય છે. બટેટામાં 75 ટકા પાણીનું પ્રમાણ હોય છે અને તેમા પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં રહેલું છે.

આદુ અને સૂંઠ

સૂંઠ કે સૂકા આદુના પાઉડરમાં 2 મોટી ચમચી પાણી મિક્સ કરી દો. તેને માથા પર લગાવવાથી રાહત મળી શકે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: