ખરતા વાળ રોકવાની ઘરગથ્થુ ટિપ્સ…

ગરમી અને ઠંડીની મિક્સ સિઝનના આ સમયમાં વાળ ખરવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. તેવામાં જો તેની ખાસ કાળજી ન રાખવામાં આવે તો તે વધુ ડ્રાય થઈ જાય છે અને ખોડો તેમજ અન્ય સમસ્યાઓ પણ વધી જાય છે તેથી તેની યોગ્ય કાળજી જરૂરી છે. તો ચાલો આજે આપણે જોઇએ એવી ઘરગથ્થુ ટિપ્સ પર જેનો ઉપયોગ કરતાં જ વાળ ખરવાની સમસ્યા દૂર થશે.

ખરતા વાળ રોકવાની ટિપ્સ…

– લીલા ધાણાનો રસ અથવા ગાજરના રસને વાળની જડમૂળમાં લગાવવાથી રોગી વ્યકિતના વાળ ખરવાનું બંધ થઈ જશે અને માથામાં નવા વાળ ઊગવા લાગશે. આ જગ્યા પર ડુંગળીનો રસ લગાવવાથી વાળ ફરીથી આવશે.

– ગાજરને પીસીને લેપ બનાવી લો, આ લેપને માથા પર લગાવો અને બે કલાક પછી માથું ધોઈ નાંખવું જોઈએ. આવું નિયમિત કરવાથી વાળ ખરતા બંધ થશે અને સાથે જ વાળ ભરાવદાર થશે.

– ટાલિયાપણું દૂર કરવા રાતે સૂતા સમયે નારિયેળના તેલમાં લીંબુનો રસ મેળવીને માથા પર માલિશ કરવી. નારિયેળ તેલથી વાળ લાંબા થાય છે અને સાથે જ લીંબુના રસથી ખોડા દૂર થયા છે.

– તે સિવાય રાતના સમયે તાંબાના વાસણમાં પાણી ભરીને રાખો. સવારના સમયે પથારીમાંથી ઊઠીને પી લેવું આની સાથે અડધો ચમચી આમળાનું ચૂર્ણનું સેવન કરી શકો છો. જેથી થોડા સમયમાં વાળ ખરવાની સમસ્યા અને માથાને રાહત થાય છે.

– આશરે 80 ગ્રામ બિટના રસમાં સરસિયાનું તેલ 150 ગ્રામ મેળવીને આગ પર શેકો, જ્યારે રસ સુકાઈ જાય ત્યારે આગ પરતી ઊતારીને ઠંડું કરીને શીશીમાં ભરી દેવું. આ તેલથી દરરોજ માથા પર માલિશ કરવાથી ખરતા વાળ અટકી જશે અને વાળ સમય પહેલા સફેદ પણ નહીં થાય.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: