ડેન્ગ્યુ શું છે ? સુજોક થેરાપી દ્વારા થઈ શકે સારવાર.

શરીરને ટકાવવા માટે શરીરને સરળતાથી સમજવું જરૂરી છે. શરીર એ કુદરતે આપેલી અણમોલ ભેટ છે. આ અણમોલ ભેટની માવજત માટે કુદરતે આપણા શરીરમાં જ કાંઇક અલગ પદ્ધતિ મૂકેલી છે. આ અલગ પદ્ધતિ શરીરમાં મૂકવા પાછળનો કુદરતનો કાંઇક અલગ ભાવ છે એ ભાવ સ્વતંત્રતાને દર્શાવે છે.

મતલબ કે શરીરની માવજત માટે બીજા પર આધારિત રહેવા કરતાં ખુદ પોતે જ પોતાની માવજત કરવી જોઇએ તો જ ખુદ રોગમુક્ત રહી શકે. સુજોક થેરાપી એક એવી સારવાર પદ્ધતિ છે જે શરીરનાં હાથ-પગનાં પંજામાં આપવામાં આવે છે.

સાઉથ કોરીયાનાં પ્રોફેસર પાર્ક જેવું દ્વારા 1987 માં સંશોધન પામેલી આ સારવાર પદ્ધતિમાં શરદીથી લઇ કેન્સર સુધીના તમામ શારીરિક, માનસિક કે ભાવનાત્મક રોગોનો ઇલાજ છે. આજે આપણે હાલની ઋતુમાં સૌથી વધુ ભરડો લેનાર રોગ ડેન્ગ્યુ વિશે માહિતગાર થશું તથા સુજોક સારવાર દ્વારા સરળતાથી આ રોગમાંથી બહાર નીકળવા માટેની સારવારને સમજશું.

ડેન્ગ્યુ શું છે ? ડેન્ગ્યુ એ વાઇરસથી થતો રોગ છે. ડેન્ગ્યુ ચાર વાઇરસમાંના એક વાઇરસનાં ચેપથી થતો રોગ છે. ડેન્ગ્યુ વાઇરસ ચેપી એડીસ માદા મચ્છરનાં કરડવાથી મનુષ્યમાં ફેલાતો રોગ છે. આ એડીસ મચ્છર દિવસ દરમિયાન કરડે છે. તે ચોખ્ખા અને સ્થગિત પાણીમાં ઇંડા મૂકે છે. એડીસ માદા મચ્છરને મનુષ્યના લોહીમાંથી પ્રોટીનની જરૂરિયાત હોવાથી મનુષ્યને વધુ કરડે છે અને મનુષ્યનાં લોહીમાંથી પ્રોટીન મેળવી તે પોતાનાં ઇંડા મુકી શકે છે.

ડેન્ગ્યુમાં સાવચેતી : ડેન્ગ્યુને ફેલાતો અટકાવવા શરીરનાં બધા જ અંગો ઢાંકીને રાખવા તથા ઘર કે ઓફિસમાં કોઇલ, ઇલેક્ટ્રિક મેટનો ઉપયોગ કરવો.

ડેન્ગ્યુનાં લક્ષણો : 2 થી 7 દિવસનાં સમય માટે તીવ્ર તાવ આવે તથા માથાનો દુ:ખાવો, આંખની કીકી પાછળ દુખાવો, સ્નાયુ તથા સાંધાનો દુખાવો, પેટમાં દુખાવો, લોહીની ઊલ્ટી, નાક-પેઢામાંથી રક્તસ્ત્રાવ, શ્ર્વાસમાં તકલીફ, શરીરમાં અશક્તિ.

સારવાર : ડેન્ગ્યુમાં ડીહાઇડ્રેશન મતલબ કે પ્રવાહીનું પ્રમાણ શરીરમાંથી ઘટે છે માટે પાણી, ઓઆરએસ, ફળોનો રસ થોડી વારે આપતા રહેવું, લોકોમાં પપૈયા પાનનાં રસ બાબત ઘણી ભ્રમણાઓ છે. માત્રા અને સમયનું જ્ઞાન ન હોવાના કારણે દર્દીને સતત પપૈયાના પાનનાં રસનો ઉપયોગ કરવામાં આવે છે.

આ કારણે શરીરની તાસીર વિરૂદ્ધ ઘણીવાર મોં, અન્નનળી, જઠરમાં ચાંદા પડવા કે ઊલટી ઉબકાની તકલીફમાં વધારો થાય છે માટે કોઇ સારા ચિકિત્સકની સલાહ મુજબ વર્તવું યોગ્ય ગણાય. આ ઉપરાંત ડેન્ગ્યુમાં પ્લેટલેટસનું પ્રમાણ ઘટી જાય છે અને પ્લેટલેટસ વધારવા માટે આડઅસરરહીત, બિનખર્ચાળ એવી સુજોક થેરાપીમાં ખૂબ સારા પરિણામ મેળવ્યા છે.

સુજોક થેરાપી દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં આવે છે તથા લોહીની અંદર પ્લેટલેટસની ગણના… વધારવામાં આવે છે. ઘણા વર્ષોનાં મારા અનુભવનાં આધારે ડેન્ગ્યુ માટે ઘર બેઠા કરી શકાય તેવી સરળ સારવારનો એક ચાર્ટ બનાવવામાં આવ્યો છે.

જેમાં રંગ ચિકિત્સા તથા કઠોળ-બીજ દ્વારા ઉપચાર આપવામાં આવે છે. આ ઉપરાંત દર્દીએ દવા બંધ ન કરવાનો આગ્રહ અમે રાખીએ છીએ. આપેલ આકૃતિમાં જ્યાં એક ટપકું (ડોટ) બતાવવામાં આવ્યા છે. ત્યાં પેપરટેપ દ્વારા અડદનાં બીજ લગાવવા તથા કોઇક જગ્યાએ કોઇ રંગની લીટી બતાવવામાં આવી છે તે પ્રમાણે કરવું.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: