2 નવેમ્બર 2019 : આજનો દિવસ આપના માટે કેવો રહેશે જાણો

મેષ રાશી: તમે લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટૅન્શનમાંથી તમને રાહત મળશે. લગ્ન જીવન મધુર રહેશે. જીવનસાથી સાથે નાના-મોટા વિવાદ થશે. ટૅન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે.

સારા કાર્યોમાં જીવનસાથીનો સાથ મળશે. થોડાં અવસર એવા આવશે જેનાથી તમે તમારા લગ્નજીવનને લઇને નિરાશ પણ રહી શકો છો.પરિવારના સભ્યો સાથે સમય વિતાવવો આનંદદાયક સાબિત થશે. પ્રેમ એ વસંત, ફૂલો, પવન, સૂયર્યપ્રકાશ અને પતંગિયાં સમાન છે. આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો.સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષભ રાશી: આઉટડૉર રમતો તમને આકર્ષશે-ધ્યાન તથા યોગ લાભ લાવશે.તમે સ્વભાવથી બુદ્ધિમાન તથા સમજદાર વ્યક્તિ છો તો કોઇપણ કાર્યને સમજી વિચારીને કરો.ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. તમારા પરિવારને યોગ્ય સમય આપો.

તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે. તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો. તમારી વિચારવાની અને સમજવાની ક્ષમતા ઉરપ તથા નિર્ણય લેવાની ક્ષમતા પર બધું જ નિર્ભર કરે છે.આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવાની જરૂર છે.

મિથુન રાશી: મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે.તમારા મનમાં લગ્નજીવનને લઇને નેગેટિવ ભાવ આવી શકે છે. જીનવસાથીથી અલગ રહેવાનું મન કરશે. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મુકશે કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે.

કેટલાક માટે લગ્નની શરણાઈના સૂર સંભળાય છે તો કેટલાકને રૉમાન્‌ મળવાથી તેમનો જુસ્સો વધશે. આજે અચાનક કોઇ સાથે રોમેન્ટિક મુલાકાત થઇ શકે છે.તણાવપૂર્ણ સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

કર્ક રાશી: વેરઝેરની ભાવના પોષવાથી તમને માનસિક તાણ મળશે. તમારે આવા વિચારો ટાળવા જોઈએ કેમ કે તેઓ જીવન બગાડનારા તથા તમારી ક્ષમતાનો નાશ કરનારા હોય છે.આ સમય કામકાજમાં વધારો થોડાં લોકોને પરેશાન કરી શકે છે. એટલા માટે તમારે સમજી-વિચારીને ચાલવું પડશે.

ધાર્યા ન હોય એવા સ્થળેથી આર્થિક લાભ તમારા દિવસને ઝળકાવશે. ઘરના મોરચે તમારૂં જીવન શાંત અને ગમે તેવું રહેશે. તમારા પ્રિયપાત્રથી દૂર રહેવું ખૂબ જ મુશ્કેલ બની રહેશે. વેપારમાં આર્થિક લાભના યોગ બની રહ્યા છે.પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. તમારા જીવનસાથી આજે કદાચ વધુ પડતા વ્યસ્ત થઈ શકે છે.

સિંહ રાશી: તાણ નાનકડી બીમારીમાં પરિણમી શકે છે. આરામદાયક મહેસૂસ કરવા માટે મિત્રો તથા પરિવારના સભ્યો વચ્ચે બેસો. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. પરિવારમાં તમારો પ્રભુત્વવાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે.

બદલાયેલો અભિગમ તેમને અમર્યાદ આનંદ આપશે. તમારી આંખો એટલી તેજસ્વી છે કે તમારા પ્રિયપાત્રની અંધકારમય રાતોને તે ઝળહળતી કરી શકે છે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. તમાર પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો.

કન્યા રાશી: સ્વસ્થ રહેવા માટે તમારા ખોરાક પર અંકુશ રાખો તથા વ્યાયામ કરો. સમય હંમેશાં એક જેવો રહેશે નહીં. જીવનસાથી તમારી માટે સમર્પિત રહેશે અને તમારી પણ આ જવાબદારી બને છે.રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. પૌત્ર-પૌત્રી તથા દોહિત્ર-દોહિત્રી અત્યંત આનંદનો સ્રોત બનશે.

પ્રેમમાં આજે તમારી વિવેકાધીન બુધ્ધિનો ઉપયોગ કરો. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. ઘણા લાંબા સમય બાદ, તમને તમારા જીવનસાથી સાથે વિતાવવા સારો એવો સમય મળશે.

તુલા રાશી: વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો. તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે પણ તેની સાથે જ ભય, નફરત, ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો ઘરમાં બધા સાથે ઉત્સાહિત વાતાવરણ બનાવવાની કોશિશ કરો.ધન સંબંધી મામલે થોડું સંભાળીને ચાલો.ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ થવાનું ટાળો.

તમારી આસપાસ બધું જ ઝળકતું હોવાનો આભાસ તમને થશે, કેમ કે તમે પ્રેમમાં છો. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. તમારા જીવનસાથી સાથે આ તમારો અદભુત દિવસ બની રહેશે.

વૃશ્ચિક રાશી: કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે-જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો. તમારા નવા પ્રૉજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે.

આ સમયે તમે તણાવ દૂર કરવા માટે નાની રોમેન્ટિક યાત્રા પર જઇ શકો છો.તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ દિલો પર રાજ કરશે. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારૂં કેટલુંક કામ ખોરંભે ચડી શકે છે.આરોગ્યની દ્રષ્ટિએ દિવસ સારો.

ધન રાશી: અસીમ જીવનની મહાન ભવ્યતાને માણવા માટે તમારા જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવો. ચિંતાની ગેરહાજરી આ દિશામાં પ્રથમ પગલું છે.બિનજરૂરી પરિવારમાં મતભેદ થવાની સંભાવના બની રહી છે. ઘરનું સંતુલન ખરાબ થવાથી પારિવારિક સ્થિતિઓ ખરાબ થઇ શકે છે. ઘરની સ્થિતિ સારી થાય તેના માટે પૂર્ણ પ્રયાસ કરવા જોઇએ ત્યારે જ તમને લાભ પ્રાપ્ત થશે. જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે.

તમારા પ્રિયપાત્ર આજે રૉમેન્ટિક મૂડમાં રહેશે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે.

મકર રાશી: તમારા સ્વાસ્થ્ય ખાતર બૂમાબૂમ કરશો નહીં.સહકર્મિઓનો સહયોગ મળશે પરંતુ તેટલો નહીં જેટલો તમે તેમની પાસે આશા કરશો. કામકાજના ક્ષેત્રોમાં સારી સફળતા પ્રાપ્ત થશે.વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે. તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે.

કેટલાક માટે નવો રૉમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે.આરોગ્ય સારું રહેશે.પ્રવાસને કારણે તમે નવા સ્થળો જોઈ શકશો તથા મહત્વના લોકો ને મળી શકશો. તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે, જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે.

કુંભ રાશી: તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. આ સમય તમારી માટે તણાવ ઉત્પન્ન કરી શકે છે. આ દિવસોમાં ખાસ કરીને કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય કરવાનો પ્રયત્ન કરશો નહીં. માતા-પિતા સાથે સંબંધ સારો બનાવવાની કોશિશ કરી શકો છો.

તમારા પ્રિયપાત્રની વફાદારી પર શંકા ન કરતા. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો.

મીન રાશી: સામાજિક જીવન કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો. આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ-તમારા નાણા એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ જેઓ કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો.સૂર્ય દેવ પણ તમારા બીજા ભાવમાં જ ગોચર કરશે જેનાથી કુટુંબમાં થોડી સમસ્યાઓ થઇ શકે છે. ઘરના થોડાં લોકોની વચ્ચે કોઇ જૂની વાતને લઇને ઝગડો થવાની સંભાવના છે.

કોઈ પિકનિક સ્પૉટની મુલાકાત લઈ તમે તમારૂં પ્રેમ જીવન ઝળકાવી શકો છો. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય નહોતા. તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઈઝ મળી શકે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: