આ દસ્તાવેજી પુરાવા નહીં હોય તો તાત્કાલિક ચલણ નહીં ફાડી શકે પોલીસ.

નવો મોટર વિહિકલ એક્ટ લાગુ પડ્યા પછી વાહનોનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ઈન્શોરન્સ સર્ટિફિકેટ, પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ, ડ્રાઈવિંગ લાયસન્સ અને પરમિટ સર્ટિફિકેટ તાત્કાલિક ન બતાવવા પર તોતિંગ દંડની ખબરો આજકાલ મીડિયામાં ખૂબ ચગી છે. જોકે સેન્ટર મોટર વેહિકલ રૂલ્સ પ્રમાણે જો તમે એ ડોક્યુમેન્ટ્સ તરત નહીં બતાવશો તો એ ગુનો ગણાતો નથી.

સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ વિનય કુમાર ગર્ગ અને એડવોકેટ રોહિત શ્રીવાસ્તવે આ સંદર્ભે કહ્યું છે કે સેન્ટ્રલ મોટર વેહિકલ રૂલ્સના નિયમ 139માં એ જોગવાઈ છે કે વાહનચાલકને ઉપરોક્ત દસ્તાવેજો રજૂ કરવા માટે પંદર દિવસનો સમય આપવામાં આવ્યો છે એની વાત લખવામાં આવી છે. આ કારણે ઉપર જણાવ્યા મુજબનું એક પણ ડોક્યુમેન્ટ વાહનચાલક પાસે નહીં હોય તો ટ્રાફિક પોલીસ કે આરટીઓ અધિકારી તાત્કાલિક અસરથી વાહનનું ચલણ ફાડી શકશે નહીં. બલ્કે વાહનચાહક પંદર દિવસની અંદર તેના દસ્તાવેજ રજૂ કરી શકશે.

એડવોકેટ શ્રીવાસ્તવે એમ પણ કહ્યું છે કે મોટર વેહિકલ એક્ટ 2019ની કલમ 158 મુજબ એક્સિડન્ટ થવા પર કે કોઈક વિશેષ મામલામાં પણ વાહનચાલકને તેના જરૂરી દસ્તાવેજ બતાવવાનો સમય સાત દિવસનો અપાયો છે. બીજી તરફ ટ્રાફિકના કાયદાના જાણકાર લૉ પ્રોફેસર ડૉ. રાજેશ દુબેનું કહેવું છે કે જો ટ્રાફિક પોલીસ આરસીબુક, ડ્રાઈવિંગ લાયસન્સ, ઈન્શોરન્સ સર્ટિફિકેટ, પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ અને પરમિટ સર્ટિફિકેટ તાત્કાલિક ન બતાવી શકવા પર દંડ વસૂલવાની જિદ્દ કરે છે તો વાહનચાલક તેનો પ્રતિકાર કરી શકે છે.

આ તો ઠીક જો ટ્રાફિક પોલીસ કે આરટીઓ અધિકારી વાહનચાલકનું ચલણ ફાડે છે અને વાહનચાલકને એમ લાગે કે તેનું ચલણ ખોટી રીતે ફાડવામાં આવ્યું છે તો વાહનચાલકે ચલણ ભરવું જ એવું જરૂરી નથી. એ કંઈ કોર્ટનો આદેશ નથી. આથી વાહનચાહક કોર્ટમાં આ નિર્ણયને પડકારી શકે છે. જો કોર્ટને એમ લાગશે કે વાહનચાલકને પંદર દિવસનો સમય નથી અપાયો તો કોર્ટ એ દંડ માફ કરી શકે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: