અરબી સમુદ્રમાં સર્જાયેલાં સરક્યુલેશની અસર : આગામી 3 દિવસમાં ઠંડીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગની આગાહી

અરબી સમુદ્રમાં સક્રિય થયેલાં અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશનથી આગામી ત્રણ દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડા પવનો અને વાદળિયા વાતાવારણથી ઠંડીના ચમકારાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગનાં આંકડા મુજબ, બુધવારે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 32.6 અને લઘુતમ તાપાન 22.4 ડિગ્રી નોંધાયું હતું. તેમજ દિવસ દરમિયાન વાદળિયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનો ચાલુ રહેતાં શહેરમાં ગરમીમાં નોંધપાત્ર ઘટાડો જોવ મળ્યો હતો. જો કે, શહેરમાં બપોર દરમિયાન લોકોએ સામાન્ય ગરમીનો અનુભવ કર્યો હતો.

ઠંડીમાં વધારો થવાની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદમાં વાદળિયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનોનું જોર ચાલુ રહેતાં ઠંડીનો ચમકારો વધતાં લોકોને શિયાળાની પ્રારંભની ઠંડીનો અનુભવ થવાની શક્યતા છે. અપરએર સર્ક્યુલેશન અને ઠંડા પવનોની અસરથી રાજ્યમાં ઠંડકમાં વધારો થયો છે. આગામી ત્રણથી પાંચ દિવસ ઠંડા પવનોની ગતિ 40 કિ.મી. પ્રતિકલાક કે તેથી વધુ રહેતાં ઠંડીનું જોર વધતાં રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: