આ પ્રકારના આહાર લેવાથી વજન અંગેની સમસ્યા દૂર કરી શકાય છે

જો તમે વજન ઘટાડવાની ઇચ્છા રાખતાં હોવ અને પૌષ્ટિક આહાર ખાવાની ઇચ્છા રાખતાં હોવ તો તમારે ખાસ આ તમામ ખાદ્ય પદાર્થ ઉપર એક નજર ચોક્કસ કરવી જોઇએ.

૧. બદામ : યુનિવર્સિટી ઓફ ટોરેન્ટોના સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો સફેદ બ્રેડની સાથે બદામ ખાતા હતા તેમના શરીરમાં લોહીમાં ખાંડનું પ્રમાણ તેટલું વધારે જોવા ન મળ્યું કે જેટલું સફેદ બ્રેડ એકલી જ ખાનારાના શરીરમાં જોવા મળ્યું હતું. લોહીમાં ખાંડનું પ્રમાણ જેટલું વધે તેટલું જ તે નીચું આવે છે.

આ નીચે જવાની ક્રિયાને કારણે ભૂખ લાગે છે, જેથી લોકો ઓવરઈટિંગ કરે છે. એટલું જ નહીં પણ બ્લડ સુગરમાં થતા ઉતાર-ચઢાવને લીધે શરીર ઈન્સ્યૂલિન બનાવે છે, જે પેટના ભાગની ચરબી વધારે છે.

આ વજન ઘટાડતો ખોરાક અગત્યનાં પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે. જેવાં કે મોનોઅનસેચ્યુરેટેડ ફેટ, વિટામિન-ઈ, ફોલિક એસિડ, પ્રોટીન અને ડાયટરી ફાઈબર. જ્યારે તમે પ્રવાસ કરતા હોવ ત્યારે અથવા ઓફિસના ખાનામાં રાખવા. આ શીઘ્ર અને હેલ્ધી નાસ્તો છે અથવા તો જ્યારે તમે કંઈ બિનઆરોગ્યપ્રદ ખાવા માંગતા હોવ તે પણ તમારા લોહીની ખાંડને સ્થિર રાખવામાં મદદ કરે છે.

૨.ફળ  : મોટાભાગનાં ફળો જેવાં કે સફરજન, પેર, નારંગી અને તરબૂચમાં ફાઈબર અને પાણીનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તે એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર ઓછી કેલરી ધરાવે છે, જે તેને ભૂખ શમાવવા માટે , કસરત પહેલાં અને પછી ખાવા માટે અને ડેઝર્ટના વધુ સારા વિકલ્પ તરીકે આદર્શ બનાવે છે. તેમાં રહેલું ફાઈબર તમારા કોલેસ્ટેરોલ અને લોહીમાં ખાંડના પ્રમાણને નિયંત્રણમાં રાખે છે.

ફાઈબર પેટ ભરેલું રાખવાનો અને તૃપ્તિનો સંતોષ આપે છે જેનાથી તમે વધારે પડતું ખાતાં અટકો છો. જ્યારે શરીર તંદુરસ્ત હોય છે ત્યારે તમારું ચયાપચય ઊંચું રહે છે. એવાકાડો જેવાં ફળોમાં હેલ્ધી ફેટ હોય છે જે ચરબીનું રૂપાંતર ઝડપથી શક્તિમાં કરે છે અને તેને શરીરમાં ચરબી જામવા દેતું નથી. ટામેટાં કાર્નિટીન નામના એમિનો એસિડને ઉત્તજિત કરે છે, જે શરીરની ચરબી બાળવાની ક્ષમતા વધારવા માટે જાણીતું છે.

૩. આખાં અનાજ અને બીન્સ :  આખાં અનાજ અને બિયાં ફાઈબર અને પ્રોટીનના શ્રેષ્ઠ સ્ત્રોત છે, તેમાં ચરબી ઘણી ઓછી છે, તે કોલેસ્ટેરોલ અને બ્લડ સુગરનું નિયમન કરે છે અને બ્લડ પ્રેશર જાળવે છે. એક પાતળું શરીર શિથિલ ચયાપચયવાળા શરીર કરતાં વધારે કેલરી બાળે છે.

૪.શાકભાજી : ફળોની માફક શાકભાજીમાં ફાઈબર અને એન્ટિ ઓક્સિડન્ટ્સ વધારે અને કેલરી ઓછી તથા ગ્લાયસેમિક ઈન્ડેક્સ નીચો હોય છે, અને આથી તે વજન ઘટાડવાના કાર્યક્રમ માટે આદર્શ છે. તેમાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ્સ શરીરના રોગપ્રતિકારક તંત્રને મજબૂત બનાવે છે.

એક તંદુરસ્ત ચયાપચયથી સુરક્ષિત હોય છે. લીલાં પત્તાંવાળાં શાકભાજી જેવાં કે પાલક, બ્રોકલી, મેથી વગેરે આયર્ન સમૃદ્ધ હોવાથી શરીરની લોહી, ઓક્સિજન અને પોષકતત્ત્વોનું વહન કરવાની ક્ષમતા વધારે છે અને એ રીતે ચયાપચયને ઝડપી બનાવે છે. કોબીજ, કોબીફલાવર, ગાજર, કાકડી અને શક્કરિયાંનો સૂપ, ગાળ્યા વગરનો જ્યૂસ અને સ્ટાર ફ્રાય વેજિટેબલ્સના સ્વરૂપમાં લઈ શકાય છે, જે વજન વધારતા નથી અને પેટ ભરેલું રાખે છે, સાથે ચયાપચયને ઊંચું રાખે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: