સૌરાષ્ટ્રના ખેડૂત નેતા અને શ્રી છોટે સરદાર તરીકે ઓળખાતા રાદડિયાની પહેલી પ્રતિમા  આ સ્થળે સ્થાપના કરવામાં આવી.

વિઠ્ઠલભાઈ રાદડિયાનું લાંબી બીમારી બાદ થોડા મહિના પહેલા અવસાન થયું હતું, રાદડિયાની સ્મૃતિ જાળવવા સૌરાષ્ટ્ર માં સૌ પહેલા રાજકોટ જિલ્લા ના લોધીકા માં તેમની પૂર્ણ કદની પ્રતિમા મુકવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં કોઈ રાજ નેતાના અવસાન બાદ પાર્ટીમાં મુકવામાં આવી હોય તેવું લાંબા સમય બાદ બન્યું છે.

લોધીકામાં સ્વ. વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાં મુકાઈ

આગામી સમયમાં બીજી જગ્યાઓએ પણ મુકાશે પ્રતિમા

રાજકોટમાં ખેડૂતોના નેતા તરીકેની હતી છાપ

સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્ને હમેંશા લડનારા અને ખુદ પોતાના રાજકીય પક્ષ સામે પણ ખેડૂતના મુદ્દે સમાધાન ન કરનારા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાને લોકો ભૂલી શકતા નથી, સૌરાષ્ટ્ર ના ખેડૂતોનો અવાજ બનનારા રાદડિયા ને આજે ખેડૂતો યાદ કરે છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર ના લોકો ને તેમની ખોટ સાલી રહી હોય તેવો અનુભવ કરી રહ્યા છે,  વિઠ્ઠલભાઈ રાદડિયાનું લાંબી બીમારી બાદ થોડા મહિના પહેલા અવસાન થયું હતું, રાદડિયાની સ્મૃતિ જાળવવા સૌરાષ્ટ્ર માં સૌ પહેલા રાજકોટ જિલ્લા ના લોધીકા માં તેમની પૂર્ણ કદની પ્રતિમા મુકવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં કોઈ રાજ નેતાના અવસાન બાદ પાર્ટીમાં મુકવામાં આવી હોય તેવું લાંબા સમય બાદ બન્યું છે.

લોધીકામાં ગઈ કાલે લેઉવા પટેલ સમાજના ભવન – વાડીના પ્રાંગણમાં આ પ્રતિમા મુકવામાં આવી છે, આ પ્રસંગે  સ્વ, વિઠ્ઠલભાઈ રાદડિયા ના પુત્ર અને કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા , સમાજના આગેવાન નરેશ પટેલ , દિલીપ સંઘાણી , કૃષિ મંત્રી આર. સી. ફળદુ સ, રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા સહિતના  આગેવાનો હાજર રહ્યા હતા,  સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની સૌરાષ્ટ્રમાં આ પ્રથમ પ્રતિમા લોધીકા માં મુકવામાં આવ્યા બાદ હવે પછી તેમના વતન જામકંડોરણા અને ધોરાજીમાં મુકવાનું આયોજન હોવાનું આગેવાનો કહી રહ્યા છે, સોશિયલ મીડિયા માં રાદડિયા ને સાવજ ની સાથે સરખાવી ને તેમને યાદ કરતા અનેક ગીતો વાઇરલ થઇ રહ્યા છે

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: