અમરેલીના કુંકાવાવમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ…

અમરેલી જિલ્લામાં આજે બપોર બાદ મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. કુંકાવાવમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે કેશોદના વાડી વિસ્તારમાં વીજળી પડવાથી એકનું મોત થયું હતું જ્યારે બે ઘાયલ થયા હતા. કુંકાવાવમાં મેઈન બજાર, બસ સ્ટેન્ડ આસાપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો.

કેશોદ તાલુકાના અજાબમાં વીજળી પડતા એકનું મોત થયું હોવાનું અને અન્ય બે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. વીજળી પડતા ઘાયલ થયેલાઓને કેશોદની 108 ટીમ દ્વારા જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે.

અમરેલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. ધોધમાર વરસાદને પગલે અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નવરાત્રિની મજા બગડે તેવી શક્યતા છે.

બપોરે બાદ ખાબકેલા વરસાદને પગલે અમરેલી શહેર, સાવરકુંડલા સહિતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. તો સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં ચરખડીયાની નદીમાં પૂર આવ્યા હતા. ખેડૂતો વરસાદને ખમૈયા કરવા પોકાર કરી રહ્યા છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: