ગીર-કાંકરેજ ગોક્રાંતિ બાદ કંઠી, રાવરી અને અરવલ્લી ગોવંશ રક્ષાનો પ્રારંભ

જળક્રાંતિ-ગીર ગાય ક્રાંતિનાં પ્રણેતા મનસુખભાઈ સુવાગીયાએ કચ્છના લુક થતા દેશી ગોવંશનું કંઠી અને રાવરી તેમજ આબુ અરવલ્લી પર્વતના ગોવંશનું અરવલ્લી નામકરણ કર્યું.

કુદરતે જે જે પ્રદેશમાં જે જે ગોવંશનું સર્જન કર્યું છે, એ ગોવંશના દૂધ-ઘી-છાસ એ પ્રદેશમાં વસતા લોકો માટે સૌથી વધુ ગુણકારી-આરોગ્યદાતા છે અને પોતાના પ્રદેશની ગાયનું આંગણે પાલન અને જાતવાન નંદીથી સંવર્ધન એ સાચી ગોરક્ષા,ગોધર્મ, પ્રકૃતિધર્મ અને ઈશ્વરધર્મ છે.

ઈ.સન ૨૦૦૦માં માત્ર પ હજાર ગીર ગાયો અને ૨૦ હજાર કાંકરેજ ગાયો બચી હતી. જ્યારે જળક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયાએ ગીર ગાય આપણા આંગણે અને કાંકરેજ ગાય આપણા આંગણે સૂત્ર આપીને ૧ ૦ લાખ જાતવાન ગીર અને ૧૧ લાખ જાતવાન કાંકરેજ ગાય નિર્માણનો સંકલ્પ કર્યો. ગીર-કાંકરેજ ગ્રંથ, ગોવેદ, ગોસત્વ ગ્રંથો લખીને ૫૦૦૦ ગામોમાં જઇ લોકોને આંગણે દેશી ગોપાલન-ગોસંવર્ધનનો સંકલ્પ લેવડાવ્યો. જેથી આજે બે લાખ ગીર ગાયો અને એક લાખ કાંકરેજ ગાયો થઇ છે. મફતમાં મળતી ગીર-કાંકરેજ ગાયનું મૂલ્ય ૫૦ હજારથી બે લાખ રૂ. થયું છે અને ગાયના દૂધ-ઘીનું મૂલ્ય સોના સમાન થયું છે. દેશના કરોડો લોકોને દેશી ગાયના દૂધ-ઘી-છાસની પ્રાપ્તિ થઇ છે. ગીર-કાંકરેજ ગોવંશના સફળ અભિયાનની વિશ્વએ નોંધ લીધી છે. ગીર ગાય ક્રાંતિનીજન્મભૂમિ જામકાની મૂલાકાતે ભારતના ૨૦ હજાર ગામોના અને વિશ્વના ૨૭ દેશના લોકો આવ્યા છે.

કંઠી ગોવંશ :

કચ્છના મુદ્રા-માંડવીના દરિયા કિનારાના મૂળ દેશી ગોવંશનો રંગ સફેદ, મુંજડો અને કાળો છે. કોઈ ગોવંશમાં માંકડો રંગ જોવા મળે છે. ટુંકી શીંગડી, ચુસ્ત શરીર, પાતળા પગ અને ચૂસ્ત આઉ-આંચળ છે. કંઠી ગોવંશનું કદ ગીર-કાંકરેજથી નાનું છે એથી ગીર-કાંકરેજથી ૭૦ ટકા આહારમાં દૈનિક ૧૨ થી ૧૬ લીટર દૂધ અને વેતરનું ૨૫૦૦ થી ૩૦૦૦ લીટર દૂધ આપે છે. સુકા દિવસો અલ્પ છે.છેક પુનઃ વિયાણ સુધી દૂધ આપે છે. એક કંઠી ગાય ૫૧૦૦૦ રૂ।.માં ખરીદીને જળક્રાંતિ ટ્રસ્ટે શ્રી દિપકભાઈ પટેલ – નર્મદા ગૌશાળા ખંભરાને ભેટ આપી. હવે આ ગૌશાળામાં કંઠી ગોવંશની સંવર્ધન ગૌશાળા સ્થપાશે.

રાવરી ગોવંશ :

કચ્છના ભૂજથી નખત્રાણા વચ્ચેના રાવરી પ્રદેશનો ભૂજ આસપાસના મૂળ દેશી ગોવંશનો રંગ સફેદ અને મુંજડો છે. દેખાવ અને કદ કાંકરેજ ગાયને મળતા આવે છે. પરંતુ શીંગ થોડા પાતળા, સપાટ કપાળ, લાંબુ મુખ અને કાંકરેજથી શાંત સ્વભાવ છે. દૈનિક ૧૨ થી ૨૦ લીટર અને વેતર (૩૦૫) દિવસનું ૨૫૦૦ થી ૩૫૦૦ લીટર દૂધ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.

અરવલ્લી ગોવંશ :

અરવહ્યી પર્વત માળાનો પ્રદેશ રાજસ્થાનનો શિરોહી જિહ્યો અને ગુજરાતનો અંબાજી દાંતા વિસ્તારના મૂળ દેશી ગોવંશનું કદ કાંકરેજ ગોવંશ જેવડું છે. પાતળા અણિદાર શીંગ, શાંત સ્વભાવ, ચૂસ્ત આઉ છે. સફેદ અને મુંજડો (સાયો) રંગ ધરાવે છે. ઘણી ગાયોને કપાળમાં મોટું ટીલું હોય છે. આ ગોવંશ માત્ર ગૌચર-ખેતરોમાં ચરીને દૈનિક ૧૦ થી ૧૬ લીટર દૂધ આપે છે. આબુ પર્વતની શૂન્ય ડીગ્રીની ઠંડી સહન કરી શકે છે અને ૧૦૦૦ ફટ ઉંચા પહાડો ઉપર જઇ ઘાસ ચારી આવે છે. પગની ખરી ખુબ મજબુત છે.

દૂધ ઉત્પાદન, સૌંદર્ય અને પાણીદાર બળદો આપતા આ દેશી ગોવંશોનો ભારતના ગીર-કાંકરેજ-થરપાકર-શાહીવાલના વર્ગમાં સમાવેશ થાય છે. રાજ્ય સરકારો અને ભારત સરકારમાં આ ગોવંશની આજ સુધી નોંધણી થયેલ નથી. છેહ્લા ૮ વર્ષ માં અનેકવાર આ ગોવંશોના પ્રદેશમાં ફરીને મનસુખભાઈ સુવાગીયાએ આગોવંશના પ્રાકૃતિક ગુણધર્મો, દૂધ ઉત્પાદન ક્ષમતા અને બળદની કાર્યક્ષમતા શોધીને આ ગોવંશોને તેના મૂળ પ્રદેશ ઉપરથી કંઠી, રાવરી અને અરવહ્યી નામ આપેલ છે. જળક્રાંતિ ટ્રસ્ટ દ્રારા સ્થાનિક ગોપાલકો કિસાનો ગોસેવકોને આ ગોવંશની ઉપયોગીતા સમજાવીને તેના પાલન-સંવર્ધનની પ્રેરણા અપાશે. આ ગોવંશોને લુપ્ત થતા બચાવીને ભારતના નકશામાં મુકવાનો જળક્રાંતિ ટ્રસ્ટનો સંકલ્પ છે.

– જળક્રાંતિ ટ્રસ્ટ-રાજકોટ

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: