“ હવે ભારતને ગાંધીની જરૂર છે.”

શિક્ષણના અભાવે માનવીમાં તર્ક શક્તી,સમાજ શક્તી તેમજ વ્યવહારીકજ્ઞાન ની ઉણપ સર્જાય છે.આવી ઉણપ થી વર્ષો પહેલા ભારત અંગ્રેજોનું ગુલામ બની રહ્યું હતું. હળાહળ અન્યાયની આગે એટલી હદે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે કદાચ મેધ પણ મન મુકીને વરસે છતાં પણ આ આગ ઓલવાઈ એમ ન હતી.

સમય પસાર થતો જાય, દિવસના ભારતીય નાગરિકો ઉપર અંગેજોના રાક્ષસો પોતાના હુકમો ઠલવના જાય છે. રાજયના રાજા–મહારાજાઓ સહાય વગર યુધ્ધો હારતા જાય છે. અને પાયમાલ બનતા જાય છે.આવા સમયે એક વણીક પુત્રને હદયમાં ઉંડો ધા લાગ્યો અને અંતર અત્માંમાંથી અવાજ ઉઠ્યો“ “ હે વણીક તારા ભારતના નવ યુવાનોનો જોશ કયા સમુદ્રમાં ખોવાઈ ગયો. તારા ભારતના નાગરીકો અન્યાયની અગ્નીમાં બળીને પોતાનું અસ્તિત્વ ખોઈ રહ્યા છે. તારા ભારતની સંસ્કૃતી ધૂળમાં મળી રહી છે. તારા ભારતની સંપતી છીનવાઈ રહી છે. તું ઉભો થા અને યુવાનોમાં, દેશના નાગરિકોમાં ક્રાંતિ પ્રેરીને ભારતને આઝાદ કર” આવો અવાજ સાંભળી પોરબંદરનો વણીક પુત્ર એક લાકડીનાં ટેકે ઉભો થયો અને હજારો અંગેજો ની ફોજ ની સામે લાકડીના સહારે અહિંસાની ચળવળ કરી ભારતને આઝાદ કરાવનાર એ બીજું કોઈ નહી પરંતુ આપણા રાષ્ટ્રપીતા  મહાત્મા ગાંધીજી  છે.

કોઈ હિંદુ –મુસ્લીમ-સીધ-પારસી નહી પરંતુ આપણે સો ભારતીય છીએ. એવી વિચારધારા લોકોના મનમાં ઊંડાણપૂર્વક અમલમાં લાવીને એકતાના સહારે ભારતને પોતાની રીતે ઉડવા માટે સ્વતંત્રની પાંખો અપાવી એવા આપણા સોના રાષ્ટ્રીયપીતા મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતી પર સત સત વંદન

હું  ધણા સેમીનારની અંદર અને ધણા જ પ્રસગો માં હું મારા વક્તવ્યમાં એક વાત કહેવાનું કદાચ ભુલ્યો જ નથી કે; જો ભારતને નિર્ભય બનાવવું હોય, જો ભારતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવું હોય તો પ્રથમ “સત્યના પ્રયોગે નામની આભકથા જરૂર વાંચજો અને દેશનો નાગરિક મહાત્મા ગાંધીની આ આત્મકથા વંચસે ત્યારે ભારત એક શ્રેષ્ઠ રાષ્ટ્ર બનશે.

ખાણી-પીણીમાં જયારે મીઠાનો ભાવ વધારે થયો ત્યારે મહાપુરુષે દાંડી યાત્રા કરી અને મીઠાને સસ્તું કર્યું.  આમ ભારતીય નાગરિકની મૂળભૂત જરુરીયાત શું છે? એ સમજીને ભારતીયની દરેક મુશ્કેલીનો યોગ્ય ઉકેલ લાવવાની આવડત અને ખંત ખમીરી થી પૂરી નિષ્ઠા સાથે કાર્યો કરનાર યુવાનોની ટીમે ગાંધીજી બાપુના નેતૃત્વ  નીચે ભારને ખુલ્લા આકાશમાં ઉડવા માટે પાંખો આપી છે આપણે સો આ  મહાપુરૂષ ગાંધીજીના ઋણી રહીશું.

અત્યારે ભારતની સ્થીતી કાઈક અલગ જ છે. પહેલા જયારે ભારતમાં ગાંધીજીની વિચારધારા હતીં તે ભારત અને  અત્યારનું ભારત આ બંન્નેમાં જમીન-આસમાન નો તફાવત છે. ભ્રષ્ટાચારથી વસ થયેલા ધણા-ખરા રાજ્યોના ભારતની પ્રજા પાસેથી સ્વતંત્રતતાનો હક બળ-જબરી પૃર્વક છીનવી રહ્યા છે. નેતિકતા, પ્રમાણિકતા અને  સત્યતા કદાચ કયાંક ડૂબી ગયા છે. ભારતના યુવાનો વ્યસનથી જીંદગીને પૂર્ણ કરે છે. શિક્ષણ જગતમાં ભ્રષ્ટાચાર થાય છે. દેશના વિધાર્થીઓની આત્મપ્રયાસ ધણા-ખરા લોકો તોડે છે. હવે આ સમુદ્રમાં ડૂબેલા નવા ભારતને બહાર લાવીને કિનારે લાવવા માટે કોઈ “ “ ગાંધી ”  “ ની જરૂર છે.

કોઈ સુભાષચંદ્ર બોઝ, કોઈ ઝાંસીની રાણી લક્ષ્મી બાઈ, કોઈ કલ્પનાબેન ચાવડા , તો કોઈ મહામાનવ સરદાર કોઈ છત્રપતી શિવાજી ,તો કોઈ મહારાણા પ્રતાપ કોઈ ભગત સિહ,તો કોઈ ચંદ્ર શેખર આઝાદ આમ હવે ભારતને બીજા ગાંધીજીની નેતૃત્વ નીચે કાર્ય કરતા આવા ક્રાંતી યુવાનો અને યુવતીની મારા ભારત દેશને જરૂર છે.

શેરીએ-શેરીએ વ્યસનની દુકાનો છે. પુસ્તકની દુકાનો નાશવંતના આરે છે. પશુ પ્રેમી મનુષ્યઓને કતલખાને મોકલે છે.પક્ષી એ પ્રકૃતી નો નાશ થતો નજરે જોવા મળે છે. આ દરેકને  અંધકારમય જીવનમાંથી ઉગારવા માટે  “ગાંધીની”  “ જરૂર છે.

૨ ઓકટોબર એટલે રષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી ,આજના દિવસે મહાન સમાજ સેવક , દેશ પ્રેમી અને સત્યનિષ્ઠાને પોતાનું સ્વરૂપ બનાવનાર મહાત્મા ગાંધીજીને ભારતના નાગરિક કયારેય ભૂલી શકાશે નહી દરેક વાંચકમિત્રોને મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતી ની સુભેચ્છા છે.વંદે માતરમ્

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: