માણસસ ધારે તો શું-શું ન કરી શકે ? ધારે તો શું શું ન બની શકે ? એનો જીવંત દાખલો ડૉ. કનુભાઈ માવાણી છે.

માણસસ ધારે તો શું-શું ન કરી શકે ? ધારે તો શું શું ન બની શકે ? એનો જીવંત દાખલો ડૉ. કનુભાઈ માવાણી છે. કંડકટર બન્યા, પાનના ગલ્લે બેઠા, હીરા ઘસ્યા, આયુર્વેદના ડોક્ટર બન્યા, પ્રોફેસર બન્યા, પત્રકાર બન્યા, કોર્પોરેટર બન્યા, મેયર બન્યા, ધારાસભ્ય બન્યા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ બન્યા..!! એમણે જીવનમાં જે ધાર્યું તે કરી બતાવ્યું. લેઉવા પટેલ સમાજના મોભી ડૉ. કનુભાઈ માવાણી અત્યારે સુરતમાં ધારુકાવાલા એજ્યુકેશન કેમ્પસમાં આવેલી સ્વામી સરસ્વતી ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીના ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. ડૉ. કનુભાઈ માવાણીએ દરેક ક્ષેત્રમાં નવા આયામ સર્જ્યા છે. સુરતવાસીઓ તેમને મેયર તરીકે વધારે યાદ કરે છે તો રાજકોટવાસીઓ હજી પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકે તેમને ભુલ્યા નથી.

ડો. કનુભાઇ જી. માવાણી

(બી.એસ.એ.એમ., એલ.એલ.બી., પી.જી.ડી. ઇન જર્નાલીઝમ, ડી.લીટ.) પૂર્વ મેયર, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ કુલપતિ સૌ.યુનિ.

બાયોડેટા

નામ:- ડો. કનુભાઇ જી. માવાણી, જન્મ તારીખ:- ૦૨ જી ઓકટોબર ૧૯૪૪, જન્મ સ્થળ અને વતન:- મુ.ગારીયાઘાર, જી. ભાવનગર. હાલ સુરત સ્થાયી સને ૧૯૬૩ થી.

શૈક્ષણિક લાયકાત

• બી.એસ.એ.એમ (તબીબ) – આયુર્વેદ કોલેજ, સુરત. • એલ.એલ.બી. – નવયુગ કોલેજ, સુરત.  • પી.જી. ડિપ્લોમા ઇન જર્નાલીઝમ – દ.ગુ. યુનિવર્સીટી, સુરત. • ડોકટર ઓફ લીટ્‍ રેચર (ડી.લીટ.) – આયુર્વેદ.

શૈક્ષણિક કારકીર્દી

• ૧૯૭૦ – ૧૯૮૦ : મેડીકલ જનરલ પ્રેકટીસ – સુરત.

• ૧૯૮૦ – ૧૯૮૬ : પ્રોફેસર આયુર્વેદ કોલેજ – સુરત.

• ૧૯૮૬ – ૧૯૯૯ : પ્રિન્સીપાલ આયુર્વેદ કોલેજ – સુરત. સુપ્રીન્ટેન્ડન્ટ આયુર્વેદ હોસ્પીટલ – સુરત.

• ૧૯૮૨ – ૧૯૯૪ : સીન્ડીકેટ સભ્ય – ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી.

• ૧૯૯૪ – ૧૯૯૯ : સેનેટ સભ્ય – ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી.

• ૧૯૯૯ – ૨૦૦૫ : વાઇસ ચાન્સેલર સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ. (બે ટર્મ)

રાજકીય ક્ષેત્રે કારકીર્દી

• ૧૯૭૭ – ૧૯૮૦ : સક્રીય કાર્યકર જનતાપાર્ટી (જનસંઘ)

• ૧૯૮૦ – ૧૯૯૦ : ઉપપ્રમુખ સુરત શહેર ભા.જ.પા.

• ૧૯૯૦ – ૧૯૯૫ : ધારાસભ્ય સુરત ઉત્તર.

• ૨૦૦૫ : મહામંત્રી સુરત શહેર ભા.જ.પા.

• ૨૦૦૫ – ૨૦૦૮ : મેયર, સુરત શહેર.

• સભ્ય – શિસ્ત સમિતી ગુજરાત પ્રદેશ ભા.જ.પા. (ત્રણ વર્ષ)

• ચુંટણી કન્વીનર – સુરત સંસદીય મત વિસ્તાર ભા.જ.પા. નાં ઉમેદવારને જંગી બહુમતિથી વિજેતા બનાવવામાં સહભાગી.

• મુખ્ય ચુંટણી કન્વીનર (ત્રણ વખત) – ચોર્યાસી વિધાનસભા મતવિસ્તાર ભા.જ.પા. ઉમેદવારને ત્રણેય વખત જંગી બહુમતીથી વિજેતા બનાવવામાં સહભાગી.

સહકારી ક્ષેત્રે કારકીર્દી

• ઉપપ્રમુખ : સર્વોદય સહકારી બેંક, સુરત.

• ડીરેકટર: શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી સહકારી આયુર્વે દિક ફાર્મસી (આસ્ફા), સુરત.

• પૂર્વ પ્રમુખ : સુરત સેન્ટ્રલ કો.ઓ. સ્ટોર. (અપના બજાર)

• પૂર્વ ડીરેકટર: ઘી પંચશીલ કો.ઓ. બેંક, સુરત.

સામાજીક ક્ષેત્રે કારકીર્દી

• ટ્રસ્ટી : સૌરાષ્ટ્ર પાટીદાર સોશ્યલ ટ્રસ્ટ – સુરત.

• ટ્રસ્ટી : શ્રી તાપી બ્રહ્યચર્યાશ્રમ સભા – સુરત.

• ટ્રસ્ટી : સુરત વૈદ્ય સભા.

• ટ્રસ્ટી : સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ – સુરત.

• ટ્રસ્ટી : વરાછારોડ મેડીકલ એસોસિએશન – સુરત.

શોખના વિષયો

• વાંચન, પ્રવાસ, સમાજસેવા.

વિદેશ પ્રવ્રવાસ

• યુરોપ ખંડના વિવિધ દેશો : જર્મની, ઇટાલી, ફ્રાન્સ, ઈગ્લેંન્ડ.

• એશિયા ખંડના વિવિધ દેશો : હોંગકોંગ, થાઇલેન્ડ, મલેશીયા, સીંગાપોર, દુબઇ,શ્રીલંકા.

• અમેરીકા, ઓસ્ટ્રેલિયા.

• અંદમાન અને નિકોબાર.(ભારત)

ડૉ. કનુભાઈ માવાણી મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધારના વતની. બીજી ઓક્ટોબર ૧૯૪૪ની રાત્રે એમનો જન્મ. એ રાત શરદ પૂનમની હતી ! ક્નુભાઈનું પ્રાથમિક શિક્ષણ ગારિયાધારમાં જ થયું અને ચોથા ધોરણમાં હતા ત્યારથી કામે વળગ્યા. શરૂઆતમાં બીડીની નસ કાઢવાનો એક પૈસો મળતો. આઠમા ધોરણમાં આવ્યા ત્યારે મામાએ કહ્યું, “કંઈક કમાણી કરવાનું શીખી જા.” કનુભાઈ સહકારી બસમાં કંડક્ટર બન્યા. દિવસે ભણવાનું અને રાત્રે કંડક્ટરની નોકરી કરવાની. ત્રણેક વરસ નીકળી ગયા. ૧૯૬૨માં કનુભાઈ એસએસસી થયા. એમના પિતાને થયું, દીકરો એસએસસી થઈ ગયો, કમાણી માટે કંઈક ધંધો કરી દઉં. કનુભાઈને ગારિયાધારમાં પાનનો ગલ્લો ખોલી દીધો.

પછી ? જવાબમાં કનુભાઈ માવાણી કહે છે, પાનના ગલ્લા સામે ડૉક્ટરનું દવાખાનું હતું. એ સમયે ઈલેક્ટ્રીક પંખા નહોતા. ડોક્ટરતે તેનો માણસ પંખો નાખતો હતો. કનુભાઈને થયું, સાલ્લું ! આપણેય ડૉક્ટર હોઈએ તો આપણનેય કોઈક પંખો નાખે. મનમાં ડૉક્ટર થવાનું ભૂત સવાર થયું. કનુભાઈ કહે છે કે ડૉક્ટર થવું હોય તો ગારિયાધારમાં રહીને ન થવાય. ડૉક્ટર બનવાના વિચાર ચાલતા હતા એવામાં ગામના પ્રેમજીભાઈ કોન્ટ્રાક્ટર ઘેર આવ્યા. એ સુરત રહે. બાપાને કહ્યું; છોકરાને સુરત હીરા ઘસવા મોકલ. શીખવાના રૂપિયા ૧૦૦૦ આપવા પડશે. શીખવા માટે ૧૦૦૦ રૂપિયા આપી શકાય એમ નહોતા. પણ શરત મૂકી કે, હીરા ઘસવાનું શીખ્યા પીછ છ મહિનાનો પગાર નહીં મળે. હું ૧૯૬૩માં સુરત ગયો. પિતાએ ત્રણ સૂચના આપેલી, “જો બેટા, શહેરમાં જઈને બગડી ન જતો. પસીના વિનાની કમાણી ન કરતો અને કંઈ મેળ ન પડે તો પાછો આવજે.”

ડૉ. માવાણી કહે છે, પિતાની શીખ મેં બરોબર ગાંઠે વાળી લીઘી. ૧૯૬૩થી ર૦૧૩ પાંચ દાયકા સુધી પિતાની સલાહ લઈને ફરું છું. કોઈ દી’ દુઃખી થયો નથી. ક્યાંય પાછો પડ્યો નથી. ડૉ. કનુભાઈ માવાણીએ સુરતમાં હીરા ઘસ્યા ત્યારે મનમાં ડૉક્ટર થવાની વાત તો રમતી જ હતી. હીરાના કારખાનાનો એક કિસ્સો યાદ કરતાં ડૉ. માવાણી કહે છે, હીરાના કારખાનામાં એક દિવસ હીરો ખોવાઈ ગયો. બધા કારીગરો હીરો શોધતા હતા પણ હું અખબાર વાંચતો હતો. શેઠ આવ્યા અને મને સાવરણી ફટકારી. કહે, બધા હીરો શોધે છે ને તું છાપું વાંચે છે ? કનુભાઈએ ત્યારથી જ મનમાં જુદો વિચાર કરી

લીધો. એમણે અખબારમાં આયુર્વેદ કોલેજ-સુરતની જાહેર ખબર વાંચી. કોર્સ સાવ નવો હતો પણ મનમાં ડૉક્ટર બનવાનું વિચારી લીધું જ હતું. ભણવા માટે રૂપિયાની જરૂર પડે. કાઢવા ક્યાંથી ? કનુભાઈએ હીરાના કારખાનાના શેઠ મગનભાઈને કહ્યું, “મારે ભણવું છે, પૈસા આપો.” શેઠે પૂછ્યું, ““પૈસા પાછા કેવી રીતે આપીશ ?” કનુભાઈએ કહ્યું, “સવારે હીરા ઘસવા આવીશ. બપોરે કોલેજ જઈશ.” કનુભાઈ એ વખતે પાયજામા નીચે બૂટ પહેરીને ભણવા જતા. મશ્કરીનો ભોગ પણ બનતા, પણ ભણવામાં ખૂબ મહેનત કરી. આયુર્વેદના કોર્સમાં એ અવ્વલ આવ્યા. આયુર્વેદમાં કનુભાઈએ ગોલ્ડ મેડલ મેળવ્યો. ત્યારે કનુભાઈને નવો વિચાર આવ્યો કે, મને કોઈએ ગોલ્ડ મેડલ આપ્યો, તો હું કોઈને ન આપી શકું ?

તેમનું આવું જ સપનું કોરેન જવાનું હતું. કનુભાઈ વાત કરતાં કહે છે, છું હીરાના કારખાનામાં કામ કરતો હતો ત્યારે મને હીરા જોઈને નવાઈ લાગતી અત્તે મત્તમાં અત્તેક સવાલો ઉઠતા. મેં એકવાર શેઠને પૂછ્યું, આ હીરા આવે છે ક્યાંથી ? શેઠ કહે, કોરેનથી. મને એમ થયું કે ફોરેન એટલે નજીકમાં કોઈ ગામ હશે. મેં કહ્યું, મારે કોરેન હીરા જોવા જાવું છે. શેઠ ખિજાયા અને કહ્યું, સપનાં જોવાનું બંધ કર. પણ કનુભાઈ માવાણીએ જે સપનાં જોયાં તે પૂરા કર્યા છે. તે અનેકવાર વિદેશ જઈ આવ્યા. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, થાઈલેન્ડ, મલેશિયા, સીંગાપોર, દુબઈ, શ્રીલંકા, જર્મની, ઈટાલી, ફ્રાન્સ, ઈંગ્લેન્ડ સહિતના દેશોમાં જઈ આવ્યા.

દસ વરસ આયુર્વેદના ડૉક્ટર તરીકે પ્રેક્ટીસ કરી. આ પ્રેક્ટીસ દરમિયાન લોકો તેમની પાસે નાનાંનાનાં પ્રશ્નો રજૂ કરતા. કનુભાઈને થયું કે, આવા પ્રશ્રો ઉકેલવાનું કામ રાજકારણીઓનું છે. રાજકારણમાં એકવાર જવું તો જોઈએ. તેમને રાજકારણમાં જવાની ઈચ્છા થઈ. ૧૯૮૦માં તે રાજકારણમાં પ્રવેશ્યા. ‘૮૧.માં પ્રેક્ટીસ છોડી. મહિને રપ હજારની પ્રેક્ટીસ છોડી એ ચૂંટણી લડ્યા. ભાજપની ટિકિટ ઉપર સુરતમાંથી જીત્યા અને ૧૯૯૦થી ‘૯પ ધારાસભ્ય રહ્યા. કનુભાઈ કહે છે, ધારાસભ્ય તરીકે મારો અનુભવ સારો નહોતો. દારૂ-જુગારના અડ્ડા બંધ કરાવ્યા તો ઓંફર થવા લાગી. નાનામાં નાનો સરકારી કર્મચારી રૂપિયાની ઓફર કરવા લાગ્યો. પછી મને પિતાની શીખ યાદ આવી અને થયું, આ આપણું કામ નહીં. ધારાસભ્ય તરીકેની ટર્મ પૂરી થઈ પછી ચૂંટણી લડવાની ઈચ્છા તો નહોતી જ. એ સમયે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા. એમણે પૂછ્યું, શું કરવું છે ? મેં કહ્યું, આરોગ્ય કે શિક્ષણનું પડકાર હોય એવું કામ આપો. અને મને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિપદની ઓફર થઈ અને એ પડકાર ઝીલી લીધો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ સમયે વગોવાયેલી હતી. આર્થિક ખોટ ચાલતી હતી. માથાભારે તત્વોની દાદાગીરી વધી હતી. સ્થાપિત હીતો તો હતા જ. આ બધા સામે કનુભાઈએ લડવાનું હતું. એ કુનેહપૂર્વક લડ્યા. એમણે કુશાગ્ર બુદ્ધિથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ખોટના ખાડામાંથી બહાર કાઢવા અને તંત્ર સુધારવાની કવાયત શરૂ કરી દીધી. ડૉ. કનુભાઈ કહે છે, હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે જોઈન્ટ થયો પછી એકવાર દાનવીર દીપચંદભાઈ ગાર્ડી રાજકોટ આવવાના હતા. હુંએમને મળવા એરપોર્ટ પહોંચ્યો. મેં હોમ સાયન્સ ભવનની વીસ લાખની યોજના એમના ધ્યાને મુકી. એમણે સરકીટ હાઉસમાં ચર્ચા કરવાનું કહ્યું. અમે સરકીટ હાઉસ ગયા. ત્યાં દીપચંદભાઈએ કહ્યું, હું દસ લાખ આપું. બાકીના દસ લાખનો તમે મેળકરશો ? માવાણી સાહેબે હા પાડી દીધી. ડૉ. માવાણીએ બીજેથી થોડું-થોડું કરીને દસ લાખનું દાન મેળવ્યું. વીસ લાખ રૂપિયા ભેગા થયા ને ત્રણ મહિનામાં જ હોમ સાયન્સ ભવન તેયાર ! ડૉ. માવાણી કહે છે, મેં ઉદ્દઘાટન માટે દીપચંદભાઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માવાણી સાહેબ વીસી તરીકે જોડાયા ત્યારે બે કરોડનો ઓવર ડાફટ હતો. તેમણે નક્કી કર્યું કે રોજના એક લાખ રૂપિયા બચાવવા જોઈએ. તેમણે એ દિશામાં પ્રયાસ શરૃ કરી દીઘા.શરૂઆત પોતાનાથી કરી. પોતાના પગારમાંથી ૧૦ હજાર આપ્યા અને નક્કી કર્યું કે ટીએ/ડીએ નહીં આવવા વિનંતી કરી. એ ચોંકી ગયા. આટલા ઓછા સમયમાં કામ થઈ ગયું ! એ ઉદ્દઘાટન કરવા રાજકોટ આવ્યા અને કહ્યું, બીજું દાન જોઈતું હોય તો કહેજો. લઉં. પછી બીજો ઉપાય એ કર્યો કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપના દિવસે અપિલ કરી કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પાન-મસાલા પાછળ રૂપિયા ખર્ચી નાખે છે. દરેક વિદ્યાર્થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને દસ રૂપિયા આપે. યુનિવર્સિટીમાં દોઢ લાખ વિદ્યાર્થીઓ ભણે. બધા વિદ્યાર્થી દર વર્ષે દસ-દસ રૃપિયા આપવા લાગ્યા. આમ, વર્ષે દોઢ કરોડ રૂપિયા ભેગા થવા લાગ્યા.

ડૉ. કનુભાઈ માવાણી સામે બીજી સમસ્યા પાણીની હતી. કેમ્પસમાં પાણીની ખૂબ તકલીફ હતી. તેમણે ઈસરોના અધિકારીઓને બોલાવીને સલાહ લઈ દસ લાખના ખર્ચે બોર કરાવ્યા, બે ચેકડેમ, બે તળાવ બંઘાવ્યા. હવે પાણી ખૂટતું નથી. આવી જ સમસ્યા રસ્તાની હતી. ડૉ. માવાણીએ જર્મન ટેકનોલોજી મુજબ રોડ બનાવડાવ્યા. આ ટેક્નોલોજીમાં ૩૦ ટકા ફ્લાય એશ અને ૭૦ ટકા સિમેન્ટ વાપરવામાં આવે છે અને આવા રોડનું આયુષ્ય ૪૦ વર્ષનું હોય છે. આમ, દર વર્ષે

રોડ રિપેરીંગનો ખર્ચ થતો બચાવ્યો. લેબોરેટરીમાં કેમિકલ, પસ્તીની પણ તપાસ કરી. પ્રોફેસર, પ્રિન્સીપાલ, સિન્ડીકેટ સભ્યો ભાડાં-ભથ્થાંમાં ગોલમાલ કરતા. એ બધું માવાણી સાહેબે પકડ્યું અને યુનિવર્સિટીને એમાંથી બચત થતી થઈ. આ રીતે થોડા સમયમાં ખોટના ખાડામાં ચાલતી યુનિવર્સિટીની હાલત સદ્ધર બની ગઈ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તેમણે ક્વૉલિટી એજ્યુકેશન ચાલુ કરાવ્યું. નવા કોર્સ શરૂ કરાવ્યા. કારગીલ શહીદોની યાદમાં દસ હજાર વૃક્ષો વાવીને કેમ્પસમાં “કારગીલ વન’ બનાવ્યું.

૬૯ વર્ષની ઉંમરે પણ ડૉ. માવાણી સ્ફર્તિથી, નિયમિત કામે લાગી જાય છે. સ્વાભાવિક છે, તેમની પ્રગતીમાં પત્ની પ્રભાવતીબેનનો મોટો ફાળો છે. ડૉ. માવાણીની ચાર પુત્રીઓ પરણીને સાસરે છે. જો કે સૌથી નાની પુત્રી સુરતમાં જ છે એટલે એમની સાથે રહે છે. ડૉ. ક્નુભાઈ સમયમાં માનનારા છે. આઠ કલાકની પાક્કી ઉંઘ કરે છે. સવારે એક કલાક વોકીંગ અને યોગ કરે. સવારે બે કલાક કોલેજ જાય અને બાકીના સમયમાં વાંચન ચાલ્યા કરે. કનુભાઈ કહે છે, જે ટ્રસ્ટની કોલેજોમાં ભણ્યો એ કોલેજમાં પ્રિન્સીપાલ થયો અને હવે એ જ કોલેજમાં ટ્રસ્ટી છું ! અત્યારે નહીં નફો, નહીં નુકસાનના ધોરણથી તે મેડીકલ સ્ટોર ચલાવે છે. રોજની ત્રણેક લાખ રૂપિયાની દવા ખપી જાય છે. શિક્ષણની સાથે સમાજસેવામાં પણ કનુભાઈ સક્રિય છે.

શ્રી ખોડલઘામ વિશે કનુભાઈ કહે છે, ખોડલધામ એ સામાજિક, શૈક્ષણિક અને અધ્યાત્મીકતાનો ત્રિવેણી સંગમ છે. આ ટ્રસ્‍ટ સમાજના બૌદ્ધિક લોકોને પ્લેટફોર્મ આપશે અને રાષ્ટ્રના ઉત્થાનમાં પણ આ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. ખોડલધામ ટ્રસ્ટનું  મેનેજમેન્ટ નિઃસ્વાર્થભાવે સેવા આપે છે, તે ખૂબ સારી બાબત છે. અનેક પાસાંઓનો વિચાર કરીને ખોડલધામનું નિર્માણ થઈ રહ્યું છે. અત્યારે વડલાનું બિજ રોપાયું છે, ખોડલધામ વટવૃક્ષ બનશે અને તેનો લાભ આખા સમાજને મળશે. આ વટવૃક્ષના નિર્માણમાં દરેકનો સહકાર જરૂરી છે. ડૉ. કનુભાઈ માવાણીના જીવનમાં માતા જમનાબેન અને પિતા ગોવિંદભાઈનું માર્ગદર્શન સદાય ઉપયોગી થતું આવ્યું છે. કનુભાઈ,પહેલેથી જ કનુભાઈ તરીકે ઓળખાય છે. નાનપણથી ! બાકી, એમનું નામ છે, કનૈયાલાલ માવાણી !

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: