ડુપ્લિકેટ લાયસન્સ માટે RTO કચેરી જવાની જરૂર નથી, ઓનલાઈન અરજી કરવાથી મળી જશે

હાલ નવા ટ્રાફિક નિયમો લાગુ થતાં જ આરટીઓમાં લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. તેવામાં સરકારે ડુપ્લિકેટ લાયસન્સ ઈચ્છતાં લોકો માટે એક મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે. હવેથી તમારે ડુપ્લિકેટ લાયસન્સ માટે આરટીઓનાં ધક્કા ખાવા નહીં પડે. તમે ઓનલાઈન અરજી મારફતે ડુપ્લિકેટ લાયસન્સ મેળવી શકશો.

જો તમારું લાયસન્સ ગુમ થયેલ હોય, ફાટી ગયેલ હોય કે અન્ય કોઇ કારણસર નાશ પામેલ હોય તેવા કિસ્સામાં હવે તમે એકદમ સરળતાથી ડુપ્લિકેટ લાયસન્સ કઢાવી શકશો. આ માટે તમારે આરટીઓ કે એઆરટીઓને મળવાની જરૂર નથી. કે આરટીઓ કચેરીનાં ધક્કા ખાવાની પણ જરૂર નથી. જો તમે ડુપ્લિકેટ લાયસન્સ લેવું હોય તો ફક્ત parivahanseva.gov.in ઉપર ઓનલાઈન અરજી કરીને ડુપ્લિકેટ લાયસન્સ મેળવી શકશો.

આ ઉપરાંત અગાઉ શનિવાર અને રવિવાર સહિત જાહેર રજાઓનાં દિવસે પણ આરટીઓ ચાલુ રાખવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. તેવામાં ડુપ્લિકેટ લાયસન્સના આ વધુ એક નિર્ણયથી લોકોને લાંબી લાઈનોમાં ઉભા રહેવામાંથી છૂટકારો મળશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: