આ રીતે બેસીને જમવાથી થાય છે અઢળક લાભ જાણો

આપણા વડવાઓ વર્ષોથી જમીન પર બેસીને જમવાનો આગ્રહ રાખતાં હતાં તેની પાછળ ઘણાં કારણો રહેલા છે. જમીન ઉપર સુખાસન એટલે કે પલાંઠી વાળીને જમવાથી અનેક સ્વાસ્થ્ય સંબંધી લાભ શરીરને પ્રાપ્ત થાય છે અને અને આપણે ઊર્જાવાન અને સ્ફૂર્તિવાન બનીએ છીએ. આ ઉપરાંત પણ તમે સવારે સુખાસનમાં બેસો તો પણ તમને ઘણો ફાયદો થાય છે. આજે આપણે જોઈએ તેનાથી થતાં ફાયદા.

સુખાસનમાં કઇ રીતે બેસશો

સાદડી અથવા શેતરંજી ઉપર પલાંઠી વાળીને બેસો. હથેલીઓ ઘૂંટણ ઉપર સ્વસ્થ રીતે આરામથી મૂકો. જરા પણ દબાવ સિવાય પીઠ, અને માથું એકદમ સીધાણમાં રાખો. પેટના ભાગને સરળતાથી અંદર ખેંચો. આંખો બંધ કરો અને મનથી તમારા શ્ર્વાસોછ્વાસ તરફ જ ધ્યાન આપો. આ પ્રમાણે દસ મિનિટ બેસો.

સુખાસનમાં બેસીને જમવાના ફાયદા

આ પ્રકારે જમીન પર બેસીને જમવાથી ઓબેસિટી, અપચો, એસીડીટી વગેરે જેવા પેટને લગતા રોગોમાં રાહત મળે છે.
સાચી રીતે કરેલું સુખાસન ઘૂંટણ અને ઘૂંટીઓની સ્થિતિસ્થાપકતામાં વધારો કરે છે.
હૃદયના ધબકારા અને શ્ર્વાસોછ્વાસની ગતિ એક સરખી કરે છે.
સામાન્ય શાંતિની લાગણી અનુભવાય છે. શાંતિની સાથે મનની સ્પષ્ટતા અને સમજ પણ આવે છે.

સુખાસનમાં કોણ ન બેસી શકે?

જેમને તીવ્ર આર્થરાઈટીસ-ઘૂંટણના વાનું દરદ હોય તેઓએ આ આસન ન કરવું.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: