સુરતમાં ખાનગી હોસ્પીટલમાં પ્રસૂતિ બાદ મહિલાનું મોત, પરિવારજનો ન્યાયની આશાએ ધરણાં પર બેઠા

સુરતના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી અપૂર્વ હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન મહિલાનું મોત થયું. મહિલાનું મોત થતા જ પરિવારજનોએ તબીબી બેદરકારીનો આરોપ લગાવીને હોબાળો મચાવ્યો અને બેદરકાર તબીબ સામે પોલીસ ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી કરવાની માગ કરી. હાલ મૃતક મહિલાનો મૃતદેહ સ્મીમેર હોસ્પિટલખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે, પરંતુ પરિવારજનોએ તબીબો પર ગંભીર આરોપો લગાવ્યા છે. પરિવારજનોનું કહેવું છે કે તબીબે સિઝેરીયન કર્યા બાદ સમયસર ટાંકા ન લીધા અને બેદરકારી દાખવી. જોકે હવે જ્યાં સુધી તબીબ સામે કાર્યવાહી ન કરવામાં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહ નહિં સ્વીકારે તેવી ચીમકી પરિવારજનોએ ઉચ્ચારી છે.

કાપોદ્રા ખાતે આવેલી કમલપાર્ક સોસાયટીમાં દયાબેન મયુરભાઈ કેવડિયા (ઉ.વ.33) પરિવાર સાથે રહેતા હતા. ગર્ભવતી દયાબેનને ગત રોજ પ્રસૂતિની પીડા થતા સવારે 11.30 કલાકે મહિધરપુરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારજનોએ જણાવ્યું હતું કે, સાંજે 6 વાગ્યા સુધી નોર્મલ ડિલિવરી થશે એમ કહીં દાખલ રાખ્યા હતા. ત્યારબાદ ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા. લગભગ 5 મિનિટમાં જ સિઝર કરવું પડશે એમ કહીં ફોર્મ પર સહી કરાવી લીધી હતી. સિઝર બાદ બાળકીનો જન્મ થયો હતો.

મૃતકના જેઠ જયેશભાઈ કેવડિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, દયાબેનને મૃત્યુ અંગે રિપોર્ટ માગ્યા તો કોઈ રિપોર્ટ આપ્યા ન હતા. ડોક્ટરની બેદરકારીથી દયાબેનનું મોત થયું છે. લાલ દરવાજાની નજીકની હોસ્પિટલના બદલે દૂર આવેલી અન્ય ખનાગી હોસ્પિટલમાં ખસેડાયા જે સૌથી મોટી ભૂલ હતી. નવજાત બાળકી 3 કિલો અને 400 ગ્રામની છે. જોકે, તેને પણ ગંભીર ખેંચ આવી રહી છે. પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને અમારા દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની પણ તૈયારી દર્શાવવામાં આવી છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: