એક વાર ગામડે જાવું છે

એક વાર ગામડે જાવું છે

ધૂળ ખાતા કાચા મકાન ને રંગ લગાવી સ્નેહ ના દીવડા પ્રગટાવી દિવાળી મનાવવા જાવું છે.

ગામડે જાવું છે.

દીકરાઓ ની રાહ જોઈ ને બેઠેલા ઘરડા માઁ બાપ ની આંખો ની તરસ છિપાવવા જાવું છે

ગામડે જાવું છે.

સુનસાન પડેલી શેરીઓ ને શણગારી ને ફટાકડા ફોડી ને ગજાવવા જાવું છે.

ગામડે જાવું છે.

શિયાળા ની ઠંડી મા સવારે ખમ્ભે છાલ નખી ને શેરી મા તાપણું કરી ને નાના મોટા બધા ભેગા બેસી ને સુખ દુખ ની વાતું કરવા જાવું છે.

ગામડે જાવું છે.

મોટી મોટી ગાડીઓ મા બહુ ફર્યા ..ફરી થી ગાડા મા બેસી ને વાડીએ જાવું છે.

વાડી મા વહેતા ધોરિયા માંથી પાણી પીવા જાવું છે.

ગામડે જાવું છે.

પિજ઼્જ઼ા બર્ગર બોવ ખાધા ..હેવ બા ના હાથ ના રોટલા? ખાવા જાવું છે.

ગામડે જાવું છે.

સિમેન્ટ ના જંગલ માંથી બાર નીકળી ને વાડીએ જઈ ને લીમડા ના છાંયડા નીચે ઠંડા પવન ની મજા લેવા જાવું છે.

ગામડે જાવું છે.

શેઠિયા ને વેપારીઓ ને બવ મળી લીધું….આખી રાત વાતું કરીએ તોય નો ખૂટે એવા ગામડા ના મારા મિત્રો ને મળવા જાવું છે.

ગામડે જાવું છે.

અહીં સાંજ ક્યારે પડે એ પણ નથી ખબર રેતી ….. ગામ ના રામજી મંદિરે જાલર નગારા વગાડવા દોટ મુકતા…..ફરી એક વાર એ મધુર ધુન સાભળવા જાવું છે.

ગામડે જાવું છે.

અહીં સવાર પડે અલાર્મ વાગે⏰ એટલે દોડવા માંડવા નું છેક સાંજે પાછા આવવાનું ….. ત્યા મોડે સુધી ફળિયા મા ખાટલા મા સૂતું રેવાનું પછી જાગી ને દાતણ મોં મા લઈ ને ડેલી એ ઊભું રેવાનું …આવતા જતા વડીલો ને સીતારામ કેવાંનું ……. એ આનંદ માણવા જાવું છે.

ગામડે જાવું છે.

વીડિયો ગેમ્સ તો બહુ રમી ….એ શેરી મા ગેડી દડો અને ક્રિકેટ રમવા જાવું છે.

ગામડે જાવું છે.

એક નમ્ર વિનંતી  મારા કાઠિયાવાડી ભાઈઓ ને કે …. ગામડે જજો ….

કારણ

આપણા ગામ ને જીવતું રાખવું હોય તો આપણે ભલે વર્ષ મા એક વાર જઈએ પણ જઈએ.

એવો સંકલ્પ લઈએ …નહીં તો આવનરી પેઢી ખાલી ફોટા જોઈ ને આશ્ચર્ય કરશે… કે ગામ આવું હોય ???

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: