આજે આપણે ટેકનોલોજી ના યુગમાં જીવી રહ્યા છીએ ત્યારે આપણા દેશમાં હજી પણ અંધ શ્રધ્ધા આપણે જોઇએ છીએ .
અવારનવાર આ અંધશ્રદ્ધા ને હથિયાર બનાવી ઠગો પ્રજાને લુંટી રહ્યા છે.અને આપણે કશું નથી કરી શકતા .એ આજના માણસની મજબુરી છે.હું શ્રધ્ધા માં માનું છું. અને એમાં દ્ઢવિશ્વાસ ધરાવું છું. પરંતું આપ જાણો છો કે કંકુ પગલા પડવા;
કે ધુણવું ,ઢબુડી ને સોય પરોવવી;
લીંબુ ચુસવું.
આ તદ્દન ખોટી અંધશ્રદ્ધા છે.
આવા ચમત્કાર ને માની ને પોતાના દુ:ખ દુર કરાવનાર ભક્તો
તમે ઇશ્વર નો એ ચમત્કાર કેમ દેખાતા નથી જે નરી આંખે જોઇ શકાય છે.
જેમ કે સુર્ય ઉગવો ;
બી ઉગવું ! હ્રદયના ધબકારા !
ઝાડને ફળ ફુલ આવવા !
આવા અંસંખ્ય ચમત્કારો આપણને કેમ દ્રષ્ટી બહાર છે.
કારણ કે આપણે વિજ્ઞાન યુગમાં પણ જાત પર વિશ્વાસ કેળવી શક્યા નથી.બીજાના કહ્યા પ્રમાણે માની લઇએ છીએ.
પરંતુ અંધશ્રદ્ધા ના કારણે ક્રાઇમ નું પ્રમાણ વધતું જાય છે.
જેમાં મર્ડર જેવા કિસ્સા બનવા લાગ્યા છે.તો આપણે જાગૃત બનવાની જરુર છે.હું મંદિર કે પુજાનો વિરોધ નથી કારણકે મંદિરના કારણે અંસંખ્ય માણસોને રોજગારી મળે છે.
એટલે એ માનવ સમાજ ને ઉપયોગી છે પરંતું મંદિરની આડમાં સામેવાળાને જબરદસ્તી ફસાવી પૈસા પડાવવા એ નરી અંધશ્રદ્ધા છે.
સત્ય બધા જાણીએ છીએ.
કે ભગવાન માતાજી ને પૈસા કે સોનાની જરુર નથી હોતી.
છતાં પણ લોકો એણે પૈસા આપે છે.
પૈસાની જરુર ફક્ત માણસને જ છે.પ્રાણીઓ ને પણ નહિ.
એ હું કહું કે પૈસા હોય તો એ પૈસા હંમેશા માનવ સમાજ ના કલ્યાણ અર્થે ઉપયોગ થવો જોઇએ. અને અંધશ્રદ્ધા ને ડામવી જોઇએ.મારી વાત આપને ગમી હોય તો જરુર પ્રતિભાવ લખજો.
સત્ય ને સ્વીકારજો.
:- રિયાઝ મીર ભલગામ
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.