પુત્રોના અસહય મારથી ડરી ગયેલા 80 વર્ષના સીતાબાની DYSP મંજીતા વણઝારાએ દીકરી તરીકે જવાબદારી ઉપાડી

પુત્રોના અસહય મારથી ડરી ગયેલા 80 વર્ષના સીતાબા ઘરે નહી પરંતુ વૃદ્ધાશ્રમમાં જવાની જીદ સાથે રડી પડતા ડીવાયએસપી મંજીતા વણઝારાએ હુંફ આપી તેમને પોતાની ગાડીમાં વૃદ્ધાશ્રમ લઇ ગયા હતા. વૃદ્ધાશ્રમમાં રહીને પુત્રો સામે કાયદાકીય લડત આપવાનો નિર્ધાર કરનાર સીતાબાને ડીવાયએસપીએ દત્તક લઇ વૃદ્ધાશ્રમનો તમામ ખર્ચ ઉપડવાનો નિર્ણય લીધો હતો.

વૃદ્ધાએ વૃદ્ધાશ્રમમાં જવાની જીદ કરી હતી

વિજાપુરના દેવડાગામના 80 વર્ષના સીતાબા બારોટ પતિના મૃત્યુ બાદ એકલવાયુ જીવન જીવી રહ્યા છે ત્યારે ગામમા આવેલી તેમની 6 વીઘા જમીન પર નજર જમાવીને બેઠેલા પુત્રો દ્વારા અસહય માર મરાતો હોવાના આક્ષેપ સાથે તેઓ ડીવાયએસપી મંજીતા વણઝારાને મળ્યા હતા. ઘરે જશે તો પુત્રો મારમારશે તેવા ડરથી વૃદ્ધાએ વૃદ્ધાશ્રમમા જવા જીદ કરી હતી પરંતુ પૈસા ન હોઈ વિસામણમાં મુકાયા હતા. આ સમયે મંજીતા વણઝારાએ વૃદ્ધાની વૃદ્ધાશ્રમમા રહેવાની તમામ જવાબદારી ઉઠાવી વૃદ્ધાશ્રમ છોડવા ગયા હતા.

દીકરી તરીકે જવાબદારી ઉપાડી

આ અંગે ડીવાયએસપીએ જણાવ્યું કે પુત્રના મારથી બા ખુબજ ગભરાઇ ગયા હતા મને લાગ્યુ કે બા ખરેખર ખુબજ હેરાન થઇ રહ્યા છે.તેમની વૃદ્ધાશ્રમમાં રહેવાની ઇચ્છા પૂર્ણ કરી છે અને કોઇ પણ તકલીફ પડે તો પોલીસ અધિકારી તરીકે નહી પરંતુ દીકરી તરીકે તમારી સાથે છુ તેવુ આશ્વાસન આપ્યુ છે.વૃદ્ધાશ્રમની તેમની એક વર્ષની ફી એડવાન્સ ભરી છે.

જમીન માટે 80 વર્ષનાં સીતાબાને પુત્રો માર મારતા હતા

પતિના મૃત્યુ બાદ એકલવાયું જીવન જીવતા 80 વર્ષનાં સીતાબા જમીન માટે માર મારતા પુત્રોથી કંટાળી મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન સ્થિત મહિલા સહાયતા કેન્દ્રમાં પહોંચી સાહેબ, મને જીવાડો કે પછી ઝેર આપીને મારી નાખો તેમ કહીને રડી પડ્યા હતા. પુત્રોનો માર ખાઇને ફરિયાદ નોંધાવવા વસઇ પોલીસ સ્ટેશન પહોંચેલા વૃદ્ધાને પોલીસે પહેલાં તમે તમારા જામીનદાર લાવો પછી ફરિયાદની વાત કરો તેમ કહીને ધમકાવીને કાઢી મુક્યાનો પણ વૃદ્ધાએ આક્ષેપ કર્યો હતો.

2004માં પતિના મૃત્યુ બાદ 2 પુત્રોએ રાખવાનો ઇન્કાર કરતાં એકલવાયુ જીવન જીવે છે

વિજાપુર તાલુકાના દેવડા ગામનાં 80 વર્ષનાં સીતાબેન રણછોડભાઇ બારોટ વર્ષ 2004માં પતિના મૃત્યુ બાદ 2 પુત્રોએ રાખવાનો ઇન્કાર કરતાં એકલવાયુ જીવન જીવે છે. જોકે, તેમની 6 વીઘા જમીન પર નજર જમાવીને બેઠેલા પુત્રો દ્વારા જમીનના કાગળ પર અગૂંઠો કરાવવા દબાણ કરી ત્રાસ અપાતો હોવાના આક્ષેપ સાથે વૃદ્ધા મંગળવારે મહેસાણા મહિલા સહાયતા કેન્દ્રમાં પહોંચી પુત્રોના ત્રાસથી બચાવવા રીતસર આજીજી કરી હતી. વૃદ્ધાના કહેવા મુજબ પુત્રોએ તેમના આધારકાર્ડથી માંડીને તમામ દસ્તાવેજો પડાવી લીધા છે અને આર્થિક ટેકો પણ કરતા નથી. પતિના મૃત્યુ સમયે પોતાની હાથમાં પહેરેલી બંગડીઓ વેચીને તમામ વિધિ પૂર્ણ કરી હતી.

વૃદ્ધા રડી પડ્યાં, મને જીવવા દો કે પછી મને ઝેર આપીને મારી નાખો

બે દિવસ પૂર્વે અમદાવાદ રહેતો પુત્ર અને તેના પરિવારે અસહય માર માર્યો હોવાની વસઇ પોલીસમાં ફરિયાદ આપવા ગયેલાં વૃદ્ધાની ફરિયાદ લેવાનું તો બાજુમાં રહ્યું હાજર પોલીસકર્મીએ તેમને જામીનદાર લઇને આવવાની વાત કરી હતી. પુત્રોના ત્રાસથી ભાંગી પડેલાં વૃદ્ધા મને જીવવા દો કે પછી મને ઝેર આપીને મારી નાખો તેમ કહેતાં હાજર પોલીસ પણ વિચારમાં મુકાઇ હતી. અહીં મહિલા સહાયતા કેન્દ્રમાં અરજી આપનાર વૃદ્ધાએ ડીવાયએસપી મંજીતા વણઝારાને મળવા તજવીજ કરી હતી.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: