આ વર્ષે સારા વરસાદ ને લીધે ગુજરાતમાં ખરીફ સિઝનનું વાવેતર 100.62 ટકા થઈ ગયું

રાજ્યમાં ચાલુ ચોમાસાની મોસમમાં ખાસ કરી 121 ટકા જેટલો વરસાદ થતાં હવે ખરીફ સિઝનનું વાવેતર 100.62 ટકા થઈ ગયું છે. જ્યારે મગફળીના વાવેતરમાં વધારો થયો છે. અને કપાસના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. સરકાર દ્વારા ટેકાના ભાવે બે સિઝનમાં 4500 કરોડ કરતાં વધુ રકમની મગફળીની ખરીદી કરી લેવામાં આવી હોવાથી ખેડૂતો દ્વારા મગફળીનું વાવેતર વધારવામાં આવ્યું છે.

ગાંધીનગરમાં કૃષિ વિભાગનાં સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજ્યમાં ગત વર્ષે 81 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. જેની સામે આ વર્ષે 85,29.350 હેક્ટરમાં વાવેતર થયું છે. રાજ્યમાં સરેરાશ 84,76,895 હેક્ટરમાં વાવેતર કરવામાં આવતું હોય છે.

સૂત્રોએ કહ્યું હતું કે, રાજ્યમાં ધાન્ય પાકનું વાવેતર વધીને 100.82 ટકા એટલે કે 13.65 લાખ હેક્ટર, કુલ કઠોળ પાકનું વાવેતર 69 ટકા એટલે કે 4.04 લાખ હેક્ટરમાં, તેલીબિયા પાકોમાં 102.87 ટકા એટલે કે 24.51 હેક્ટરમાં અને અન્ય પાકોનું વાવેતર 103.57 ટકા એટલે કે 43 લાખ હેક્ટરમાં થયું છે. ખાસ કરીને મગફળીનું વાવેતર ગત વર્ષે 14 લાખ હેક્ટરમાં થયું હતું. જે આજે વધીને 15 લાખ હેક્ટરમાં થયું છે. જ્યારે કપાસનું વાવેતર 27 લાખ હેક્ટરમાં થયું હતું. જે આ વર્ષે ઘટીને 26 લાખ હેક્ટરમાં થયું છે. શાકભાજીનું વાવેતર 2.22 લાખ હેક્ટરમાં થયું છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: