નવું એક્ટિવા લઈને જનાર વાહન ચાલકને 1 લાખ રૂપિયાનો દંડ પોલીસે ફટકારી દીધો

દેશમાં લાગુ થયેલ નવા ટ્રાફિક નિયમોએ હાહાકાર મચાવી દીધો છે. અને એકબાદ એક લાખો રૂપિયાના દંડ થતાં હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે ઓડિશાના ભુવનેશ્વરમાં ટ્રાફિક દંડનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક શખ્સ નવું નક્કોર એક્ટિવા લઈને ઘરે જઈ રહી હતી. ત્યારે રસ્તામાં પોલીસે તેને પકડીને નંબર પ્લેટ વગર એક્ટિવા ચલાવવા માટે એક લાખ રૂપિયાનો દંડ કર્યો હતો.

12 સપ્ટેમ્બરના રોજ અરુણ પાંડા નામનો વ્યક્તિ ઓડિશાના ભુવનેશ્વરમાં શોરૂમમાંથી એક્ટિવા લઈને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે બારંગમાં વાહનોનાં ચેકિંગ સમયે પોલીસે તેને અટકાવ્યો હતો. એક્ટિવાને નંબર પ્લેટ ન હોવાને કારણે પોલીસે તેને પકડ્યો હતો. અરુણે આ એક્ટિવા 28 ઓગસ્ટે ખરીદ્યું હતું. પણ તેનો નંબર હજુ સુધી આવ્યો ન હતો. ટ્રાફિક પોલીસે આ મામલામાં ડીલર, મેન્યુફેક્ચરર, ઇમ્પોર્ટરના સ્તરે થયેલી ચૂક માટે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

1 લાખ રૂપિયાના દંડની વાત સાંભળીને એક્ટિવા માલિક કવિતાના હોંશ ઉડી ગયા હતા. તેને ખબર ન પડી કે, પોલીસે આટલો મોટો દંડ કેમ ફટકાર્યો. જે બાદ તેણે તપાસ કરતાં માલુમ પડ્યું કે, શોરૂમમાંથી એક્ટિવાને રજિસ્ટ્રેશન નંબર જ અપાયો ન હતો. અને એક્ટિવાનું રજિસ્ટ્રેશન પણ તેના નામે ન હતું. આ મામલે કવિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. નવા મોટર વ્હીકલ એક્ટ મુજબ રજિસ્ટ્રેશન વગર વાહન ચલાવવા માટે દંડની જોગવાઈ છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: