નેશનલ લેવલની કાર રેસિંગ ચેમ્પિયનશિપમાં સુરતના આ બે યુવાનો ચેમ્પિયન બની સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું

ખાણીપીણી માટે જાણીતા સુરતવાસીઓ રેસિંગ જેવી દિલધડક રમતમાં સાહસ ખેડતા ના હોવાનો ટોણો સમયાંતરે સાંભળવા મળે છે. વિશ્વભરમાં એફ1 રેસ જેવી જાણીતી સ્પર્ધાઓ થતી હોવા છતાં સુરત અને ગુજરાતમાં કોઈ પ્રોફેશનલ રેસિંગ ટ્રેક નથી.

એ સુરતવાસીઓ માટે દુર્ભાગ્યપૂર્ણ છે. જો કે તે સામે 2 સુરતીવાસીએ રાષ્ટ્રીય કક્ષાએ રેસિંગમાં ઝંપલાવીને અનેરી સિદ્ધિ અપાવી છે. માત્ર સ્પર્ધામાં ભાગ લેવા પૂરતું જ નહીં પરંતુ ચેમ્પિયનશિપ પણ હાસિલ કરી સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. રેસિંગ સાંભળીને પણ રોમાંચક લાગતું હોય છે જ્યાં કાર રેસિંગની વાત આવે તો ભલભલાના હોશ ઉડી જાય છે. કાર રેસિંગ એ એક શોખની સાથે સાહસ અને એક સારો સ્પોર્ટ્સ પણ છે. ભારતની બહાર આ સ્પોર્ટ્સ ખૂબ જ પ્રચલિત છે.

ભારતમાં રેસિંગ સ્પર્ધા ચેન્નાઇ, કોઇમ્બતુર, બેંગ્લોર જેવા શહેરોમાં થાય છે. જો કે આપણા ગુજરાતમાં આ સ્પોર્ટ્સને લઈને કોઈ જાગૃતિ ના હોવાના કારણે કોઈ ભાગ લેતું નથી અથવા તો એમ કહી તો પણ ચાલે કે આપણા ત્યાં કાર રેસિંગને સ્પોર્ટ્સ જ ગણવામાં નથી આવતો.

માત્ર શોખની દ્રષ્ટિએ જોવામાં આવે છે અને ઘણા લોકોનું એવું પણ માનવું છે કે આ કાર રેસિંગ એ ખૂબ રિસ્કી અને પૈસા વાળાનું જ કામ છે. તેથી પણ આ એટલો પ્રચલિત સ્પોર્ટ્સ નથી. તેમ છતાં પણ સુરતના બે સુરતીવાસીઓ નેશનલ ચેમ્પિયનશીપમાં છેલ્લા 8 વર્ષથી ભાગ લે છે અને જીતે પણ છે અને તે છે સુરતના જ બીરેન પીઠાવાલા અને નિકુંજ વાઘ.

સુરતના અનંત પીઠાવાલા કાર રેસીંગના ગ્રુપ ઓર્ગેનાઈઝ કરે છે અને FMSCI ના નિયમ પ્રમાણે રેસીંગ કારના ઓથોરાઈઝ સ્પેર પાર્ટસ આયાત કરીને રેસીંગ કાર એસેમ્બલ કરે છે. તેમણે કાર રેસિંગ માટે એક ગ્રૂપ પણ બનાવ્યું છે. જેમાં સુરત અને બોમ્બેના રેસરો છે. સાથે જ આ બન્ને નવા રેસરો પણ તૈયાર કરે છે અને લોકોને સર્કિટ રેસીંગ અંગે નવા રેસરૉને જાગૃત પણ કરે છે.

આ અંગે નિકુંજ વાઘ કહે છે કે સર્કિટ રેસિંગ એ એક સ્પોર્ટ્સ જ છે પરન્તુ આપણે ત્યાં એને સ્પોર્ટ્સ તરીકે નથી લેવાતો. એને લોકો શોખ તરીકે જોવે છે. આપણાં સુરતમાંથી હું છેલ્લા 3 વર્ષથી તેની સાથે જોડાયો છું. મેં પણ ઇન્ડિયન કાર રેસિંગમાં ચેમ્પિયનશીપમાં ભાગ લીધો છે અને રનર અપ થયો છું.

સર્કિટ કાર રેસિંગ લોકોના મતે જોખમી છે પરંતુ એવું કંઈ જ નથી કારણકે તેમાં સેફટીના દરેક પગલાં લેવાયેલા હોય છે અને સર્કિટ રેસિંગમાં ભાગ લેવા અમુક નીતિનિયમો હોય છે. જેમાં તમારી કાર બંધ બેસતી આવે તો જ તમે ભાગ લઈ શકો છો.

અમે અમારી કાર જાતે જ મોડિફાય કરીએ છીએ. તેના એન્જીનથી માંડીને અંદરની સિટીંગ વ્યવસ્થા. સર્કિંટ રેસિંગમાં ગુજરાતમાંથી માત્ર સુરતમાંથી નિકુંજ વાઘ, બીરેન ભાઈ અને હું આમાં ભાગ લઈએ છે. અમે એક ટીમ બનાવી છે. જેનું નામ એન1 રેસિંગ છે. જેમાં બોમ્બે અને સુરતના મેમ્બર્સ છે. અમે ઘણા છોકરાઓને આ સર્કિટ રેસિંગ માટે તૈયાર પણ કરીએ છીએ. લોકોના મનમાં જે ધારણા કાર રેસિંગને લઈને છે તે દૂર કરવાના પ્રયત્નો કરીએ છીએ. જેથી નવા રેસરોને તૈયાર કરી શકાય.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: