નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાં આવેલા PSI એન.સી. ફિણવિયાએ કેવડિયામાં કરી લીધી આત્મહત્યા, જાણો શું છે કારણ

કેવડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમના બંદોબસ્ત દરમિયાન નવસારીના એલઆઇબીના પીએસઆઇ નિલેષભાઈ છગનભાઇ ફિણવિયાએ રિવોલ્વરની આત્મહત્યા કરી છે. પીએસઆઇએ ઉપરી અધિકારીની હેરાનગતિથી આત્મહત્યા કરી હોવાનું ખુલ્યું છે. પીએસઆઇએ અંતિમ ચિઠ્ઠી લખીને આત્મહત્યા કરી હોવાનું ખુલ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેવડિયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આવ્યા હતા. જેને લઈ નવસારી, વડોદરા, ભરૂચ જિલ્લાની પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નવસારી એલઆઈબીમાં ફરજ બજાવતા પીએસઆઈ એન સી ફિણવિયાનો સર્કિટ હાઉસ ખાતે પોઈન્ટ હોવાથી ફરજ પર હાજર હતા. સાડા દસ વાગ્યાની આસપાસ પીએસઆઈ ફિણવિયાએ સર્કિટહાઉસના મુખ્ય ગેટ પર ફરજ બજાવતા પીએસઆઈ એમ બી કોંકણી પાસેથી ફોટો પડાવવાના બહાને સર્વિસ રિવોલ્વર માંગતા તેમણે આપી હતી. ત્યારબાદ ફિણવિયાએ સર્કિટ હાઉસના ગ્રાઉન્ટ ફ્લોરના પેસેજ પાસે કપાળમાં ગોળી મારી આત્મહત્યા કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ, ઉપરી અધિકારીઓના દબાણ અને હેરાનગતિના કારણે તેમણે આત્મહત્યા કરી હતી. ઘટનાને પગલે નવસારી પોલીસના અધિકારીઓએ પણ બંદોબસ્તમાંથી ઘટનાસ્થળે દોડવું પડ્યું હતું.

 

વીવીઆઈપી બંદોબસ્ત દરમિયાન નવસારી એલઆઈબીમાં ફરજ બજાવતા પીએસઆઈ એન સી ફિણવિયાએ સર્કિટ હાઉસ ખાતે આત્મહત્યા કરી હતી. ફિણવિયા પાસેથી એક સ્યૂસાઈડ નોટ પણ મળી હતી. તેઓ 2013ની બેચના પીએસઆઈ હતા.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: