સાચપરા પરિવારના 170 સભ્યોની યોજાઇ : વડીલ યાત્રા

સુરતમાં રહેતા 22 ગામોનાં સમસ્ત સાચપરા પરિવારના 55 વર્ષેથી ઉપરનાં વડીલો એકબીજાને મળે અને એ દિવસ યાદગાર બને એ હેતુથી દરવર્ષે સુરતની બહાર એકદિવસીય વડીલ યાત્રા યોજાય છે, આ વર્ષે તા.13/9/19 શુક્રવારે શ્રી સોમનાથ મંદિર (બિલીમોરા), શ્રી ભાવ ભાવેશ્વર મંદિર (બુરૂમલ), શ્રી વિશ્વંભરી મંદિર, તિથલ બીચ અને BAPS મંદિર (વલસાડ) યાત્રા યોજાય હતી,

જેમાં પરિવારનાં 170 વડીલ સભ્યોએ ભાગ લીધો હતો, કુલ 3 બસ દ્વારા આ યાત્રા થઈ હતી જેમાં બે બસ વરાછા અને એક કતારગામ થી ઉપડી હતી, યાત્રા દરમિયાન ખંજરી અને કરતાલથી પરિવારનાં વડીલોએ ભજન કિર્તનથી ભવનું ભાથું ભર્યું હતું, વરસાદી કુદરતી વાતાવરણની સાથે દરેક વડીલોએ આનંદની અનુભૂતિ કરી હતી,

દાતાશ્રીઓની દિલેરીથી પરિવારનાં વડીલો માટે વિનામૂલ્યે બસો દ્વારા આવવા જવાનું, નાસ્તા સાથે ભોજન હતું, તિથલ બીચ ઉપર રાસ ગરબાની રમઝટ તેમજ અન્ય પ્રવૃત્તિથી પરિવારનાં વડીલો માટે યાત્રાથી યાદગાર અવિસ્મરણીય દિવસ બનાવ્યો હતો, યાત્રાની સંપૂર્ણ વ્યવસ્થા પરિવારનાં 9 યુવા ટિમ સભ્યોએ સંભાળી હતી.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: