ગુજરાતના મોરબી જિલ્લાના આ ગામમાં એક જ અટકવાળા લોકો વસવાટ કરી શકે છે. જાણો રહસ્ય..

મોરબી જિલ્લામાં એક શાપિત ગામ છે. ત્યાં રહેનારા લગભગ બધા વ્યકિતની અટક એક જેવી છે. લગભગ 700 લોકોના આ ગામમાં દરેક ‘ચરવાડ઼િયા’છે. કહેવામાં આવે છે કે, જેને પણ આ ગામમાં રહેવું હોય તેમને ચરવાડિયા અટક રાખવી જરૂરી છે. વર્ષો પહેલા બીજા અટકના લોકો ત્યાં આવીને વસ્યા હતા, પરંતુ બિમારીથી હેરાન થઈને તેઓ ગામ છોડીને જતા રહ્યા હતા.

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાથી 13 કિમી દૂર ચરવાડિયા લોકોનો બોકાડ઼થંભા નામનું ગામ છે. આ ગામમાં છેલ્લા 100 વર્ષથી એક જ અટકના લોકો રહે છે. ચરવાડિયા અટક ન રાખનાર લોકોની આ ગામમાં આવવાની મનાઈ છે. ગ્રામીણ તેના પાછળનું કારણ શ્રાપને બતાવે છે. માનવામાં આવે છે કે, ચરવાડિયા અટક વગર આ ગામમાં રહેનાર લોકો શ્રાપનો પ્રભાવ પડવા લાગે છે.

ગામના એક વૃદ્ધ વ્યક્તિ ઘનશ્યામ મહારાજે જણાવ્યુ કે, માન્યતા છે કે ગામ શાપિત છે અને ચરવાડિયા અટક વગર અહીં કોઈ રહી શકતો નથી. ઘણા વર્ષો પહેલા કેટલાક પરિવારોએ વસવાટના પ્રયાસ કર્યો હતો, પરંતુ બાદમાં ગામ છોડીને જતા રહ્યા હતા. તેમણે જણાવ્યુ કે, તેમના પરિવારમાં એક પછી એક વ્યક્તિ માંદા પડવા લાગ્યા હતા,તેથી તેમણે ગામ છોડી દીધું હતુ. ગામના 85 વર્ષના મંગબાપા ચરવાડિયા ગામના વસવાટીઓની કહાણી જણાવે છે કે, હજારો વર્ષો પહેલા વાંકાનેરના શાસકોએ ચાર ભાઈઓને આ ગામમાં વસાવ્યો હતો. આખું ગામ આ ચાર ભાઈઓનો વંશજ છે.

ગામના લોકો જે જમીન પર ખેતી કરે છે તે વાંકાનેરના કોઈ રાજપૂત પરિવારની સંપત્તિ હતી. આઝાદી બાદ લેન્ડ સિલિન્ગ એક્ટ અંતર્ગત આ જમીન ગામના લોકો વચ્ચે વહેંચી દેવામાં આવી હતી. ગામના લોકોની સંખ્યામાં જેમ-જેમ વધારો થતો ગયો તેમ તેમ ખેતરની જમીન નાની થતી ગઈ. નોકરી માટે ઘણાં યુવકોએ ગામ છોડી દીધુ છે. બોકાડ઼થંભા ગામમાં કોઈ ગ્રામ પંચાયત નથી. ગામમાં કોઈ પણ વિવાદને સર્વસંમતીથી થાય છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: