ગગનથી ગટર સુધી …..,
ધરતી ને આકાશ વચ્ચે બહુ શોધ્યું
ને,મળ્યું પણ છે.
પાતાળમાં પણ કશું બાકી નથી રાખ્યું.
જેટલું ઉતરાય એટલું નીચે ઉતર્યા છીએ.
આડા-ઊભા,અવળા-સવળા,
ભોંયમાં છેદ છેદ કરી નાખ્યા.
વિકાસનું હરણ દોડ્યા કરે
પણ ભૂખ્યું,તરસ્યુ દોડ્યા જ કરે એ ચાલે ?
આમ દોડવામાં હરણ,
ક્યાંક ફાળ ના ચૂકી જાય એ પણ જોવું પડેને ?
વિકાસની કસ્તુરી એને થકવી નાખશે.
આજે તો ટેરવે ટેક્નોલોજી ફૂટી છે.
અડો ત્યાં જ અજવાળું
આખું વિશ્વ મુઠ્ઠીમાં છે.
છતાં આંખો પરના રંગીન ચશ્મા,
ઉતારીને જોશો તો, અંધારું આસપાસ જોવા મળશે.
એ અંધારું ‘હોવાપણું’ છે.
એ અંધારું ‘સત’ છે.
એનું પણ એક વિશ્વ છે.
ચંદ્ર,મંગળ
આખું આભ આંબી આવ્યા આપણે,
ઇન્ટરનેટ સમુદ્રના,
આપણે બધા મરજીવા,
રોજ નવા મોતી શોધતા હોઈએ છીએ.
ત્યાં……….આપણે……,
હજી,
ગટરના તળનું નથી વિચાર્યું.
ગટરની સફાઈનું નથી વિચાર્યું.
ગટરમાં ઉતરનારાની સુરક્ષાનું નથી વિચાર્યું.
ગટરથી ફેલાતા ઝેરી પ્રદૂષણનું નથી વિચાર્યું.
ગટરનું ગંદુ પાણી કાઢવા,
ટૅકનૉલૉજી વાપરીએ તો ટૅકનૉલૉજી
ગંદી થઈ જાય ?
શું આવા પાયાના કામો,
વિકાસના માપદંડમાં આવે ખરા ?
જીવના જોખમે ઉપર ફરાય.
જીવના જોખમે નીચે ના ઉતરાય ?
વાત ગગન અને ધરાથી વિસ્તરી
‘ગગનથી ગટર સુધી’ જવાની છે.
– પ્રવીણસિંહ ખાંટ
આવતાં જતાં 2 ક્લિક- રૂરલ રેઇનકોટ-પ્રવીણસિંહ ખાંટ
રોટલો એ રોટલો રોટલાની વાત નાં થાય- પ્રવીણસિંહ ખાંટ
ગીતા એ જીવાતા જીવનનો ગ્રંથ છે.- પ્રવીણસિંહ ખાંટ
અનાજ-પ્રકૃતિ પૂજા-સનાતન પ્રકૃતિની જય – પ્રવીણસિંહ ખાંટ
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.