કડવા-લેઉવા પટેલ સહિત 15 જ્ઞાતિઓનો બિનઅનામત વર્ગમાં સમાવેશ : ગુજરાત સરકાર

ગુજરાત સરકારે બિન-અનામતી વર્ગની યાદીમાં 15 નવી જ્ઞાતિઓનો સમાવેશ કર્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ગુજરાત સરકારે કહ્યું છે કે હિંદુ અને મુસ્લિમ સમાજની 15 એવી જ્ઞાતિ છે કે જેમને બિન-અનામતી વર્ગની યાદીમાં ઉમેરવામાં આવી છે. અત્યાર સુધી 69 જ્ઞાતિ એવી હતી કે જેમને બિન અનામતી વર્ગની યાદીમાં સ્થાન પ્રાપ્ત હતું.

નવી યાદી પ્રમાણે લેઉવા તેમજ કડવા પટેલને પણ બિન-અનામતી વર્ગની યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. બિન-અનામતી વર્ગમાં સમાવેશ થયેલી જ્ઞાતિઓને રાજ્યમાં નોકરી કે શિક્ષણમાં અનામતના કોઈ ફાયદા મળતા નથી.

લેઉવા અને કડવા પટેલ સિવાય આ યાદીમાં શ્રી ગૌડ બ્રાહ્મણ, હિંદુ ખેડવા બ્રાહ્મણ, ગિરિનારાયણ બ્રાહ્મણ, દશા પાલીવાલ બ્રાહ્મણ, મહેશ્વરી વાણિયા, મહેશ્વરી અને હિંદુ જાટ ચૌધરીનો સમાવેશ થાય છે.જ્યારે મુસ્લિમ જાતિઓમાંથી મુમના, હાલા મુસ્લિમ, આગરીયા મુસ્લિમ અને ભાડભુજા અને ભઠિયારા જેવી જાતિઓને આ યાદીમાં ઉમેરવામાં આવી છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: