ભારતીય સંસ્કૃતિમાં કોઈ કાર્યની સફળતા માટે પહેલા ગણેશજીના મંગલાચરણ કે પછી પૂજ્યદેવોની વંદનાની પરંપરા રહી છે. કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરવા માટે સૌ પ્રથમ શ્રીગણેશની વંદના અને અર્ચનાનુ વિધાન છે. તેથી સનાતન ધર્મમાં સૌ પ્રથમ શ્રીગણેશની પૂજાથી જ કોઈ કાર્યની શરૂઆત થાય છે.
કેટલાક કહે છે કે ભાદરવા સુદ ચોથ(ગણેશ ચતુર્થી)ના દિવસે ગણપતિનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. પરંતુ ગણપતિનો જન્મદિવસ તો મહા સુદ ચોથ છે. વળી કોઈનો જન્મદિવસ દસ દિવસ સુધી શા માટે ઉજવાય? અને દસ દિવસ સુધી જન્મદિનની ઉજવણી કર્યા બાદ તેને વિદાય આપીને તેનું વિસર્જન શા માટે કરવાનું? સદીઓથી ગણેશોત્સવ ઉજવાય છે પરંતુ કોઈને પ્રશ્ન થતો નથી કે શા માટે ગજાનનની સ્થાપના કરવાની અને તેઓનું વિસર્જન કરવાનુ!
પોતે જાણકાર હોવાનો ગર્વ રાખનારા ઘણાં લોકો કહેશે કે લોકમાન્ય તિલકે ગણેશોત્સવ ઉજવવાની શરુઆત કરાવી. અંગ્રેજો સામે લડવા માટે હિંદુઓએ એક થવાની જરુર હતી અને આ ઉત્સવની ઉજવણી કરવાથી હિંદુઓ સહેલાઈથી એક થઈ શકે એમ હતું.ખરેખર તો લોકમાન્ય તિલકે ગણેશોત્સવ જાહેરમાં ઉજવવાનું શરુ કરાવ્યું.
એ પહેલા પણ ઘર-ઘરમાં ગણપતિબાપાની સ્થાપના અને વિસર્જન થતાં જ હતાં. તો શા માટે ઘરે-ઘરે ગણપતિની સ્થાપના થતી હતી ? કેટલાક તો વળી કહેશે કે ગણેશોત્સવ એ તો મરાઠી ભાઈ-બહેનોનો તહેવાર છે.હકીકત એ છે કે ગણેશોત્સવ એ માત્ર મરાઠીઓનો નહિ પરંતુ સમગ્ર ભારતીયોનો તહેવાર છે. ભારતમાં મુખ્યત્વે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર,ગુજરાત,ગોવા,તેલંગણા,આંધ્રપ્રદેશ,તામિલનાડુ,પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં લોકો ઘરે અને જાહેરમાં ઉજવામાં આવે છે.
સનાતન ધર્મ મુજબ ભાદ્રપદ શુક્લ ચતુર્થીથી શ્રી વેદવ્યાસજી એ ભાગવત કથા ગણપતિજીને સતત 10 દિવસ સુધી સંભળાવી હતી. જેને ગણપતિએ પોતાના દાંતથી લખી હતી. દસ દિવસ પછી જ્યારે વેદ વ્યાસેજીએ આખો ખોલી તો જોયુ કે 10 દિવસની અથાક મહેનત બાદ ગણેશજીનુ તાપમાન ખૂબ વધી ગયુ છે. તરત જ વેદ વ્યાસજીએ ગણેશજીને નિકટના કુંડમાં જઈને ઠંડા કર્યા હતા. તેથી ભાદ્રપદ શુકલ ચતુર્થીના રોજ ગણેશ સ્થાપના કરવામાં આવે છે અને કર ભાદ્રપદ શુક્લ ચતુર્દશી અર્થાત અનંત ચતુર્દશીના રોજ તેમને ઠંડા કરી વિસર્જન કરવામાં આવે છે.
આજે ગણેશોત્સવ ઉજવાય છે, પરંતુ ઉજવણી પાછળના જે સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક રહસ્યો જોયા એની સહુને જાણ હોવાની સંભાવના ઘણી ઓછી છે. લોકમાન્ય ટિળકજીએ જે રાષ્ટ્રીયભાવના માટે આ ઉત્સવને જાહેરમાં ઉજવવાનું સુચવ્યું હતું એ ભાવના દૃઢ થાય એ જરુરી છે.આજે ગલીએ-ગલીએ ગણપતિબાપાની સ્થાપના થાય છે, એ શું બતાવે છે? ખરેખર તો જેટલા ઓછા ગણપતિની સ્થાપના થાય એટલી એકતા વધુ ગણાય. એક સોસાયટી દીઠ એક ગણેશજી સ્થપાતા હોય તો તેને બદલે દસ સોસાયટી દીઠ એક ગજાનનની સ્થાપના થવી જોઈએ
એ રીતે ગણપતિની સંખ્યા ઘટવી જોઈએ અને એકઠાં થનારા ભાઈ-બહેનોની સંખ્યા વધવી જોઈએ. ગણેશોત્સવમાં આરતીની ટેપ ન વગાડતા એકઠાં થયેલા ભાઈ-બહેનોએ સ્વમુખે આરતી ગાવી જોઈએ. સજાવટ(ડેકોરેશન)ની સાથે સાથે ગણેશ પ્રત્યેની પુજ્યભાવના મજબૂત થવી જરુરી છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.