ગુજરાતના લોકોમાં ઢબુડી માતાના નામે અંધશ્રધ્ધા ફેલાવતા અને લોકોને લૂંટતા ધનજી ઓડનાં ધંધાનો પર્દાફાશ થયો છે. ગાંધીનગર નજીક આવેલા રૂપાલના વતની ધનજી ઓડનો દાવો છે કે, તેની ઉપર જોગણી માતાની કૃપા થઈ છે. તે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. લોકોની બીમારી, નોકરી , લગ્ન જેવા નહીં ઉકેલાતા પ્રશ્નો ઉકેલી આપે છે. ઘનજી ઓડે પોતાનું નામ ઢબુડી માતા રાખ્યુ છે. તેમના ભકતો તેમને રૂપાલની જોગણીના નામે ઓળખે છે.
ઢબુડી માતા રાજયના વિવિધ શહેરોમાં પહોંચે તે પહેલા તેમની ટોળકી ત્યાં પહોંચી જાય છે અને માતાના પરચાઓની કહાની લોકોને કહે છે, ત્યારબાદ માતા નક્કી કરેલા સમયે ત્યાં પહોચે છે જયાં ઘનજી ઓડ માથા ઉપર ચુંદડી ઓઢી ઘુણવા લાગે છે. ભક્તો એવા દાવાઓ કરે છે કે, કેન્સર જેવા રોગોને પણ આ ઢબુડી માતાના નામે અંધશ્રધ્ધા ફેલાવતો ધનજી ઓડ મટાડી આપે છે. આ અંધશ્રધ્ધાના કારણે એક પિતાએ તેમનો પુત્ર ગુમાવતા ધનજીના કારનામાં બહાર આવ્યા હતા.
હવે દિન પ્રતિદિન ધનજી ઓડની મુશ્કેલીઓમાં સતત વધારો થતો જાય છે. ઢબુડીના અંધશ્રધ્ધાની કિસ્સાઓ બહાર આવ્યા પછી ધનજી ઓડ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જો કે, હવે પણ પોલીસે ધનજી ઓડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તેને પોલીસ સ્ટેશનમાં હાજર થવાની સુચનાઓ આપવામાં આવી છે. જેને લઇને ધનજી ઓડ દ્વારા ગાંધીનગર સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી. આજે સેસન્સ કોર્ટ દ્વારા આ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને કોર્ટે ધનજી ઓડની જામીન અરજી ફગાવી હતી. પોલીસ તપાસ શરૂ હોવાના કારણે જામીન અરજી ફગાવી હોવાની સુત્રો પાસેથી માહિતી મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ધનજી ઓડ સામે નોંધાયેલી ફરીયાદ નોંધાયા પછી તેમના અમદાવાદના ચાંદખેડા સ્થિત આવેલા નિવાસ સ્થાન પર પોલીસ સ્ટેશનમાં હાજર થવા મામલે નોટીસ લગાડવામાં આવી હતી. આ નોટીસ પછી ધનજી ઓડે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. ધનજી ઓડે ભાડે રાખેલા બંગલો પર પોલીસની સતત આવક જાવક રહેતા મકાન માલિકે પણ ધનજી ઓડને મકાન ખાલી કરવાની નોટીસ ફટકારી હતી.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.