રવિવારના(રજાના) દિવસનો અમૂલ્ય સમય ફાળવી બાળકોના કળા-કૌશલ્ય ખિલાવતું સંગઠન- ફનસ્ટાઇન-સુરત

દર ક્ષણે નવું શીખવા-જાણવા તત્પર બાળકો નાના નાના હાથો તથા પ્રબળ વિચાર-શક્તિથી ચમત્કાર કરતાં હોય છે. કુમળા છોડને જેમ વાળીએ તેમ વળે, તે જ પ્રમાણે આ બાળકોને, જો તેમને ગમતા વિષયો તથા કળા તરફ વિશેષ ધ્યાન દોરવામાં આવે તો આ જ્ઞાન ભવિષ્યમાં બાળકોની સફળતાની ચાવી બની શકે છે. આવી જ કઈક વિચારધારાને વાચા આપવા વરાછામાં એક સંગઠન છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે

આજે આપણે એવા સંગઠન વિશે અને પ્રવુતિઓ વિષે થોડું જાણીએ કેવી રીતે આ સંગઠન કાર્યરત છે?

 

“FUNSTEIN-ફનસ્ટાઇન” ના નામથી આ સંગઠન, વિશ્વ-વિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન જે રીતે સતત મથામણ કરીને થિયરીઓ બનાવતા તે રીતે સતત મથામણ કરીને બાળકોમા કળા-કોશલ્ય તથા રચનાતમ્ક જાગૃત કરી તેને આગળ ધપાવે છે. સંગઠનના સભ્યો બાળકો સાથે બાળક બની ગમ્મત સાથે આપવાનો પ્રયાસ કરે છે.

સંગઠનમાં હાલમાં 20 જેટલા સ્વયં-સેવકો કાર્યરત છે, જો કે આ સંગઠનમાં 50 જેટલા સવ્યમ-સેવકો પોતાનું યોગદાન આપી ચૂક્યા છે. સંગઠનના સભ્યો બાહ્ય આર્થિક સહાય ટાળીને પોતાના જ આર્થિક સંશાધનનો ઉપયોગ કરી કાર્ય કરે છે.

 

વરાછા વિસ્તારની પ્રાથમિક શાળા – (“કવિ શ્રી દલપતરામ (કન્યા) પ્રા. શાળા નં-૧૩૨”) માં દર રવિવારે સવારે 8 થી 12 ના સમયગાળા દરમિયાન વિવિધ કળાઓ જેમ કે, સંગીત કળા, ચિત્રકામ, હસ્તકળા તદુઉપરાત સામાની જ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયો તરફ પણ ધ્યાન દોરે છે.

પોતાના વિષયમાં ઉતીર્ણ સવ્યમ-સેવકો હળીમળીને રવિવારની પ્રવુતી માટે અભ્યાષક્રમની રચના કરે છે. જે સમય અનુસાર બાળકોને ભણાવવામાં આવે છે. રવિવારનું સમય પત્રક કઈક નીચે જણાવ્યા મુજબ છે.

08:00 થી 08:30 :- પ્રાથના તથા શારીરિક વ્યાયામ.

08:30 થી 11:00 :- નિયમિત વર્ગ જુદા જુદા વિષયના(હસ્તકળા, અંગ્રેજી, સામન્ય જ્ઞાન, સંગીત) જે તે     અનુરૂપ સ્વયં-સેવકો દ્વારા શિખડાવવામાં આવે છે.

11:00 થી 12:00 :- રમત-ગમત

વર્ષના અંતે, છેલ્લા રવિવારે “FUNDAY”નું આયોજન કરવામાં આવે છે, જેમાં દર રવિવાર કરતાં કઈક અલગ કરવાનો પ્લાન હોય છે.

બાળકોની વિચાર-શક્તિ તથા રચનાત્મક્તા ખીલે તે રીતે સમગ્ર પ્રવુતી તથા અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવે છે અને સવ્યમ-સેવકો બાળકો સાથે મસ્તીખોર વર્તન રાખીને ભણાવે છે જેથી બાળકો પોતાના વિચારો તથા અભિપ્રાયો ખૂલીને બધા સામે મૂકી શકે.

રવિવારના(રજાના) દિવસનો અમૂલ્ય સમય ફાળવી પોતાની પાસે રહેલી કળાનો સદુપયોગ કરી બાળકોના કળા-કૌશલ્ય તથા રચનાત્મ્ક્તા ખિલાવવાનો પ્રયાસ કરી રહેલા આ સંગઠનના સભ્યોને વધાવિએ.

સ્વામિ વિવેકાનંદના કહેવા અનુસાર “જાગ્યા ત્યારથી સવાર” તો આપણે પણ આ સંગઠનમાં જોડાઈને આપણી પાસે રહેલી અમૂલ્ય કળાને બાળકો સુધી પહોચાડી કળા વારસો જાળવવાનો પ્રયાસ કરીએ.

તમે નીચે આપેલ ફેસબુક લિંકના માધ્યમથી તમે આ સંગઠનની પ્રવુતીને નિહાળી શકો છો. આ સંગઠનમાં જોડાવા માટે નીચે આપેલ ફેસબુક લિન્કમાં જઈ તમે મેસેજ મોકલી શકો છો.

https://www.facebook.com/funstein/

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: