કેન્દ્રની મોદી સરકાર હવે બેન્ક ખાતાઓ પર સરકારની વોચને મજબૂત બનાવવા માટે હવે એક વ્યક્તિ કેટલા બેન્ક ખાતા રાખી શકે તેના પર નિયમ લાવવા તૈયારી કરી રહી છે અને કેટલી બેન્કોમાં એક વ્યક્તિ ખાતા રાખી શકશે તે પણ મર્યાદા નિશ્ર્ચિત કરશે તથા દરેક વ્યક્તિએ તેના દરેક બેન્ક ખાતાનું આવકવેરા વિભાગમાં માહિતી આપવી પડશે.
કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્વારા આ અંગે એક માર્ગરેખા તૈયાર થઈ રહી છે જેમાં બેન્ક ખાતા માટે અલગ અલગ કેટેગરી નકકી કરાશે. જેમકે કોર્પોરેટ, બીઝનેસ, મેન્યુફેકચરીંગ, ટ્રેડર્સ અને વ્યક્તિગત તથા ફેમીલી બેન્ક ખાતાનો સમાવેશ થાય છે. વ્યક્તિગત બેન્ક ખાતામાં પ્રોફેશનલ, પગારદાર અને સામાન્ય ટ્રેડર્સ કે નાના વ્યાપારી તથા પેન્શનર સગીર તેવા બેન્ક ખાતાઓની અલગ કેટેગરી હશે. સરકાર દરેક કેટેગરી તેના વ્યાપારના ટર્નઓવર અને વિદેશ વ્યાપાર મુજબ બેન્ક ખાતાઓની મહતમ સંખ્યા નકકી કરી તે મુજબ એક કે વધુમાં વધુ કેટલી બેન્કોમાં (દરેક વર્ગમાં) ખાતા રાખી શકાય તે પણ નિશ્ર્ચિત કરશે.
હાલમાં જ ગાઝીયાબાદમાં એક વ્યક્તિ પાસેથી 87 બેન્ક ખાતા અને રૂા.380 કરોડની બેન્ક બેલેન્સ ઝડપાઈ હતી અને તેના પરથી બેન્ક ખાતામાં જેમાં બેનામી બેન્ક ખાતાઓની જે નામ છે તેનો અંદાજ આવતા જ સરકાર હવે બેન્ક ખાતા અને કુલ કેટલી બેન્કો સાથે વ્યવહાર થઈ શકે તેની એક માર્ગરેખા તૈયાર કરી રહી છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.