વિજયભાઇ રૂપાણીએ પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રેરિત પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાના ગુજરાતમાં આયોજનને રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ ગણાવી

પદ્મશ્રી સુભાષ પાલેકર દ્વારા દેશભરમાં પ્રચલિત કરવામાં આવેલી પાલેકર પ્રાકૃતિક ખેતીના વિષય પર આજે ગાંધીનગરમાં મહાત્માં મંદિર ખાતે મહત્વની કાર્યશાળા યોજાઈ હતી.જેમાં આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ વિજય રૂપાણી અને ડે સીએમ નિતન પટેલ તથા કેન્દ્રિય કૃષિ રાજયમંત્રી પરષોત્તમ રૂપાલા પણ ઉપિસ્થત રહ્યા હતા.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગર ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાને ગુજરાત પ્રદેશના કિસાનોની ઉન્નતિ માટેનો અભૂતપૂર્વ નિર્ણય ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન પ્રાકૃતિક કૃષિ સાથે ૫૦૦ કિસાનોને જોડવા પ્રયાસ કર્યો અને જોતજોતામાં ૧૦ હજાર કિસાનો આ કૃષિ સાથે જોડાઇ ગયા હતા. હરિયાણામાં ૨૦૦ એકર જમીન અને ૩૦૦ ગાય સાથે રાસાયણિક ખેતી થતી ત્યારે કૃષિ ખર્ચ દર વધતો ગયો અને ઉત્પાદન ઘટ્યું-ફળદ્રુપતા ઘટી તેથી જૈવિક કૃષિ તરફ વળવાનું નક્કી કર્યું. તેમાં પણ ઉત્પાદન વધ્યું નહીં.

ત્યારબાદ સુભાષ પાલેકરજીના સંપર્કમાં આવ્યા બાદ પ્રાકૃતિક ખેતી અપનાવી તેમણે જણાવ્યું હતું કે, અમેરિકન ડૉ. એલ્બર્ટ હાર્વડને વર્ષ ૧૯૩૧માં ભારતમાં આવીને ઓર્ગેનિક-જૈવિક ખેતીનો પ્રચાર કર્યો હતો. જે ભારતની મૂળ પદ્ધતિ નથી. જૈવિક ખેતીમાં એક એકર જમીનમાં ૬૦ કિલો નાઇટ્રોજન જોઇએ. એક એકરમાં ૩૦૦ ક્વિન્ટલ છાણીયું ખાતર જોઇએ. એ માટે ૧૫ જેટલાં પશુધન જોઇએ અથવા ૧૫૦ ક્વિન્ટલ વર્મી કમ્પોષ્ટ જોઇએ.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ-પ્રસાર રાજ્યમાં વધારવાની દિશામાં રાજ્ય સરકાર આયોજનબધ્ધ આગળ વધશે તેવો વિશ્વાસ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગુજરાતે વિકાસના બહુધા ક્ષેત્રોમાં લીડ લીધી છે. કૃષિ ક્ષેત્રે પણ ડબલ ડિઝીટ ગ્રોથ સાથે અગ્રેસર છે. હવે સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ માટે પ્રકૃતિની સાથે રહીને વિકાસ કરવાની દિશા અપનાવી છે. વિજયભાઇ રૂપાણીએ પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રેરિત આ પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાના ગુજરાતમાં આયોજનને રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ ગણાવી હતી. કૃષિ ક્ષેત્રે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડી પ્રાકૃતિક ખેતી દ્વારા જગતના તાતને વાસ્તવમાં જગતનો તાત બનાવવામાં આ કાર્યશાળા માર્ગદર્શક બનશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, નવી કૃષિ ક્રાંતિ તરફ રાજ્યના ખેડૂતો આગળ વધી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત થયા છે તો ચોક્કસ આ ક્ષેત્રે પણ ગુજરાત દેશને રાહ ચીંધશે. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાને આવકારતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાનોની આવક બમણી કરવાનો નિર્ધાર કર્યો છે, ત્યારે આ સેમિનાર ચોક્કસ દિશાસૂચક પુરવાર થશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: