જેમણે “મોરના ઈંડા ચીતરવા ન પડે” એ કહેવતને સાર્થક કરી છે એવા રાજકોટ જીલ્લાના જામકંડોરણા તાલુકાના વર્ચસ્વશાળી ખેડૂત નેતા સ્વ. શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાના સુપુત્ર “જયેશભાઈ રાદડીયા” કેબીનેટ મંત્રી બનયા.
વાત કરવી છે, તારીખ:૨૦-૧૨-૧૯૮૦ ના રોજ રાજકોટ જીલ્લાના જામકંડોરણા ખાતે ખેડુત નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાના પરિવારમાં જન્મેલા “જયેશકુમાર વિઠ્ઠલભાઈ રાદડીયા” ની .લેઉવા પટેલ સમાજના આ યુવાને ઉચ્ચ અભ્યાસ વડોદરાની M.S. યુનીવર્સીટીમાંથી કર્યો પોતાના કોલેજ કાળ દરમ્યાન પણ પિતાના નેતૃત્વના ગુણોને સાથે રાખી “જનરલ સેક્રેટરી (G.S.)” તરીકે ચૂંટાયા અને પોતાની જાતને નેતા તરીકે સાબિત કરવાની શરૂઆત કરી ત્યારબાદ રાજકીય ક્ષેત્રે પાપા પગલી કરી.પક્ષથી નહિ પરંતુ પોતાના કામોથી જ પ્રજાના હદયમાં સ્થાન પામનારા પિતાના આ આજ્ઞાકારી પુત્રએ “બાપ તેવા બેટા,વડ તેવા ટેટા” કહેવતને સાર્થક કરી પોતે પણ લોકસંપર્ક અને પ્રજાના કામો કરીને એક આગવી ઓળખ ઉભી કરી.
તેમની રાજકીય કારકિર્દી પર એક નજર કરીએ તો ૨૦૦૯ થી ૨૦૧૨ સુધી ધોરાજીના ધારાસભ્ય,રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કના ડીરેક્ટર,પુરવઠા અને પ્રવાસન મંત્રી અને હવે કેબીનેટ મંત્રી તરીકે ગુજરાત રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારના સૌથી યુવા કેબીનેટ મંત્રી તરીકેનો કળશ તેમના પર ઢોળવામાં આવ્યો છે. તેઓ જુદી-જુદી અનેક નવ સામાજીક,શૈક્ષણીક તથા સહકારી સંસ્થાઓમાં પોતાની અવીરત સેવાઓ પ્રદાન કરી રહ્યા છે.
એક ધારાસભ્ય તરીકે તેમની કામગીરી પર નજર કરીએ તો “જેતપુરવાસીઓ” જાણેજ છે કે, ભૂતકાળના ધારાસભ્યો અને “જયેશભાઈ રાદડીયા”ની કામગીરીમાં શું તફાવત છે? ધારદાર વક્તવ્ય,જબરદસ્ત પર્સનાલીટી,સંગઠન શક્તિની આગવી સૂઝ,કર્તવ્યનિષ્ઠતા અને ડાઉન ટુ અર્થ રહેવાની તેમની આગવી છટા.વિદ્યાર્થી થી વૃદ્ધ, સૌ કોઈના લોકલાડીલા નેતા એટલે “જયેશભાઈ રાદડીયા”.
ભવિષ્યમાં આપ આપના ક્ષેત્રમાં વધુને વધુ સફળ અને યશસ્વી નીવડો તેમજ સિદ્ધિના ઉન્નત શિખરો સર કરો તેવી અભ્યર્થના સાથે “માં ખોડલ” ના ચરણોમાં કરીએ છીએ
પોસ્ટ સ્ત્રોત : ન્યૂજ અપડેટ
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.