મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત રાજ્ય અને જિલ્લા ચૂંટણી અધિકારી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગઇકાલે રાજ્ય કક્ષાના મતદાર ચકાસણી કાર્યક્રમ (EVP)નો શુભારંભ મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ.મુરલીકિષ્ણાના હસ્તે ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યો હતો. આજથી આરંભ થયેલા મતદાર ચકાસણી કાર્યક્રમ તા. 15 મી ઓક્ટોબર, 2019 સુધી રાજ્યભરમાં ચાલશે.
મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ. મુરલીકિષ્ણાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી મતદાર યાદીમાં નામ, સરનામા અને અન્ય સુધારા કરવા માટે કેમ્પોનું આયોજન કરવામાં આવતું હતું. તેમજ બી.એલ.ઓ. કે મામલતદાર કચેરી ખાતે વિવિધ ફોર્મ ભરી આ સુધારા કરવામાં આવતા હતા. જેના પરિણામે મતદાર કાર્ડમાં કોઇ પણ કારણોસર અનેક મતદાર કાર્ડમાં નાની-મોટી ક્ષતિ રહી જતી હતી. હવે ડિજિટલ યુગમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ તથા NVSP પોર્ટલ દ્વારા આ ચકાસણી કરવાની સવલતોનો આજથી શુભારંભ કરવામાં આવનાર છે. આ એપ થકી કોઇ પણ મતદાર પોતાના ઘરેબેઠા પોતાની અને પોતા પરિવારના તમામ મતદારોની વિવિધ વિગતોની ચકાસણી કરી શકશે. તેમાં સુધારો કરવા અને તમામ વિગતો બરાબર હોય તો તેને પ્રમાણિત કરી શકે છે.
મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત રાજ્યએ આ એપ અંગેની જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે સર્વે નાગરિકો અને ત્યાં ઉપસ્થિત સર્વ લોકોને પોતાના વોટ્સએપ અને અન્ય સોશ્યિલ મીડિયાના માઘ્યમ થકી વધુ ને વધુ લોકોને મોકલવાની અપીલ કરી હતી. જે લોકો સ્માર્ટ ફોનનો ઉપયોગ નથી કરતા, તેવા મતદારો નજીકના ઇ-ગ્રામ સર્વિસ સેન્ટર કે સી.એસ.સી. ખાતે જઇને ઓનલાઇન મતદાર કાર્ડની ચકાસણી કરી શકશે. મતદાર નોંધણી અધિકારીઓની કચેરી ખાતે પણ મતદાર સુવિધા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે.
ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ.કે.લાંગાએ જણાવ્યું હતું કે, ડિજિટલ પ્લેટફોર્મના કારણે આજે આપણને કોઇ પણ સમયે કામ કરવાની તક મળી રહે છે. તેમજ કામનું સરળીકરણ થયું છે. જૂની પદ્ધતિથી થયેલી ચૂંટણી પ્રક્રિયા અને છેલ્લે યોજાયેલી ચૂંટણીમાં ટેક્નોલોજીના કારણે મોટો તફાવત જોવા મળ્યો છે. આ એપના કારણે હવે કોઇ પણ નાગરિક આંગણીનાં ટેવરે પોતાના મતદાર કાર્ડમાં વિવિધ બાબતોની ચકાસણી કરી શકશે. આ કામગીરી આજથી ૪૫ દિવસ સુધી ચાલશે, જેથી વધુમાં વધુ મતદારો સુઘી આપણે પહોંચી શકીશું.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.