આ સપ્ટેમ્બર મહિનામાં બેંકમાં આટલા દિવસો રજા રહેશે તો જાણો વધુમાં

ભારતમાં બેન્કો વિવિધ નેશનલ તહેવારના દિવસે બંધ રહે છે. જાકે અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ તહેવારોના દિવસે બેન્કો રજા હોય છે. ઉદાહરણ તરીકે પંજાબમાં બાબા શ્રીચંદના જન્મદિવસ પર બેન્કમાં રજા હોય છે.

જ્યારે કેરલમાં ઓણમ પર બેંકમાં રજા હોય છે. વિવિધ પબ્લિક અને પ્રાઈવેટ બેંકમાં બીજા અને ચોથા શનિવારે રજા હોય છે. સપ્ટેમ્બર મહિનામાં રાષ્ટ્રીયકૃત બેન્કોમાં કોઈ રજા નથી. જાકે વિવિધ રાજ્યોની બેન્કોમાં સપ્ટેમ્બર મહિનામાં અનેક રજાઓ છે.

જેમ ર સપ્ટેમ્બર ગણેશ ચતુર્થીનો તહેવાર છે. આ દિવસોમાં ઘણા રાજ્યોમાં બેંન્કોની રજા રાખવામાં આવે છે.જેમાં ગુજરાત,કર્ણાટક, ઓડિશા, તમિલનાડુ, તેલંગણા, આંધ્રપ્રદેશ, ગોવા અને જમશેદપુરનો સમાવેશ થાય છે.

૩ સપ્ટેમ્બરે નુખાઈના તહેવાર છે આ દિવસે ઓડિશા અને ગુજરાતની બેન્કોમાં રજા હોય છે. આગામી ૯ સપ્ટેમ્બરે મોહરમનો તહેવાર હોવાથી ઝારખંડ અને ઓડિશા આ દિવસે બેન્કો બંધ રહે છે. ૧૦ સપ્ટેમ્બરના રોજ ત્રિપુરા, મિઝોરમ, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, તમિળનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, નવી દિલ્હી, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને કેરળમાં મોહરમના તહેવાર હોવાથી બેન્કમાં રજા હોય છે. ૧૧ સપ્ટેમ્બરના રોજ ગુજરાત અને કેરળમાં પણ મોહરમ રજા હોય છે. ૧૩ સપ્ટેમ્બરના રોજ ઈન્દ્રજાત્રા ઉત્સવ છે, આ દિવસે સિક્કીમ અને કેરળમાં રજા રહેશે. ૧૭ સપ્ટેમ્બરે વિશ્વકર્મા પૂજાને કારણે ઝારખંડની બેંકોમાં રજા રહેશે.

તેવી જ રીતે ર૧ સપ્ટેમ્બરના રોજ યુપી અને કેરળમાં શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસની રજા રહેશે. તેજ સમયે, મહિનાની છેલ્લી રજા ર૮ સપ્ટેમ્બરના રોજ હશે, જ્યારે મહાલય અમાવાસ્યાને કારણે કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં બન્કોમાં રજા રહેશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: