ધરતીપુત્રોમાં આનંદની લહેર : ફરી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

દક્ષિણ ગુજરાતમાં ઓગષ્ટમાં વરસેલા અનરાધાર વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. સપ્ટેમ્બર માસની શરૂઆતમાં જ ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. ભાદરવાની ભરપૂર ગરમી વચ્ચે વરસાદ વરસવાનું શરૂ થતાં ધરતીપુત્રોમાં આનંદની લહેર જોવા મળી હતી. સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતના નવસારીના ચીખલીમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેથી ખેડૂતોના ઉભા પાક માટે આ વરસાદ કાચા સોના સમાન સાબિત થઈ રહ્યો છે.

મોન્સૂનની અક્ષય રેખા હાલમાં બીકાનેર, જયપુર, અંબિકાપુર થઇ બંગાલની ખાડી સુધી બની છે. તેમજ બંગાળની ખાડી ઉપર અન્ય ચક્રવાતી હવાનું ક્ષેત્ર ડેવલપ થઇ રહ્યું છે. મધ્ય ભારત ઉપર પહેલાથી મોન્સૂન સક્રિય છે. તેમજ મધ્યપ્રદેશના ઉત્તર પૂર્વ વિસ્તારમાં હવાઓનું એક ચક્રવાતી ક્ષેત્ર બનેલું છે. ગુજરાતમાં મોન્સૂન સક્રિય રાખવાવાળી સિસ્ટમ ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર ઉત્તર પૂર્વી અરબસાગર અને દક્ષિણી ગુજરાત પર દેખાઇ રહ્યું છે. જેથી આગામી 4 તારીખ સુધી સુરત સહિત સમગ્ર ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 તારીખ પછી વરસાદનું જોર વધશે.

બીજી તરફ સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેરમાં મોડી રાત્રે વરસાદનું આગમન થયું છે. મોડી રાત્રે ગાજવીજ સાથે શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. રાત્રીના 12.30 વાગ્યાથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. માત્ર 6 કલાકમાં જ વરસાદે સમગ્ર રાજકોટને ધમરોળ્યું હતું. રાજકોટમાં 6 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો એક કલાકમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. રાત્રિના 2 વાગ્યા સુધીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. 12.30 થી 2 કલાક દરમિયાન વધુ એક ઇંચ વરસાદ નોંધાયો હતો. આમ, સમગ્ર રાતથી લઈને સવાર સુધીમાં 7 ઈંચ વરસાદ નોંધાયો.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: